The Kapil Sharma Show: કૃષ્ણા અભિષેકે શોની વચ્ચે કહ્યું BYE, કપિલનો જીવ થયો અદ્ધર

કૃષ્ણા અભિષેક અને કપિલ શર્મા

ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show) દરમિયાન આ અઠવાડિયે કૃષ્ણા અભિષેક (Krushna Abhishek)એ આ વાતની જાહેરાત કરી દીધી છે કે, તે આ શોનો ભાગ બની રહેવા નથી માંગતો

 • Share this:
  મુંબઇ: ધ કપિલ શર્મા શો ટીવીનો તે શો છે જેમાં દર અઠવાડિયે નવાં નવાં ફિલ્મ સ્ટાર્સ આવે છે અને ખુબ બધી મસ્તી મજાક થાય છે. લોકો પેટ પકડીને હંસે છે. શોમાં કામ કરનારા પણ એટલી જ રમૂજથી લોકોને હસાવવાં પોતાનો જીવ રેડી દે છે. આ અઠવાડિયે શોમાં રેમો ડિસૂઝા તેની ટીમ સાથે આવવાનો છે. આ અઠવાડિયાનો શો મજેદાર રહેશે પણ શોમાં આ વખતે કૃષ્ણા અભિષેક કપિલ શર્માનો જીવ અદ્ધર કરી દે છે. ચાલુ શો દરમિયાન તે શો છોડી દેવાની વાત કરે છે.

  ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show) દરમિયાન આ અઠવાડિયે કૃષ્ણા અભિષેક (Krushna Abhishek)એ જાહેરાત કરી દીધી છે કે તે આ શોનો ભાગ બનવાં નથી માંગતો. જેમ આ ખબર વાયરલ થઇ છે તેમ શોનાં ફેન્સને આચકો લાગ્યોછે. જો તમે પણ આ વાતથી દુખી છો તો જણાવી દઇએ કે, કૃષ્ણા સાચેમાં શો છોડીને જાય છે કે નથી જતો તેનો પ્રોમો વીડિયો સામે આવ્યો છે.
  આ વીડિયોમાં કૃષ્ણા અભિષેક સપનાનાં કિરદારમાં ડાન્સ કરતાં એન્ટ્રી લે છે. અને આ દરમિયાન સપના શો પર જેમ રેમો ડિસૂઝાને જોવે છે તે તેમની પાસે જાય છે અને જતા પહેલાં તમામ ગેસ્ટને એક એક કરીને બાય કરે છે. તેનાં પર કપિલ કહે છે બાય કેમ કરે છે.. તેમની સાથે વાત નહીં કરે.. તેનાં પર સપના કહે છે, આટલાં બધા ગેસ્ટ કોઇ બોલાવે ખરા..

  કામ ન આપવા મામલે તે રેમોની મજાક પણ ઉડાવે છે. સપના કહે છે કે રેમો સર, હું તમારા પર એક બૂક લખીશ.. જેનો નામ હશે. .ડાન્સ કા ડેમો, ડિસૂઝા કા રેમો.. જેનાં પર કપીલ કહે છે .. તું શું લખીશ.. તને એમનાં વિશે કંઇ ખબર છે ખરા. જેનાં જવાબમાં સપના કહે છે.. એનાં વિશે કોને નથીખબર.. નવાં નવાં યુવકોને ટીવીમાં સ્ટાર બનાવે છે.. ફિલ્મોમાં સ્ટાર બનાવે છે...

  દેશનાં ખુણા ખુણાનાં યુવકોને સ્ટાર બાવ્યાં.. પણ તેમની જ બિલ્ડિંગમાં એક યુવક રહે છે તેને ક્યારેય કામ ન આપ્યું. કૃષ્ણા મજાકિયા અંદાજમાં તેની વાત કરે છે. અને કહે છે કે તે અને રેમો એક જ બિલ્ડિંગમાં રેહ છે છતાં પણ હજુ સુધી ક્યારેય રેમોએ તેને કોઇ કામ ઓફર કર્યુ નથી.
  Published by:Margi Pandya
  First published: