Home /News /entertainment /સુષ્મિતા સેનનું લલિત મોદી સાથે બ્રેકઅપ? ઇન્સ્ટાગ્રામથી હટાવ્યો અભિનેત્રી સાથેનો પોતાનો ફોટો

સુષ્મિતા સેનનું લલિત મોદી સાથે બ્રેકઅપ? ઇન્સ્ટાગ્રામથી હટાવ્યો અભિનેત્રી સાથેનો પોતાનો ફોટો

લલિત મોદીએ જુલાઇમાં સુષ્મિતા સેન સાથે પોતાના રિલેશનશિપની જાહેરાત કરી હતી (તસવીર - Instagram@lalitkmodi))

Lalit Modi-Sushmita Sen relationship - સુષ્મિતા સેન અને લલિત મોદી ફરી ચર્ચામાં છે. જોકે આ વખતે તે બ્રેકઅપના સમાચારને લઇને ચર્ચામાં આવ્યા

    સુષ્મિતા સેન (Sushmita Sen) અને લલિત મોદી (Lalit Modi) ફરી ચર્ચામાં છે. જોકે આ વખતે તે બ્રેકઅપના સમાચારને લઇને ચર્ચામાં આવ્યા છે. લલિત મોદીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં ફેરફાર કર્યો છે. જેના કારણે લોકો તેના બ્રેકઅપની ચર્ચા કરવા લાગ્યા છે. લલિત મોદીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી લોકોને લાગે છે કે સુષ્મિતા સેને સાથે તેમના સંબંધનો અંત આવી ગયો છે. બન્ને વચ્ચે બ્રેકઅપનું કારણ સુષ્મિતાનો એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલ માનવામાં આવે છે.

    મીડિયા રિપોર્ટ પ્રમાણે લોકોને આવું એટલા માટે લાગી રહ્યું છે કારણ કે લલિત મોદીએ ઇન્સ્ટાગ્રામથી સુસ્મિતા સાથેનો ફોટો હટાવી દીધો છે. હવે તેમના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં સુષ્મિતાનું નામ પણ જોવા મળતું નથી. જોકે બન્નેમાંથી કોઇએ પોતાનો સંબંધ તુટવાની પૃષ્ટી કરી નથી.

    થોડા સમય પહેલા લલિત મોદીએ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ બાયો બદલ્યો હતો. બાયોમાં લખ્યું હતું કે હું પોતાના પ્રેમ સુષ્મિતા સેન સાથે લાઇફની નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું


    થોડા સમય પહેલા લલિત મોદીએ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ બાયો બદલ્યો હતો. બાયોમાં લખ્યું હતું કે હું પોતાના પ્રેમ સુષ્મિતા સેન સાથે લાઇફની નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું. જોકે હવે લલિત મોદીએ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલના બાયોમાંથી સુષ્મિતાનું નામ હટાવી દીધું છે અને પ્રોફાઇલ ફોટો પણ બદલી નાખ્યો છે.

    હવે લલિત મોદીએ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલના બાયોમાંથી સુષ્મિતાનું નામ હટાવી દીધું છે અને પ્રોફાઇલ ફોટો પણ બદલી નાખ્યો છે


    આ પણ વાંચો - સલ્લુની દમદાર ફિલ્મનું ટિઝર રિલીઝ, જલદી જોઇ લો આ VIDEO

    લલિત મોદીએ જુલાઇમાં સુષ્મિતા સેન સાથે પોતાના રિલેશનશિપની જાહેરાત કરી હતી. તેમણે પોતાની એક તસવીર શેર કરતા સુષ્મિતાને પોતાની બેટરહાફ ગણાવી હતી. લલિત મોદી દ્વારા શેર કરાયેલી તસવીરમાં સુષ્મિતા સેન સગાઇની રિંગ પહેરેલી પણ જોવા મળી હતી.

    લલિત મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, પરિવાર સાથે માલદીવ અને સાર્ડિનિયાની ગ્લોબલ ટૂર કરી લંડન પરત ફર્યો છું. મારી બેટરહાફ સુષ્મિતા સેનનો ઉલ્લેખ કર્યા વિના કેવી રીતે રહી શકાય- એક નવી શરૂઆત. આખરે એક નવું જીવન. ચાંદ પર છું.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Sushmita Sen, લલિત મોદી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन