Home /News /entertainment /'લગાન' ફેમ જાવેદ ખાન અમરોહીનું 70 વર્ષની વયે અવસાન, બોલિવૂડમાં શોક

'લગાન' ફેમ જાવેદ ખાન અમરોહીનું 70 વર્ષની વયે અવસાન, બોલિવૂડમાં શોક

અભિનેતા જાવેદ ખાન અમરોહી ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લેતા હતા.

હિન્દી સિનેમામાં પોતાના અભિનયથી લોકોને દિવાના બનાવનાર પ્રતિભાશાળી અભિનેતા જાવેદ ખાન અમરોહીનું નિધન થયું છે. 70 વર્ષની ઉંમરે, જાવેદે 14 ફેબ્રુઆરીએ સવારે અંતિમ શ્વાસ લીધા. પોતાની અભિનય સફરમાં જાવેદે આવી ઘણી ફિલ્મોમાં જબરદસ્ત પાત્રો ભજવ્યા, જે હંમેશા યાદગાર રહેશે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: હિન્દી સિનેમામાં પોતાના અભિનયથી લોકોને દિવાના બનાવનાર પ્રતિભાશાળી અભિનેતા જાવેદ ખાન અમરોહીનું નિધન થયું છે. 70 વર્ષની ઉંમરે, જાવેદે 14 ફેબ્રુઆરીએ સવારે અંતિમ શ્વાસ લીધા. પોતાની અભિનય સફરમાં જાવેદે આવી ઘણી ફિલ્મોમાં જબરદસ્ત પાત્રો ભજવ્યા, જે હંમેશા યાદગાર રહેશે.

ટેલિવિઝન અને ફિલ્મોમાં પોતાના દમદાર અભિનય માટે જાણીતા અભિનેતા જાવેદ ખાન અમરોહી હવે આપણી વચ્ચે નથી. પોતાની અભિનય કારકિર્દીમાં 150 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા જાવેદ ખાન અમરોહીને ખાસ કરીને આમિર ખાનની ફિલ્મ 'લગાન'માં રામ સિંહની ભૂમિકા માટે ઓળખવામાં આવી હતી.

જાવેદ ખાન અમરોહી લગભગ 50 વર્ષથી એક્ટિંગની દુનિયામાં સક્રિય હતા. તેમના અનેક અદ્ભુત પાત્રો દ્વારા તેમણે પોતાની આગવી છાપ છોડી હતી. તેમની અભિનય કારકિર્દીમાં, તેમણે 100 થી વધુ ફિલ્મોમાં અદ્ભુત કામ કર્યું. પરંતુ આમિર ખાનની ફિલ્મ 'લગાન'માં તેણે ભજવેલું રામ સિંહનું પાત્ર ખૂબ જ ફેમસ થયું હતું. અભિનેતાનું મૃત્યુ કયા કારણોસર થયું તે અંગે હાલમાં કંઈ જાણવા મળ્યું નથી. અત્યાર સુધી આ અંગે કોઈ માહિતી સામે આવી નથી. સેલેબ્સ અને ફેન્સ સોશિયલ મીડિયા પર જાવેદ ખાન અમરોહીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

આ પણ વાંચો : Amazon પરથી 12 હજારનું ટૂથબ્રશ મંગાવ્યું, બોક્સ ખોલતાં જ નીકળ્યો મસાલો

શ્રદ્ધાંજલિ આપતા ફિલ્મ સ્ટાર્સ

જાવેદ ખાન અમરોહીએ 'અંદાઝ અપના અપના' અને 'ચક દે ઈન્ડિયા'માં જે પાત્રો ભજવ્યા હતા તેણે પણ તેમને ઘણી પ્રશંસા મેળવી હતી. આ સિવાય જાવેદ ખાન અમરોહીએ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મીડિયા આર્ટ્સમાં એક્ટિંગ ફેકલ્ટી તરીકે પણ કામ કર્યું હતું. મુંબઈમાં જન્મેલા જાવેદના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ સિનેમા જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. 'લગાન'માં તેમની સાથે કામ કરી ચૂકેલા એક્ટર અખિલેન્દ્ર મિશ્રાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર જાવેદની તસવીર શેર કરી અને લખ્યું, 'જાવેદ ખાન સાહબને નમ્ર શ્રદ્ધાંજલિ.'

આ ફિલ્મથી અભિનયની સફર શરૂ કરી

જાવેદ ખાન અમરોહીએ વર્ષ 1973માં ફિલ્મ 'જલતે બદન'થી પોતાની એક્ટિંગ સફરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. પોતાના શાનદાર અભિનયથી તેણે એવા અનેક પાત્રો ભજવ્યા જે યાદગાર બની ગયા. 'નૂરી', 'પસંદ અપની અપની', 'બાઝાર', 'રંગ બિરંગી' જેવી ફિલ્મોમાં તેની અભિનય કુશળતા જોવા મળી હતી. ફિલ્મો સિવાય જાવેદ ખાન અમરોહીએ ઘણી જાણીતી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે, જેમાંથી સિરિયલ 'મિર્ઝા ગાલિબ' પણ એક છે.
First published:

Tags: Bollywood actor, Deaths