Home /News /entertainment /સુષ્મિતા સાથે અફેરના કારણે લલિત મોદી ટ્રોલ થતાં ગુસ્સાથી લાલચોળ, કહ્યું- 'જીવો અને જીવવા દો'

સુષ્મિતા સાથે અફેરના કારણે લલિત મોદી ટ્રોલ થતાં ગુસ્સાથી લાલચોળ, કહ્યું- 'જીવો અને જીવવા દો'

સુષ્મિતા પછી લલિત મોદીએ યુઝર્સને આડે હાથ લીધા.

સુષ્મિતા સેન અને લલિત મોદી અત્યારે ચર્ચાનો વિષય છે. દરેક જગ્યાએ બંનેના રિલેશનશિપની વાતો થઈ રહી છે. લલિત મોદીએ રિલેશનશિપ રિવીલ કર્યા પછી મિસ યુનિવર્સ રહી ચૂકેલી એક્ટ્રેસે પણ આ મામલે મૌન તોડ્યું છે અને પોતાના મનની વાત વ્યક્ત કરી છે.

વધુ જુઓ ...
સુષ્મિતા સેન અને લલિત મોદી અત્યારે ચર્ચાનો વિષય છે. દરેક જગ્યાએ બંનેના રિલેશનશિપની વાતો થઈ રહી છે. લલિત મોદીએ રિલેશનશિપ રિવીલ કર્યા પછી મિસ યુનિવર્સ રહી ચૂકેલી એક્ટ્રેસે પણ આ મામલે મૌન તોડ્યું છે અને પોતાના મનની વાત વ્યક્ત કરી છે. લલિત મોદીને પણ નહીં ખબર હોય કે સોશિયલ મીડિયા યુઝર્સ કેવી રીતે તેની ટ્વિટને જોઈ રહ્યા છે. ટ્વીટ કરતા સમયે તેનાથી એક ભૂલ થઈ ગઈ હતી, જેના પછી ટ્રોલર્સે ભૂલને પોઈન્ટઆઉટ કરી તેણે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. હવે લલિતે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ દ્વારા ટ્રોલર્સને જવાબ આપ્યો છે.

હકીકતમાં લલિત મોદીએ સોશિયલ મીડિયા પર જ્યારે સુષ્મિતા સેનની સાથે પોતાના સંબંધો વિશે દુનિયાને જણાવ્યું ત્યારે તેણે પોતાની ટ્વિટમાં એક ભૂલ કરી દીધી, જેના પર યુઝર્સે તેનું ધ્યાન દોર્યું. લલિત મોદીએ પોતાના ડેટિંગની જાહેરાત ટ્વીટમાં સુષ્મિતાનાં અસલી અકાઉન્ટની જગ્યાએ પેરોડી અકાઉન્ટને ટેગ કર્યું હતું. ટ્વિટર યુઝર્સે લલિત મોદીની આ ભૂલ કાઢી અને તેના પર મીમ બનાવીને ટ્રોલ કરવા લાગ્યા, પરંતુ હવે સોશિયલ મીડિયા હેટર્સને આડે હાથ લીધા છે.








View this post on Instagram






A post shared by Lalit Modi (@lalitkmodi)






લલિત મોદીએ ટ્રોલર્સને આડે હાથ લીધા

લલિત મોદીએ એક લાંબી પોસ્ટ લખી અને ટ્રોલર્સને આડે હાથ લેતા કહ્યું કે, તેણે સુષ્મિતા સેનના સાચા અકાઉન્ટને ટેગ કર્યું હતું, તેમાં ટ્રોલ કરવા જેવી કોઈ વાત નથી. તેણે સમજમાં નથી આવતું કે લોકો તેણે ટ્રોલ કરવા માટે આટલા ઉત્સુક કેમ રહે છે? તેણે આગળ લખ્યું કે, મને લાગે છે કે, આજે પણ આપણે જૂના જમાનામાં રહીએ છીએ, બે લોકો મિત્ર ન હોય શકે અને તેમની વચ્ચે કેમિસ્ટ્રી છે અને સમય સારો છે તો જાદુ થઈ શકે છે. મારી તમને લોકોને સલાહ છે કે જીવો અને જીવવા દો.

મીડિયાના નામે લખ્યો આ મેસેજ

તેણે મીડિયાના નામે એક મેસેજ શેર કર્યો અને કહ્યું, સાચા સમાચાર લખો...નકલી સમાચાર નહીં...જો તમે નથી જાણતા તો હું તમને બધાને જણાવી દઉં મારા જીવનનો દિવંગત પ્રેમ મીનલ મોદી 12 વર્ષ સુધી મારી સારી મિત્ર હતી, આ દરમિયાન તેઓ પરણિત હતા. તે મારી માતાની મિત્ર નહોતી. આ બધી અફવાઓ છે. આ ગોસિપ લોકોએ પોતાના ફાયદા માટે ફેલાવી હતી. બીજાની ખુશીમાં ખુશ રહેતા શીખો.

કઈ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો?

લલિતે આગળ લખ્યું કે, તે હંમેશાં પોતાનું માથું ઉંચુ કરીને ચાલે છે. બધા તેને ભાગેડુ કહે છે, કોઈ કહેશે કે કઈ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો છે.

બંને એકબીજાની સાથે ખુશ છે

14 જુલાઈના રોજ લલિત મોદીએ સુષ્મિતા સેનની સાથે પોતાના વેકેશનની તસવીરો પોસ્ટ કરી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ તસવીરોમાં બંને રોમેન્ટિર સમય એન્જોય કરતા જોવા મળી રહ્યા હતા. તેણે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે તે બંને અત્યારે ડેટિંગ કરી રહ્યા છે અને એકબીજાની સાથે ખુશ છે.
First published:

Tags: Sushmita Sen, લલિત મોદી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો