B'Day Special: એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસોઝા બનવા માંગતી હતી એર હોસ્ટેસ

B'Day Special: એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસોઝા બનવા માંગતી હતી એર હોસ્ટેસ
ક્રિસ્ટલ ડિસોઝા, ટીવી એક્ટ્રેસ

'એક હજારો મેં મેરી બહના હૈ' સીરિયલમાં કરણ ટેકર (Karan Tekar) સાથે તેની કેમિસ્ટ્રી ચર્ચાસ્પદ રહી હતી. બાદમાં આ સિરિયલ ઘણા એવોર્ડ પણ પોતાના નામે કર્યા. રિપોર્ટ્સ મુજબ, બંને રીયલ લાઈફમાં એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'એક હજારો મેં મેરી બહના હૈ' ટીવી સિરિયલની એક્ટ્રેસ ક્રિસ્ટલ ડૉસીઝનો (Krystile dsouza Birthday) આજે જન્મ દિવસ છે. તેનો જન્મ 1 માર્ચ, 1990ના રોજ થયો હતો. તેણે વર્ષ 2011માં ટીવી સિરિયલ 'એક હજારો મેં મેરી બહના હૈ'માં જીવીકાનું પાત્ર ભજવ્યું હતું. તે પોતાના કોલેજકાળ દરમિયાન જ એક્ટિંગ કરિયરમાં એક્ટિવ થઇ ગઈ હતી. તેણે વર્ષ 2007માં કહે ના કહે, ક્યાં દિલ મેં હૈ તેમજ 2008માં કસ્તૂરી અને કિસ દેશ મેં હૈ મેરા દિલમાં કામ કર્યું છે.

    'એક હજારો મેં મેરી બહના હૈ' સીરિયલમાં કરણ ટેકર (Karan Tekar) સાથે તેની કેમિસ્ટ્રી ચર્ચાસ્પદ રહી હતી. બાદમાં આ સિરિયલ ઘણા એવોર્ડ પણ પોતાના નામે કર્યા. રિપોર્ટ્સ મુજબ, બંને રીયલ લાઈફમાં એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પરંતુ થોડા સમય બાદ બંનેનું બ્રેકઅપ થઇ ગયું. આ શો બાદ ક્રિસ્ટલ ડિસોઝા (Krystile dsouza) એક નઈ પહેચાન શોમાં પણ દેખાઈ. ઉપરાંત બ્રહ્મરાક્ષસ અને બેલન વાલી બહુમાં પણ કામ કર્યું.



    હવે ક્રિસ્ટલ ડિસોઝા વેબ સિરીઝ અને ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. 2018માં તે ALT Balajiની વેબ સિરીઝ ફિતરતમાં દેખાઈ હતી. તો બીજી તરફ તેની ફિલ્મ ચેહરે જલ્દી જ રિલીઝ થવા જય રહી છે.

    બનવા માંગતી હતી એર હોસ્ટેસ- ક્રિસ્ટલ ડિસોઝા શરૂઆતમાં એક્ટ્રેસ નહીં પરંતુ એર હોસ્ટેસ બનવા માંગતી હતી. જોકે, તે ટીવી શો જોવાની શોખીન હતી.

    ક્રિસ્ટલને શોપિંગ વિદેશમાં અને સ્ટ્રીટ શોપિંગ કરવી ખુબ પસંદ છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેને ઠંડીના મોસમના કપડાં ખુબ પસંદ છે. સાથે જ તેને હેન્ડબેગ્સનો પણ શોખ છે. એટલું જ નહીં તે મુંબઈના રસ્તાઓ પણ શોપિંગ કરે છે. જોકે, તેને સાડી પહેરવી બિલકુલ પસંદ નથી.

    મોટાભાગની એક્ટ્રેસ આમ તો ડાયટ ચાર્ટને ચુસ્તપણે અનુસરતી હોય છે. પરંતુ ક્રિસ્ટલ ડીસોઝાને જંક ફૂડ ખાવું ખુબ પસંદ છે. સાથે જ તે સોશ્યલ મીડિયા એડિક્ટ છે. તે મોબાઈલ વિના નથી રહી શકતી.

    ક્રિસ્ટલને ગોવા ખુબ પસંદ છે. તે પોતાના કામમાંથી ફ્રી થઈને ગોવા જવાનું નથી ચૂકતી. તેની માતા તેને પ્રેમથી બબલી કહીને બોલાવે છે, જ્યારે કેટલાક લોકો કિટ્ટુ કહે છે.
    Published by:Margi Pandya
    First published:March 01, 2021, 12:30 pm

    ટૉપ ન્યૂઝ