Home /News /entertainment /'કુમકુમ'નાં હિરો પર 141 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાનો આરોપ, થઇ ધરપકડ
'કુમકુમ'નાં હિરો પર 141 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાનો આરોપ, થઇ ધરપકડ
અનુજ સક્સેના છેતરપીંડીનાં આરોપમાં જેલ ભેગો
અનુજની કંપની એલ્ડર ફાર્માસ્યુટિકે એક સ્કીમ બહાર પાડી હતી, જેમાં લગભગ 24,000 ઈન્વેસ્ટર્સ તથા કંપનીએ પૈસા રોક્યા હતા. આ જ રીતે અંદાજે ૧૭૫ કરોડ રૂપિયા ભેગા થયા હતા અને પછી પરત આપવાની ના પાડી દીધી હતી. અનુજે આ કેસમાં તપાસ કરતાં અટકાવવા માટે કોર્પોરેટ અફેર્સના DG બી કે બંસલને ૯ લાખ રૂપિયાની લાંચ આપી હતી. આ વાતની જાણ થતાં બંસલની CBIએ ધરપકડ કરી હતી. થોડાં દિવસ બાદ બંસલની પત્ની તથા દીકરીએ આત્મહત્યા કરી હતી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીની સુપ્રસિદ્ધ સિરિયલો 'કુસુમ' અને 'કુમકુમ'માં લિડ રોલ અદા કરનારા એક્ટર અનુજ સક્સેના (Anuj Saxena)ની મુંબઈ પોલીસ (Mumbai Police)ની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (Economic Offences Wing - EOW)એ ગુરુવારે રાત્રે એટલે કે ૨૯ એપ્રિલના રોજ ધરપકડ લીધી છે. અનુજ સક્સેના પર રોકાણકારોના 141 કરોડ રૂપિયા પડાવી લેવાનો આરોપ છે. આપને જણાવી દઇએ કે આમ તો આ કેસ નવ વર્ષ જૂનો છે. ઇકોનોમિક ઓફેન્સ વિંગએ ફાર્મા કંપની COO અંગે તપાસ કરવા માટે અને આ કંપનીમાં તેની ભૂમિકા તપાસવાં માટે અનૂજની ધરપકડની માગણી કરી હતી.
અનુજ સક્સેનાના કેસની સુનાવણી કરતાં વિશેષ ન્યાયાધીશ અભિજીત નંદગાંવકરે કહ્યું હતું કે, અનુજ આ ફાર્મા કંપનીમાં COOની પોસ્ટ પર છે. તેનો અર્થ એ થયો કે તે કથિત રીતે છેતરપિંડી અંગે જાણતો હતો. ન્યાયાધીશે કહ્યું હતું કે, તપાસ દરમિયાન આ વાતની માહિતી મેળવી શકાય તેથી તેને સોમવાર સુધી EOWની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. જોકે, અનુજે એમ કહીને વિરોધ કર્યો હતો કે તે એક ડોક્ટર છે અને તેની કંપની કિટ તથા સેનિટાઈઝર બનાવે છે, જે કોરોનાનાં આ આપાતકાલિન સમયમાં જરૂરી વસ્તુ છે. એટલે તેની ધરપકડ કરવામાં ન આવે.
શું છે આખો મામલો?
એક્ટર અનુજ સક્સેના પર છેતરપિંડી તથા અપરાધિક ષડયંત્રનો કેસ કરવામાં આવ્યો છે. આ કેસ એક રોકાણકારે દાખલ કર્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૨માં કંપનીમાં રોકાણ કરવાથી લાભદાયક રિટર્નનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. મેચ્યોરિટી ૨૦૧૫માં થતા જમા રાશિ પર કંપનીએ કોઈ જવાબ આપ્યો નહીં. અનુજ સક્સેનાએ લેખિતમાં ગેરંટી આપી હતી કે, આ રાશિ પરત કરી દેવામાં આવશે. જોકે, રોકાણકારોને પૈસા આપવામાં આવ્યા નહીં. અનુજે દાવો કર્યો હતો કે, તેને વર્ષ ૨૦૧૫માં કંપનીનો COO બનાવવામાં આવ્યો હતો અને તે પહેલાંની લેવડ-દેવડ અંગે તેને કોઈ માહિતી નથી.
અનુજની કંપની એલ્ડર ફાર્માસ્યુટિકે એક સ્કીમ બહાર પાડી હતી, જેમાં લગભગ 24,000 ઈન્વેસ્ટર્સ તથા કંપનીએ પૈસા રોક્યા હતા. આ જ રીતે અંદાજે ૧૭૫ કરોડ રૂપિયા ભેગા થયા હતા અને પછી પરત આપવાની ના પાડી દીધી હતી. અનુજે આ કેસમાં તપાસ કરતાં અટકાવવા માટે કોર્પોરેટ અફેર્સના DG બી કે બંસલને ૯ લાખ રૂપિયાની લાંચ આપી હતી. આ વાતની જાણ થતાં બંસલની CBIએ ધરપકડ કરી હતી. થોડાં દિવસ બાદ બંસલની પત્ની તથા દીકરીએ આત્મહત્યા કરી હતી.
જોકે, આ કેસની સુનાવણી દરમિયાન અનુજે દિલ્હી કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. દિલ્હી હાઈકોર્ટે અનુજને 17 ફેબ્રુઆરી, 2017 સુધી સરેન્ડર કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ તે વિશેષ ન્યાયાધીશ ગુરદીપ સિંહની સામે હાજર થયો હતો.
અનુજ સક્સેનાનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે કુસુમ અને કુમકુમ ઉપરાંત તેમે રિશ્તો કી ડોર, કુછ પલ સાથ તુમ્હારા, ડોલી સજા કે રખના, સારા આકાશ, સોલહ શ્રૃંગાર સિરિયલમાં કામ કર્યું છે. તે વર્ષ 2008માં ટીવી શો કુછ ઈસ તરહમાં જોવા મળ્યો હતો. ફિલ્મોની વાત કરીએ તો તેણે 'પરાઠેવાલી ગલી', 'ચેઝ', 'લિપ્સઝ ધ કિસ ઓફ ડેથ'માં કામ કર્યું છે. જોકે, અનુજની કોઈપણ ફિલ્મ તેટલી હીટ રહી નહોતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર