બોલિવૂડ અભિનેતા અજય દેવગન તાજેતરમાં જ પુત્ર યુગ સાથે લાલબાગના રાજાના દર્શને પહોંચ્યો હતો. અજય દેવગન અને યુગની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પાપારાઝી યોગેન શાહે યુગ સાથે અજય દેવગનનો એક વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તમે પિતા-પુત્ર બંનેને સાથે દર્શન માટે જતા જોઈ શકો છો.
વીડિયોમાં જ્યાં અજય દેવગન ઘણા આત્મવિશ્વાસ અને આરામ સાથે આગળ વધી રહ્યો છે, ત્યાં યુગ થોડો અસ્વસ્થ દેખાય રહ્યો છે. વિશાળ ભીડ અને આજુબાજુનું વાતાવરણ જોઈને યુગ થોડો ચોંકી ગયો અને આ તણાવ તેના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે યુગ અને ન્યાસા દેવગનની તસવીરો દરરોજ વાયરલ થતી રહે છે.
અજય દેવગન અને કાજોલ પણ ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના બાળકોની તસવીરો શેર કરતા રહે છે. જો કે બંનેને બોલિવૂડની દુનિયામાં પગ મુકવા માટે હજુ સમય છે પરંતુ તેમ છતાં બંને સ્ટાર કિડ્સનું જોરદાર ફેન ફોલોઈંગ છે. વાયરલ થઈ રહેલા વીડિયોની વાત કરીએ તો યુગ અને અજય દેવગન બંને કુર્તા પાયજામા પહેરેલા જોવા મળ્યા હતા.
અજય દેવગને ડાર્ક બ્લુ કલરનો કુર્તો પહેર્યો હતો, તો યુગ યલો કલરના કુર્તા અને સફેદ પાયજામો પહેરીને લાલબાગના રાજાના દર્શને પહોંચ્યો હતો. ચાહકો અજય દેવગન અને યુગની એક ઝલક જોવા માટે ઉત્સુક દેખાતા હતા અને પંડાલની બહાર ભારે ભીડ જોવા મળી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર