Home /News /entertainment /

લગ્ન બાદ ફ્લાઇટમાં Ex BF કુશાલ ટંડનથી ભટકાઇ ગૌહર, એક્ટર બોલ્યો- હાય કિસ્મત...

લગ્ન બાદ ફ્લાઇટમાં Ex BF કુશાલ ટંડનથી ભટકાઇ ગૌહર, એક્ટર બોલ્યો- હાય કિસ્મત...

ફ્લાઇટમાં અનાયાસે મળી ગયા કુશાલ અને ગૌહર

લગ્નનાં બે દિવસ બાદથી જ ગૌહર ખાન (Gauahar Khan Wedding) તેનાં કામ પર નીકળી ગઇ છે. હાલમાં જ ગૌહર એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયો હતો. હવે ગૌહર ખાન તેનાં એક્સ બોયફ્રેન્ડ કુશાલ ટંડન (Kushal Tandon)નો એક વીડિયો શેર કર્યો છે. જે દ્વારા તેણે ગૌહરને લગ્નની શુભેચ્છાઓ પાઠવી છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ 7ની વિનર અને બોલિવૂડ એક્ટ્રેસ ગૌહર ખાન (Gauahar Khan)એ ગત 25 ડિસેમ્બરનાં બોયફ્રેન્ડ ઝૈદ દરબાર (Zaid Darbar) સાથે લગ્ન કરી લીધા છે. એક્ટ્રેસનાં લગ્નમાં ઘણાં સેલિબ્રિટીઝ હાજર રહ્યાં હતા. પણ લાગે છે કે, ગૌહર ખાન લગ્ન બાદ પણ તેનાં કામમાં વ્યસ્ત છે. જેથ તેની પાસે હનીમૂન પર જવાનો સમય નથી. લગ્નનાં બે દિવસ બાદ જ ગૌહર કાન (Gauahar Khan Wedding) તેનાં કામ પર નીકળી ગઇ છે. હાલમાં જ ગૌહર એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

    હવે ગૌહરનાં એક્સ બોયફ્રેન્ડ અને બિગ બોસમાં તેનાં સાથે રહી ચુકેલાં કુશાલ ટંડન (Kushal Tandon)ને એક વીડિયો શેર કર્યો છે. જે દ્વારા તે ગૌહરને લગ્નની શુભેચ્છાઓ પાઠવતો નજર આવી રહ્યો છે. ખરેખરમાં, ગોહર ખાન જે ફ્લાઇટમાં જતી હતી ઇત્તેફાકથી તે જ ફ્લાઇટમાં કુશાલ ટંડન પણ હતો. એવામાં કુશાલે ગૌહર સાથે કેટલાંક વીડિયો બનાવ્યા છે. જે તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યા છે. આ વીડિયોમાં ગૌહર અને કુશાલ નજર આવી રહ્યાં છે.




    વીડિયો શેર કરતાં જ કુશાલ ટંડને આ ઘટનાને હસીન ઇત્તેફાક જણાવ્યું છે. વીડિયોમાં કુશાલ કહે છે કે, 'હું ક્યાક જવા ટ્રાવેલ કરી રહ્યો હતો અને ઇત્તેફાકથી મને મારી એક જુની મિત્ર મળી ગઇ. જેનાં હાલમાં જ લગ્ન થયા છે. લાગે છે કદાચ મારે તેને ખરેખરમાં લગ્નની શુભેચ્છાઓ આપવી જોઇએ. હાય મારી કિસ્મત.'




    વીડિયોમાં ગૌહર અને કુશાલ સાથે નજર આવે છે. બંને હવે અસલ જીવનમાં ઘણાં આગળ વધી ગયા છે. બિગ બોસ સમયે તેમની જોડી ચર્ચામાં હતી. બંની વચ્ચે શો દરમિયાન પ્રેમ હતો જે બાદ તેમણે પબ્લિકલી તેમનાં સંબંધો પણ સ્વીકાર્યા હતાં. જોકે તેમનો સંબંધ લાંબો ટક્યો ન હતો. અને તેઓ અલગ થઇ ગયા હતાં.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Gauahar Khan

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन