આર્યન ખાન ડ્રગ કેસ: ક્રુષ્ણા અભિષેક, કશ્મેરા શાહે કહ્યુ, 'બધું ઝડપી ઠીક થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છીએ'

આર્યન ખાન અને શાહરૂખ ખાન (ફોટો - ઈન્સ્ટાગ્રામ)

કથિત ડ્રગ કેસમાં આર્યન ખાનની ધરપકડ વચ્ચે સેલિબ્રિટી કપલ ક્રુષ્ણા અભિષેક અને કશ્મેરા શાહ શાહરૂખ ખાનના સમર્થનમાં આવ્યા હતા

 • Share this:
  પાપારાઝી સાથે વાત કરતાં કશ્મેરા શાહે કહ્યું હતું કે, જે બન્યું છે તે 'દુ:ખદ' છે અને ક્રુષ્ણા અભિષેકે ઉમેર્યું હતું કે તેઓ ટૂંક સમયમાં બધું ઠીક થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

  કથિત ડ્રગ કેસમાં આર્યન ખાનની ધરપકડ વચ્ચે સેલિબ્રિટી કપલ ક્રુષ્ણા અભિષેક અને કશ્મેરા શાહ શાહરૂખ ખાનના સમર્થનમાં આવ્યા હતા. બોલિવૂડ કિંગ અને ગૌરી ખાનના મોટા પુત્રની 3 ઓક્ટોબરે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ કોર્ડેલિયા ક્રૂઝ શિપમાંથી ધરપકડ કરી હતી અને હાલમાં તે આર્થર રોડ જેલમાં બંધ છે અને દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આ મામલો 20 ઓક્ટોબરે ઓર્ડર માટે પોસ્ટ કર્યો હોવાથી તે ઓછામાં ઓછા ત્રણ દિવસ ત્યાં જ રહેશે.

  શનિવારે પાપારાઝી સાથે વાત કરતાં કશ્મેરાએ કહ્યું હતું કે, જે બન્યું છે તે 'દુ:ખદ' છે અને ક્રુષ્નાએ ઉમેર્યું હતું કે તેઓ ટૂંક સમયમાં બધું ઠીક થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. " તેના માતાપિતા કેટલા ચિંતિત હશે. હું ફક્ત એટલું જ ઇચ્છું છું કે બધું બરાબર થાય." કશ્મેરાએ કહ્યું.

  ક્રુષ્નાએ વધુમાં કહ્યું, "બસ અમે એટલુ જ ઈચ્છીએ છીએ કે જલ્દીથી બધુ સોલ્વ થાય અને આર્યનને કોઈ વસ્તુની તકલીફ ના પડે. અમારી સહાનુભૂતિ તેમની સાથે છે અને અમે ઇચ્છીએ છીએ કે શાહરૂખ ભાઈને વધારે ટોર્ચર અને તકલીફ ન આપવામાં આવે.

  આ પણ વાંચો - B'Day: મિલ્ખા સિંહના માતા-પિતા અને 7 ભાઈ-બહેનોના ભાગલા સમયે મોત થયા, પેટ ભરવા જૂતા પોલીસ કરતા

  મહત્વનુ છે કે, આર્યનના કબજામાંથી કોઈ ડ્રગ્સ મળ્યું ન હોવા છતાં તેના પર તેના પર રોજ ડ્રગ્સ લેતો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. NCBએ NDPSની વિશેષ અદાલતને જણાવ્યું હતું કે તેમની વોટ્સએપ ચેટ 'શંકાસ્પદ' હતી અને 'મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સંબંધિત ષડયંત્ર' તરફ ઇશારો કરે છે. આર્યનનો સહ-આરોપી અરબાઝ મર્ચન્ટનો વોટ્સએપ મેસેજ છે જેમાં લખ્યું છે કે 'ચાલો ધડાકો કરીએ,'(‘let’s have a blast’.)
  Published by:kiran mehta
  First published: