મોતની 15 મિનિટ પહેલા હોટલમાં શ્રીદેવી સાથે શું થયું હતું?

News18 Gujarati
Updated: February 26, 2018, 3:26 PM IST
મોતની 15 મિનિટ પહેલા હોટલમાં શ્રીદેવી સાથે શું થયું હતું?
શ્રીદેવી (ફાઈલ તસવીર)

બોની કપૂરે તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના શ્વાસોશ્વાસ અટકી ગયા હતા.

  • Share this:
શ્રીદેવીની અચાનક વિદાયથી ફક્ત બોલિવૂડ જ નહીં પરંતુ દુનિયાભરના તેના ચાહકો ઊંડા આઘાતમાં છે. તેના મોત પહેલાની એક એક ક્ષણ અને ઘટનાઓના સમાચાર એક પછી એક સામે આવી રહ્યા છે. દુબઇમાં ભાણેજના લગ્નમાં ગયેલી શ્રીદેવી એકદમ ખુશ અને ફિટ હતી. બાદમાં સમાચાર આવ્યા કે શ્રીદેવીનું હૃદયરોગના હુમલાને કારણે મોત થયું છે. શ્રીદેવીના મોતની અંતિમ 15 મિનિટની જે માહિતી સામે આવી છે તે ખૂબ જ દુઃખ આપનારી છે.

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે દુબઇમાં લગ્ન બાદ તેના પતિ બોની કપૂર મુંબઈ પરત આવી ગયા હતા. પરંતુ તેઓ શનિવારે પરત દુબઈ પહોંચી ગયા હતા. તેઓ શ્રીદેવીને મોટી સરપ્રાઇઝ આપવા માંગતા હતા. ખલીઝ ટાઇમ્સના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે શનિવારે સાંજે મોતના થોડા સમય પહેલા શ્રીદેવી પતિ સાથે ડિનર ડેટ પર જવાની તૈયારીમાં હતી. આ ડિનર ડેટ તેની ડ્રીમ ડિનર ડેટ થવાની હતી. રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે બોની કપૂર સાંજે 5.30 વાગ્યે શ્રીદેવીને મળવા માટે પહોંચ્યા હતા. બંને હોટલના રૂમમાં જ હતા.

બોની કપૂરે શ્રીદેવીને ડિનર પર જવાનું કહ્યું હતું. આને જ લઈને બંને વચ્ચે 15 મિનિટ સુધી કંઈક વાતચીત થઈ હતી. બાદમાં તે બાથરૂમમાં ગઈ હતી. જ્યારે તે લાંબા સમય સુધી બહાર ન આવી ત્યારે બોની કપૂરે તેને બોલાવવા માટે દરવાજો ખખડાવ્યો હતો. જ્યારે સામેથી કોઈ રિસ્પોન્સ ન મળ્યો ત્યારે તેમણે કંઈ પણ કરીને જાતે જ દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતા જ તેમણે જોયું કે તે બાથરૂમમાં બેભાન હાલતમાં પડી હતી.

બોની કપૂરે તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના શ્વાસોશ્વાસ અટકી ગયા હતા. તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ તે આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે આશરે 9 વાગ્યે પોલીસે આની સૂચના આપી હતી.
First published: February 26, 2018, 9:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading