કેઇલી જેનરની 'egg' પોસ્ટનો ઇન્સ્ટાગ્રામ પર રેકોર્ડ, અધધ 22 મિલિયન લાઇક

News18 Gujarati
Updated: January 14, 2019, 1:45 PM IST
કેઇલી જેનરની 'egg' પોસ્ટનો ઇન્સ્ટાગ્રામ પર રેકોર્ડ, અધધ 22 મિલિયન લાઇક
કેઇલીએ પોસ્ટ કરેલી ઇંડાની તસવીરને લગભગ 24 કલાકમાં જ 22 મિલિયન લોકોએ લાઇક કરી હતી

કેઇલીએ પોસ્ટ કરેલી ઇંડાની તસવીરને લગભગ 24 કલાકમાં જ 22 મિલિયન લોકોએ લાઇક કરી હતી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: હોલિવૂડ અભિનેત્રી અને રિયાલિટી સ્ટાર્સ કેઇલી જેનરે ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી ઇંડાની તસવીરે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. કેઇલીએ પોસ્ટ કરેલી ઇંડાની તસવીરને લગભગ 24 કલાકમાં જ 22 મિલિયન લોકોએ લાઇક કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર આટલી મોટી સંખ્યામાં લોકોએ કોઇ પોસ્ટ લાઇક કરી હોય તેવું પહેલીવાર બન્યું છે.

જોકે, કેઇલીએ મૂકેલી ઇંડાની તસવીરમાં કંઇ ખાસ નથી, તેમ છતાં દુનિયાભરમાંથી 22 મિલિયન લોકોએ આ તસવીરને લાઇક કરી છે. સાથે જ આ તસવીરે કેઇલી જેનરની 'બર્થ એનાઉનસમેન્ટ'વાળી પોસ્ટનો રેકોર્ડ પણ તોડ્યો છે.



આ રેકોર્ડ સાથે જ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડીંગ તસવીરો અને વાયરલ પોસ્ટ અંગે ફરી ચર્ચા છેડાઇ છે. શું વિશ્વમાં ઇંડા પસંદ કરનારા કે ખાનારાઓની સંખ્યા વધી રહી છે? અથવા સોશિયલ મીડિયામાં લોકો શું વિચારીને પોસ્ટ લાઇક કરે છે? જેવા અનેક મુદ્દે ચર્ચાઓ થઇ રહી છે.



 




View this post on Instagram




 

Take that little egg


A post shared by Kylie (@kyliejenner) on




સોશિયલ મીડિયામાં કેઇલી જેનરની ઇંડાવાળી પોસ્ટ #LikeTheEgg #EggSoldiers #EggGang સાથે વાયરલ થઇ રહી છે. ઉપરાંત કેઇલીના ફેન્સ તેને આ રેકોર્ડ બદલ અભિનંદન પણ પાઠવી રહ્યાં છે.
First published: January 14, 2019, 1:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading