લારા દત્તાએ કર્યો મોટો ખુલાસો! સલમાન ખાન આજે પણ તેને મધરાત્રે કરે છે ફોન, અક્ષય કુમારની પણ કરી રસપ્રદ વાતો
લારા દત્તાએ કર્યો મોટો ખુલાસો! સલમાન ખાન આજે પણ તેને મધરાત્રે કરે છે ફોન, અક્ષય કુમારની પણ કરી રસપ્રદ વાતો
લારા દત્તાએ સલમાન ખાન અને અક્ષય કુમાર
બોલિવૂડ અભિનેત્રી લારા દત્તા (Lara Dutta)એ તેના ભૂતપૂર્વ કો-સ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) અને સલમાન ખાન (Salman Khan) વિશે ઘણી રસપ્રદ અને રમૂજી વાતે તેના ફેન્સ સાથે શેર કરી
બોલિવૂડ અભિનેત્રી લારા દત્તા (Lara Dutta)એ તેના ભૂતપૂર્વ કો-સ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) અને સલમાન ખાન (Salman Khan) વિશે ઘણી રસપ્રદ અને રમૂજી વાતે તેના ફેન્સ સાથે શેર કરી હતી. બોલિવૂડ હંગામા સાથેના એક ઇન્ટરવ્યુ દરમિયાન લાલા દત્તાએ કહ્યું કે, સલમાન ખાન વિશે એક વાત હજુ પણ નથી બદલાઇ કે તે હજુ પણ મેને મધરાત પછી કૉલ કરે છે. સલમાન તે સમયે જ જાગી જાય છે અને તે જ સમયે હું તેના કોલ રિસીવ કરું છું." આપને જણાવી દઇએ કે સલમાન ખાન અને લારા દત્તાએ નો એન્ટ્રી અને પાર્ટનર ફિલ્મમાં સાથે કામ કર્યુ છે.
અક્ષય કુમાર અન્ય કોઈ જાગે તે પહેલા જાગી જાય છે
અક્ષય કુમારની એક આદત જે હજુ પણ બદલાઈ નથી તેના વિશે વાત કરતા તેણીએ કહ્યું કે, બોલિવૂડના ખિલાડી અન્ય કોઈ જાગે તે પહેલા જાગી જાય છે. અક્ષય કુમાર અને લારા દત્તાએ ફિલ્મ અંદાજમાં સાથે કામ કર્યુ હતું. આ ફિલ્મ દ્વારા જ લારા દત્તાએ બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતું. અને હાલમાં જ તેણી 2021માં ફિલ્મ બેલ બોટમમાં અક્ષય કુમાર સાથે જોવા મળી હતી. આ સિવાયા લારા દત્તાએ અભિનેતા સંજય દત્ત વિશે જણાવ્યું કે, તે થોડો શરમાળ છે.
લારા દત્તા “કૌન બનેગા શિકારવતિ” સીરીઝમાં નજર આવી રહી
લારા દત્તાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી હાલ “કૌન બનેગા શિકારવતિ” સીરીઝમાં નજર આવી રહી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં લારાએ સ્વીકાર્યું કે, આખરે તે એવા પાત્રો ભજવી રહી છે જે તે એક અભિનેત્રી તરીકે 'હંમેશાં રજૂ ભજવવા માંગતી હતી'.
35-55 વર્ષની વયની મહિલાઓને ઇન્ડસ્ટ્રીમાં ક્યારેય ધ્યાનમાં લેવામાં આવી નથી
તેણીએ વધુમાં જણાવ્યું હતું કે, “35-55 વર્ષની વયની મહિલાઓને ઇન્ડસ્ટ્રીમાં ક્યારેય ધ્યાનમાં લેવામાં આવી નથી અને હંમેશા એવું કહેવામાં આવે છે કે તેમના પર કંઇ પણ બનાવી શકાતું નથી.” અભિનેત્રીના મતે, બધી સ્ત્રીઓને 'મોટું બલિદાન આપનારી માતા' અથવા 'પતિ-પ્રિય પત્ની' તરીકે જોવામાં આવે છે.
લારાએ ગલ્ફ ન્યૂઝને જણાવ્યું કે, તેની ઉંમરે તેને મુક્ત કરી દીધી છે. પૂર્વ મિસ યુનિવર્સે કહ્યું કે, હવે તે તેના 40ના તબક્કામાં આવી ચૂકી છે. તે આખરે તેની ઉંમરને અનુકૂળ પાત્રો ભજવી રહી છે અને તેવા પાત્રો નિભાવી રહી છે જે તે હંમેશાથી કરવા ઇચ્છતી હતી. લારાએ વધુમાં શેર કર્યું કે, તે ક્યારેય ટોપ અભિનેત્રી અથવા હીરો બનવાની ઇચ્છા સાથે ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશી નથી. તે એક કલાકાર બનવા ઇચ્છતી હતી અને તેના મતે હવે તેવા પાત્રો પણ લખવામાં આવે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર