સોની ટીવી પર કપિલની જગ્યા લીધી ભારતી-કૃષ્ણાએ, મળ્યો કપિલનો સ્લોટ
સોની ટીવી પર કપિલની જગ્યા લીધી ભારતી-કૃષ્ણાએ, મળ્યો કપિલનો સ્લોટ
ફેસબૂક લાઇવ દરમિયાન ભારતી પણ હાજર હતી. તેણે કપિલ વિશે કહ્યું હતું કે, કપિલને માફ કરી દેવો જોઇએ તેણે આપણને લાંબા સમય સુધી એન્ટરટેઇન કર્યો છે. અને ભૂલો ત્યારે થાય છે જ્યારે કોઇ હોશમાં નથી
ફેસબૂક લાઇવ દરમિયાન ભારતી પણ હાજર હતી. તેણે કપિલ વિશે કહ્યું હતું કે, કપિલને માફ કરી દેવો જોઇએ તેણે આપણને લાંબા સમય સુધી એન્ટરટેઇન કર્યો છે. અને ભૂલો ત્યારે થાય છે જ્યારે કોઇ હોશમાં નથી
મુંબઇ: કપિલ શર્મા અને તેનાં શોને લઇને વિવાદ બંધ થવાનું નામ જ નથી લેતા. 'ફેમિલી ટાઇમ વિથ કપિલ' શરૂ થયાનાં ત્રણ અઠવાડિયામાં જ ઓફ એર થઇ ગયો. શોનો કોન્સેપ્ટ લોકોને પસંદ ન પડ્યો તો સાથે સાથે કપિલની માનસિક સ્થિતિ પણ બરાબર ન હોવાથી મેકર્સે શો બંધ કરવાનો નિર્ણય કરી લીધો છે. એટલું જ નહીં તેમણે કપિલની જગ્યાએ કૃષ્ણા અને ભારતીને આ સ્લોટ આપવાનું વિચારી લીધુ છે.
'ફેમિલી ટાઇમ વિથ કપિલ'ની જગ્યા ચેનલ તેમનાં કોમિક રાઇવલ કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહને નવો શો આપી રહ્યાં છે. આ વાતની પુષ્ટિ કૃષ્ણાએ પોતે કરી છે. એક ચેનલને ફેસબૂક લાઇવ દરમિયાન કપિલ વિશે કહ્યું હતું કે, મને કપિલથી સાચે પ્રેમ છે. આજે ઇન્ડિયામાં નંબર વન સ્ટેન્ડઅપ કોમેડિયન છે. તે ખુબ સારુ કામ કરે છે. અને હું તેને ખરેખરમાં પ્રેમ કરુ છું.
કૃષ્ણાએ વધુમાં કહ્યું કે, હું ઇચ્છુ છુ કે તે જલદી સાજો થઇ જાય. મે તેનાં માટે દુવાઓ પણ કરી હતી. મે કપિલને મેસેજ કર્યો હતો. મે તારા માટે દુવા માંગી છે અને હું ઇચ્છુ છુ કે તમે પરત આવો. કારણ કે તે ખુબજ પ્રતિભાશાળી વ્યક્તિ છે. તેને થોડા ટાઇમની જરૂર છે. જે બાદ તે આખી દુનિયાને એન્ટરટેઇન કરશે.
ફેસબૂક લાઇવ દરમિયાન ભારતી પણ હાજર હતી. તેણે કપિલ વિશે કહ્યું હતું કે, કપિલને માફ કરી દેવો જોઇએ તેણે આપણને લાંબા સમય સુધી એન્ટરટેઇન કર્યો છે. અને ભૂલો ત્યારે થાય છે જ્યારે કોઇ હોશમાં નથી હોતું. તે ઘણો પરેશાન છે. અને મને લાગે છે કે તેને હાલમાં આરામની જરૂર છે. મને વિશ્વાસ છે કે જ્યારે તે આવશે ત્યારે તેની સામે કોઇ ટકી નહીં શકે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર