'લૂટકેસ'નું ટ્રેલર લોન્ચ, 31 જૂલાઇનાં હોટસ્ટાર પર થશે રિલીઝ

News18 Gujarati
Updated: July 16, 2020, 5:27 PM IST
'લૂટકેસ'નું ટ્રેલર લોન્ચ, 31 જૂલાઇનાં હોટસ્ટાર પર થશે રિલીઝ

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: કોરોનાનાં આ સમયમાં લોકો ઘરમાં કંટાળી રહ્યાં છે. ત્યારે લોકોને હસાવવાં કોમેડી ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મનું નામ છે 'લૂટકેસ' જ્યાં ફિલ્મનાં હિરોને પૈસા ભરેલી બેગ એક આદમીના હાથે લાગે છે. ફિલ્મ લૂટકેસ 31 જુલાઈ 2020ના દિવસે ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે.

દર્શકો લૂટકેસની દૂનિયાની એક ઝલક મેળવવા માટે ટ્રેલરની આતુરતા રાહ જોઈ રહ્યા હતા. અને અંતે ફોક્સ સ્ટાર ઈંન્ડિયાએ પોતાના સોશિયલ મીડિયા પર ટ્રેલરની લિંક શેર કરી છે. જેમાં લખ્યુ હતું કે લૂટકેસ ક્યા દિવાનાના નસીબ બદલશે ? જાણવા માટે જૂઓ લૂટકેસનું ટ્રેલર..કૃણાલ ખેમૂએ ટ્રેલરના રિલીઝની સાથે સાથે એક મનોકંજક વીડિયો પણ શેર કર્યો છે. એક્ટરે ટ્રેલર શેર કર્યું હતું જેમાં લખ્યું હતું કે બધા કહી રહ્યા છે આ બેગમાં કંઈ ગડબડ છે. #LootcaseTrailer out now, movie out on 31st July! #lootcase. આ ફિલ્મમાં કૃણાલ ખેમુ મુખ્ય એક્ટરની ભૂમિકામાં છે.

ફિલ્મમાં કૃણાલ ખેમૂની સાથે રસિકા દુગલ, રણવીર શૌરી, વિજય રાવ અને ગજરાજ રાવ છે. ફિલ્મ રાજેશ કૃષ્ણન દ્વારા નિર્દેશીત કરવામાં આવે છે. અને ફોક્સ સ્ટાર સ્ટુડિયો તથા સોડા ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. રાજેશ કૃષ્ણન અને કપિલ સાવંત દ્વારા ફિલ્મની વાર્તા લખવામાં આવી છે.
Published by: Margi Pandya
First published: July 16, 2020, 5:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading