Home /News /entertainment /LARA DUTTA: લારાએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટનાં લગ્ન અંગે કર્યો મોટો ખુલાસો
LARA DUTTA: લારાએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટનાં લગ્ન અંગે કર્યો મોટો ખુલાસો
(PHOTO- Instagram/larabhupathi)
રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)નાં લગ્ન અંગે લારા દત્તા (Lara Dutta)એ એક ઇન્ટરવ્યૂમાં મોટો દાવો કર્યો છે. એવી અફવા છે કે, આલિયા-રણબીર તેમનાં લગ્નની પ્લાનિંગ કરી રહ્યાં છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)નાં લગ્ન અંગે ઘણી વાતો સામે આવી છે. એવો દાવો પણ કરવામાં આવે છે કે, ગત વર્ષે લોકડાઉન ન લાગ્યું હોત તો આ બંનેનાં લગ્ન થઇ ગયા હોત. હવે એવી વાતો છે કે, આ કપલ તેમનાં લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. જોકે, તેઓ ક્યારે લગ્ન કરે છે તે અંગે કોઇ સમાચાર સામે આવ્યાં નથી. બોલિવૂડનાં ઘણાં સેલિબ્રિટી આ વાતનો ઇશારો કરે છે કે, આલિયા અને રણબીર ટૂંક જ સમયમાં પત્ની-પતિ બની જશે. હવે લારા દત્તા (Lara Dutta)એ તેમનાં લગ્ન અંગે મોટો ખુલાસો કર્યો છે.
લારાએ ટાઇમ્સ નાઉને આપેલાં ઇન્ટરવ્યૂંમાં રણબીર અને આલિયાનાં લગ્ન અંગે વાત કરી છે. એક્ટ્રેસે કહ્યું હતું કે, તેને વિશ્વાસ છે કે આ જોડી આ વર્ષે લગ્ન કરી લેશે. રણબીરે થોડા સમય પહેલાં જ આલિયા સાથે તેનાં લગ્નની વાત કરી હતી. ત્યારે તેણે કહ્યું હતું કે, જો મહામારી ન હોત તો તેમનાં લગ્ન થઇ ગયા હોતા. આપને જણાવી દઇએ કે, આલિયા-રણબીરનાં લગ્નની પ્લાનિંગ સીક્રેટ રાખવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં આલિયાને મુંબઇનાં બાન્દ્રામાં રણબીરનાં નવાં ઘરમાં જોવામાં આવી હતી. ખબરની માનીયે તો, આલિયા અને રણબીર લગ્ન બાદ આ ઘરમાં શિફ્ટ થઇ જશે. લારા દત્તા ટૂક જ સમયમાં 'બેલ બોટમ'માં નજર આવશે. જેમાં તે અક્ષય કુમાર, હુમા કુરેશી અને વાણી કપૂર સાથે સ્ક્રીન શેર કરતી નજર આવશે.
આ ફિલ્મમાં તે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનાં રોલમાં નજર આવશે. 'બેલ બોટમ'નું ટ્રેલર રિલીઝ થયું ત્યારે પહેલી નજરે લારાને ઓળખવી મુશ્કેલ હતી. તેને પ્રોસ્થેટિક મેકઅપ દ્વારા ઇન્દીરા ગાંધીનો લૂક આપવામાં આવ્યો છે. લારાને આ પ્રોસ્થેટિક મેકઅપ કરવામાં ત્રણ કલાકથી વધુનો સમય લાગતો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર