Home /News /entertainment /Video : ટીવીની આ સંસ્કારી વહુએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, એકલો ટોવેલ પહેરીને કર્યો બોલ્ડ ડાન્સ
Video : ટીવીની આ સંસ્કારી વહુએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, એકલો ટોવેલ પહેરીને કર્યો બોલ્ડ ડાન્સ
શ્રદ્ધા આર્યાનો લેટેસ્ટ વીડિયો વાયરલ
શ્રદ્ધા આર્યાનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ એકલો ટોવેલ લપેટીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. શ્રદ્ધાનો આ બિન્દાસ અવતાર જોઇને ફેન્સનું મગજ ચકરાવે ચડ્યુ છે. તેવામાં આ વાયરલ થઇ રહેલા વીડિયો પર યુઝર્સ જોરદાર કોમેન્ટ્સ કરી રહ્યાં છે.
Shraddha Arya Video: કુંડલી ભાગ્યની લીડ એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે અવારનવાર પોતાનો કોઇને કોઇ વીડિયો અથવા ફોટો શેર કરતી રહે છે. આ વખતે પણ શ્રદ્ધા આર્યાએ પોતાના લેટેસ્ટ વીડિયો સાથે પોતાનો જલવો બતાવ્યો છે. ફરી એકવાર શ્રદ્ધા આર્યા ટોવેલ પહેરીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેના આ વીડિયોને ઇન્ટરનેટ પર ખૂબ જોવામાં આવી રહ્યો છે.
શ્રદ્ધા આ વીડિયોમાં પોતાની સંસ્કારી વહુની ઇમેજને તોડતી જોવા મળી રહી છે. શ્રદ્ધા આ વીડિયોમાં એકદમ હોટ લાગી રહી છે. શ્રદ્ધાનો આ લેટેસ્ટ અંદાજ તમને પણ તેના ફેન બનાવી દેશે. આ વીડિયોને બનાવતા શ્રદ્ધાએ લખ્યું કે જ્યારે બોસ તમને પૂછે કે તુ સવારે મોડી કેમ આવે છે? તે બાદ શ્રદ્ધા વીડિયોમાં પિંક ટોવેલમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.
તે બાદ વ્હાઇટ પ્રિન્ટ વાળા બ્લૂ ડ્રેસમાં તે પોતાનો ગ્લેમરસ અંદાજ બતાવી રહી છે. પોતાના ફિલ્મી અંદાજ સાથે શ્રદ્ધા બતાવી રહી છે કે કેવી રીતે તેના પર ફિલ્મી ભૂત ચડેલુ છે. એવું લાગે છે કે આ તેના ઘરનો બેડરૂમ છે, જ્યાં તેણે ઇન્સ્ટાગ્રામ રીલ વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં શ્રદ્ધા પોતાની એક્ટિંગની સાથે ડાન્સ સ્કિલ્સ પણ બતાવી રહી છે.
શ્રદ્ધાને તેના આ વીડિયો પર 1 કરોડથી વધુ લાઈક્સ મળ્યા છે. સેલેબ્સની સાથે ફેન્સ પણ શ્રદ્ધાના આ વીડિયો પર ફાયર અને હાર્ટ ઇમોજીસ શેર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે શ્રદ્ધા આર્યાને ઈન્સ્ટાગ્રામ પર 5.7 મિલિયન લોકો ફોલો કરે છે.
તેણીએ અત્યાર સુધીમાં 1500 થી વધુ પોસ્ટ શેર કરી છે. શ્રદ્ધા રિયલ લાઈફમાં ખૂબ જ હોટ અને સ્ટાઇલિશ છે. તેણે બિકીનીમાં તેની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કરી છે. શ્રદ્ધા દરેક એપિસોડથી 2 થી 3 લાખ કમાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર