LARA DUTTA : ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવવું હતું પડકારજનક
ઇન્દીરા ગાંધીનો રોલ અદા કરવો પડકારજનક હતો
લારા દત્તાના પાત્ર અંગે એક યુઝરે લખ્યું છે કે, #BellBottomનું ટ્રેલર પાંચથી વધુ વખત જોયા બાદ પણ હું ઓળખી શક્યો નથી કે તે ખરેખર @LaraDutta છે.. મેકઅપ આર્ટિસ્ટને હેટ્સ ઓફ
બોલિવૂડ સ્ટાર્સ ઘણી વખત તેમની ભૂમિકાને ન્યાય આપવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. આપણે આમિર, કંગના અને સલમાન ખાનને સહિતના સ્ટાર્સનું બોડી ટ્રાન્સફોર્મેશન જોયું છે. પરંતુ ઘણી વખત ફિલ્મો માટે સ્ટાર્સનો મેકઓવરથી દરેકને આશ્ચર્યચકિત કરે છે. આ બાબતે અત્યારે લારા દત્તાનો દાખલો યોગ્ય છે. લારા દત્તા અક્ષય કુમારની ફિલ્મ બેલબોટમમાં ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. તેના લૂકને જોઈને બધા આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
લારા દત્તાએ તેની બે દાયકાની ફિલ્મ કારકિર્દીમાં સૌથી પડકારજનક ટ્રાન્સફોર્મેશન બેલબોટમમાં કર્યું છે. આ ફિલ્મમાં તેણે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. અક્ષય કુમાર, વાણી કપૂર અને હુમા કુરેશી અભિનિત આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. જેમાં RAW એજન્ટ (અક્ષય કુમાર)ને અપહરણ થયેલા ભારતીય વિમાનમાંથી 210 બંધકોને છોડાવવાનું મિશન સોંપવામાં આવ્યું છે.
આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ થયું હતું. ટ્રેલરમાં મોટાભાગનો સમય સ્ક્રીન પર અક્ષય કુમારનું પ્રભુત્વ જોવા મળે છે. બીજી તરફ ભૂતપૂર્વ વડાપ્રધાન તરીકે લારાનું ટ્રાન્સફોર્મેશન પણ લોકોનું ધ્યાન ખેંચે છે. આ લૂક બદલ ચાહકોએ અભિનેત્રી માટે પોઝિટિવ કૉમેન્ટ્સ કરી છે.
લારા દત્તાના પાત્ર અંગે એક યુઝરે લખ્યું છે કે, #BellBottomનું ટ્રેલર પાંચથી વધુ વખત જોયા બાદ પણ હું ઓળખી શક્યો નથી કે તે ખરેખર @LaraDutta છે.. મેકઅપ આર્ટિસ્ટને હેટ્સ ઓફ અને #LaraDutta તમે પણ પ્રશંસાને પાત્ર છો. અન્ય એક યુઝરે ટ્વિટમાં કહ્યું કે, અદભુત, #BellBottomના મેક-અપ કલાકારને અગાઉથી રાષ્ટ્રીય પુરસ્કાર આપી દો. મને વિશ્વાસ છે કે, તમે ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવતી આ બોલિવૂડ અભિનેત્રીને ઓળખી નહીં શકો. #BellBottomTrailer ગમ્યું… #LaraDuttaનું પરફોર્મન્સ જોવા આતુર છું.
બેલબોટમના ટ્રેલર લોન્ચ સમયે ઇવેન્ટમાં લારા દત્તા સાથે નિર્માતા જેકી ભગનાની, અક્ષય કુમાર અને વાણી કપૂર સહિતના હાજર હતા. આ તકે લારા દત્તાએ તેના પાત્રની તૈયારી અને સ્ક્રીન પર ઇન્દિરા ગાંધીના પાત્રને લઈ ગભરામણ અંગે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, મને એક ફોન આવ્યો અને કીધું કે, લારા.. આ ફિલ્મ બની રહી છે અને અમે ઈન્દિરા ગાંધીના રોલ માટે કાસ્ટ કરી રહ્યા છીએ. લારાએ ઉમેર્યું કે, મેં સ્ક્રીપ્ટ સાંભળી તે પહેલા જ આ બધું થઈ ગયું હતું.
લારાએ વધુમાં કહ્યું કે, ઇન્દિરા ગાંધી જેવા પ્રસિદ્ધ વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યા હોવ ત્યારે આ ખૂબ મોટી જવાબદારી હોય છે. આ માટે બોડી લેંગ્વેજ યોગ્ય હોવી ખૂબ જ જરૂરી હતી, કારણ કે તમે જાણો છો કે આ ફિલ્મ ઈન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન થયેલી અપહરણની ઘટના સાથે સંકળાયેલી છે. જેથી સામે આવતી નાટકીય ઘટનાઓ સામે તેઓ ખૂબ કેન્દ્રિત હતા અને જરાક પણ નાટકીય અંદાજ નહોતો. જેથી તેમને તે સ્વરૂપમાં બતાવવા ખૂબ જ મહત્વનું હતું. તે ખૂબ સારો સમય હતો. પાત્ર પાછળ ઘણું હોમવર્ક અને સંશોધન ચાલતું હતું. આ પાત્ર માટે તક મળી તે બદલ કે હું ખૂબ આભારી છું.
ઉલ્લેખનીય છે કે, બેલબોટમ મહામારી વચ્ચે થિયેટરમાં રિલીઝ મોટી ફિલ્મ હશે. આ ફિલ્મ રણજિત એમ તિવારી દ્વારા ડિરેક્ટ કરાઈ છે. આ ફિલ્મ આગામી 19મી ઓગસ્ટ 2D અને 3D ફોર્મેટમાં રિલીઝ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર