TV પર 'ક્યુકી સાસ ભી કભી બહુ થી' ફરી મળશે જોવા, જુઓ ક્યારથી, કયા સમયે, કઈ ચેનલ પર જોઈ શકાશે
TV પર 'ક્યુકી સાસ ભી કભી બહુ થી' ફરી મળશે જોવા, જુઓ ક્યારથી, કયા સમયે, કઈ ચેનલ પર જોઈ શકાશે
ક્યુકી સાસ ભી કભી બહુ થી સિરીયલ ફરી શરૂ થશે
એકતા કપૂરે (Ekta Kapoor) ક્યુકી સાસ ભી કભી બહુ થી (Kyuki Saas Bhi Kabhi Bahu Thi) ને ફરી શરૂ કરવાની જાહેરાત કરી. સ્ટાર પ્લસ પર 16 ફેબ્રુઆરીથી આ શોનું રિ-રન શરૂ થશે અને ચાહકો આ શો દરરોજ સાંજે 5 વાગ્યે જોઈ શકશે
એકતા કપૂરે 2000ની સાલમાં રિલીઝ કરેલી ટીવી સિરિયલ ક્યુકી સાસ ભી કભી બહુ થી (Kyuki Saas Bhi Kabhi Bahu Thi) ખૂબ જ લોકપ્રિય નીવડી હતી. તે લોકોના દિલમાં વસી ગઈ હતી. તુલસી અને મિહિર (Tulsi and mihir)નું નામ પડતા જ આજે પણ તે સિરિયલનું નામ યાદ આવે છે. 1800 એપિસોડ અને 8 વર્ષ સુધી આ સિરિયલ ચાલી હતી. ત્યારબાદ તે બંધ થઈ ગઇ હતી. જોકે, હવે ક્યુકી સાસ ભી કભી બહુ થી અંગે આનંદના સમાચાર આવ્યા છે.
એકતા કપૂરે (Ekta Kapoor) ક્યુકી સાસ ભી કભી બહુ થી (Kyuki Saas Bhi Kabhi Bahu Thi) ને ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તુલસીની ભૂમિકા ભજવનાર સ્મૃતિ ઇરાનીને પ્રેક્ષકોનું સ્વાગત કરતી જોઇ શકાય છે. સ્ટાર પ્લસ પર 16 ફેબ્રુઆરીથી આ શોનું રિ-રન શરૂ થશે અને ચાહકો આ શો દરરોજ સાંજે 5 વાગ્યે જોઈ શકશે.
એકતાએ પ્રોમો શેર કરતી વખતે લખ્યું હતું કે, પ્રોમોની એક ઝલક જોઈને બધી જૂની યાદો તાજી થઈ ગઈ. આજે, જ્યારે હું પાછળ ફરીને જોઉં છું, ત્યારે મને આ શોને સૌથી પ્રિય બનાવનાર દરેક ક્ષણ યાદ આવે છે ! તેવા જ પ્રેમ સાથે આ સફરમાં ફરી જોડાવ. બુધવારથી દરરોજ સાંજે 5 વાગ્યે, માત્ર સ્ટારપ્લસ પર.
એકતા કપૂર દ્વારા કરાયેલી આ જાહેરાતથી ચાહકો ઉત્સાહિત થઈ ગયા છે. કેટલાક ચાહકોએ એકતાની પોસ્ટના કમેન્ટ સેક્શનમાં જઈ તેઓ કેટલા ઉત્સાહિત છે તે વિશે વાત કરી હતી. એક ચાહકે લખ્યું, વાહ, યાદો તાઝા થઈ ગઈ, એકતા ભગવાન તમને હંમેશા આશીર્વાદ આપે.
અહીં ઉલ્લેખનીય છે કે, કયુકી સાસ ભી કભી બહુ થીમાં તુલસી અને મિહિરની ભૂમિકા સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાય ભજવતા હતા. જો કે, અમરે શો છોડ્યા બાદ તેના સ્થાને રોનિત રોયને મિહિરનો રોલ સોંપવામાં આવ્યો હતો. આ શોમાં મંદિરા બેદી, જયા ભટ્ટાચાર્ય, કેતકી દવે, અપરા મહેતા, કમલિકા ગુહા, અમન વર્મા, હિતેન તેજવાની, મૌની રોય અને સુમિત સચદેવ સહિત અન્ય કલાકારો પણ હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર