Home /News /entertainment /રસપ્રદ સ્ટોરી : લલિતા પવારનો જન્મ મંદિરની બહાર થયો હતો, જાણો કેમ કરાવવું પડ્યું જાતિનું પ્રમાણપત્ર

રસપ્રદ સ્ટોરી : લલિતા પવારનો જન્મ મંદિરની બહાર થયો હતો, જાણો કેમ કરાવવું પડ્યું જાતિનું પ્રમાણપત્ર

લલિતા પવાર જન્મદિવસ

bollywood interesting story : લલિતા પવારનો જન્મ (Lalita Pawar Birthday) 18 એપ્રિલે થયો હતો, તે જમાનામાં બહુ ઓછા લોકો છોકરીઓને ભણાવતા હતા. લલિતા પવાર (Lalita Pawar) ને પણ સમાજનો માર સહન કરવો પડ્યો અને તે ભણી-લખી ન શકી

  Lalita Pawar Birthday : લલિતા પવાર (Lalita Pawar) પોતાના સમયની એવી અભિનેત્રી છે, જેણે બોલિવૂડને ક્રૂર સાસુનો ચહેરો આપ્યો હતો. પ્રખ્યાત ટીવી સીરિયલ 'રામાયણ'માં મંથરાનો રોલ કરીને તે ઘર-ઘર ફેમસ થઈ ગઈ હતી. જવાનીમાં ખુબ જ સુંદર અને સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી લલિતાના જીવનમાં એક અકસ્માત થયો, જેના પછી તેની સુંદરતા પર દાગ લાગી ગયો. લલિતા પવારે 700 થી વધુ હિન્દી, મરાઠી અને ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમની 70 વર્ષથી વધુની અભિનય કારકિર્દી માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલ છે. તેમનો જન્મ 18 એપ્રિલ 1916ના રોજ ઈન્દોરમાં અંબા મંદિરમાં થયો હતો.

  લલિતા પવારના જન્મ (Lalita Pawar Birthday)સમયે તેની માતા અનસૂયા મંદિરમાં ગઈ હતી. કહેવાય છે કે, મંદિરના દ્વાર પર પહોંચતા જ તેને પ્રસૂતિની પીડા થવા લાગી અને મંદિરની બહાર જ તેમણે પુત્રીને જન્મ આપ્યો. દીકરીના જન્મ પછી તેના માતા-પિતાએ તેનું નામ અંબિકા રાખ્યું હતું, પરંતુ બાદમાં તેમનું નામ બદલીને લલિતા પવાર રાખવામાં આવ્યું હતું.

  નાની લલિતા ડિરેક્ટરને પહેલી નજરમાં જ ગમી ગઈ હતી

  જે સમયમાં લલિતાનો જન્મ થયો હતો, તે જમાનામાં બહુ ઓછા લોકો છોકરીઓને ભણાવતા હતા. લલિતાને પણ સમાજનો માર સહન કરવો પડ્યો અને તે ભણી-લખી ન શકી. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લલિતા પવાર તેના ભાઈ અને પિતા સાથે પુણે ગઈ હતી. ત્યાં તે શૂટિંગ જોવા પહોંચી હતી, પરંતુ ફિલ્મના દિગ્દર્શકની નજર તેના પર પડતાં જ તેણે તરત જ તેની ફિલ્મ માટે લલિતા પવારની પસંદગી કરી હતી.

  પિતા સિનેમા માટે તૈયાર ન હતા

  જે પિતાએ સમાજના કારણે દીકરીને ભણાવી ન હતી, તેણે કેમેરા સામે અભિનય કરવાની પરવાનગી કેવી રીતે આપી હશે. તેઓ તેમની પુત્રીને અભિનય કરાવવા માટે બિલકુલ સંમત ન હતા, પરંતુ ફિલ્મ નિર્દેશક નાના સાહેબે સમજાવ્યા પછી તેઓ રાજી થયા.

  'રાજા હરિશ્ચંદ્ર'માં બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી

  નાના સાહેબે લલિતાને ફિલ્મ 'રાજા હરિશ્ચંદ્ર'માં બાળ કલાકારનો રોલ આપ્યો હતો. લલિતાએ માત્ર 9 વર્ષની ઉંમરે અભિનય શરૂ કર્યો હતો. તેમની પહેલી ડાયલોગ ફિલ્મ 'હિમ્મત-એ-મર્દા' હતી, જે વર્ષ 1935માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તે ખૂબ જ બોલ્ડ રોલમાં જોવા મળી હતી.

  આ પણ વાંચોAmazon Prime Video એ KGF ચેપ્ટર-2 માટે OTT રાઈટ્સ મેળવ્યા: અહીં જાણો વિગતો

  આ કારણે જાતિનું પ્રમાણપત્ર બનાવવું પડ્યું

  લલિતા પવારે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી, પરંતુ તેમની ફિલ્મ 'અમૃત'માં તેમનું પાત્ર એટલું લોકપ્રિય બન્યું કે લોકો તેમની સાથે છૂઆછૂત કરવા લાગ્યા. હકીકતમાં, 1941 માં, તેમણે પ્રખ્યાત મરાઠી નવલકથાકાર વિષ્ણુ સખારામ ખાંડેકરની વાર્તા પર આધારિત ફિલ્મ 'અમૃત'માં મોચીની ભૂમિકા ભજવી હતી. લોકોએ તેમના પાત્રની પ્રશંસા કરી પરંતુ તે જ સમયે તેમની સાથે છૂઆછૂતનો વ્યવહાર શરૂ તઈ ગયો. કહેવાય છે કે આ પછી તેમણે જાતિનું પ્રમાણપત્ર બનાવવું પડ્યું.
  Published by:kiran mehta
  First published:

  Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Bollywood Latest News, Bollywood News in Gujarati, Celebrities Birthday

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन