આમિર ખાને 'લાલ સિંહ ચઢ્ઢા'ની રિલીઝ ડેટની જાહેરાત કરી.
Laal Singh Chadha Trailer: લાંબા સમય બાદ આમિર ખાન (Aamir Khan) લાલ સિંહ ચઢ્ઢા (Laal Singh Chadha) સાથે સિલ્વર સ્ક્રીન પર વાપસી કરવા માટે તૈયાર છે. અભિનેતાની આ ફિલ્મને લઈને ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત છે. હવે તેમણે આ ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરી છે.
આમિર ખાન (Aamir Khan) અને કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની આતુરતાથી ચાહકો રાહ જોઈ રહ્યા છે. હવે ફિલ્મના ટ્રેલર વિશે રસપ્રદ માહિતી સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર IPLની ફાઈનલ મેચ દરમિયાન રીલીઝ કરવામાં આવશે. આમિર ખાને તેના પ્રોડક્શન હાઉસના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ વિશે એક વીડિયો શેર કર્યો છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, આમિર ખાન પોતાની વાત કહી રહ્યા છે, જ્યારે એક વ્યક્તિ તેને લાલ સિંહ ચઢ્ઢાના ટ્રેલર વિશે પૂછે છે કે, તમે સર લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર ક્યારે બતાવશો. વ્યક્તિના પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે ફિલ્મનું ટ્રેલર 29 મેના રોજ IPLની ફાઈનલ મેચની પ્રથમ ઇનિંગમાં બીજા ટાઈમ આઉટ દરમિયાન રિલીઝ કરવામાં આવશે. પ્રોડક્શન હાઉસે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો અને લખ્યું કે, 'લાલ સિંહ ચઢ્ઢા' ટ્રેલર 29મી મેના રોજ સૌથી વધુ રાહ જોવાતી T20 ક્રિકેટ ફાઈનલ મેચની પ્રથમ ઇનિંગમાં બીજા ટાઈમ આઉટ દરમિયાન રિલીઝ કરવામાં આવશે.
અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં આમિર ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જ્યારે અભિનેત્રી કરીના કપૂર ખાન તેની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં જોવા મળશે. લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મમાં આમિર ખાન, કરીના ઉપરાંત સાઉથના કલાકારો નાગા ચૈતન્ય અને મોના સિંહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
લાલ સિંહ ચઢ્ઢાની સ્ટોરી આ ફિલ્મ 1994માં આવેલી અમેરિકન ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની રિમેક છે. આ ફિલ્મ નાયકની સફરના જુદા જુદા સમયગાળામાં ફેલાયેલી છે. સાથે જ તે દરમિયાન બનેલી કેટલીક રાજકીય ઘટનાઓને પણ ફિલ્મમાં બતાવવામાં આવશે. વાયાકોમ 18 સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત, આ ફિલ્મ સમગ્ર ભારતમાં 100 થી વધુ સ્થળોએ શૂટ કરવામાં આવી છે.
આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થશે તમને જણાવી દઈએ કે, આમિર ખાનની આ ફિલ્મ આ વર્ષે 14 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ મંગળવારે, ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો, એમ કહીને કે લાલ સિંહ ચઢ્ઢા હવે 11 ઓગસ્ટ, 2022 ના રોજ સિનેમાઘરોમાં આવશે. તે જ સમયે, કોવિડ -19 પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને ઘણી વખત ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર