આમિરની મહાભારત પહેલા કોહલી બનાવશે રામાયણ, આવી હશે સ્ટાર કાસ્ટ

કૃણાલ કોહલી પોતાના જીવનની મહત્વની યોજના 'રામાયણ' નવા અંદાજમાં લાવવા માટે ઘણાં ઉત્સાહિત છે

 • Share this:
  ડાયરેક્ટર કૃણાલ કોહલી ક્ટિંગ કર્યા પછી ફરીથી ડાયરેક્શનમાં આવવાના છે. આ વખતે કૃણાલનો નવો પ્રોજેક્ટ છે રામાયણ. હમ-તુમ અને ફના જેવી હિટ ફિલ્મો બનાવનાર કૃણાલ કોહલી પોતાના જીવનની મહત્વની યોજના 'રામાયણ' નવા અંદાજમાં લાવવા માટે ઘણાં ઉત્સાહિત છે. તેમનું કહેવું છે કે, 'હું રામાયણને નવી રીતે બતાવીશ. તેનું ખાસ કારણ એ છે કે રામાયણના ચરિત્રો અને સંદેશાઓની જરૂર પહેલા કરતાં અત્યારે વધારે છે.'

  તેમણે કહ્યું, 'આપણે એવા સમયમાં જીવી રહ્યાં છે જ્યારે રામાયણના મૂલ્યોની જરૂર સૌથી વધારે અનુભવાઇ રહી છે. તેમણે કહ્યું કે હું ફિલ્મ માટે મોટા એક્ટરોને નહીં કાસ્ટ કરૂં કૃણાલ આ ફિલ્મ માટે તમામ નવા કલાકારોની શોધમાં છે. પોપ્યુલર સ્ટારને લેવા પાછળ તે કારણ દર્શાવે છે કે લોકો પૌરાણિક કથાઓમાં જલ્દી સુપરસ્ટારને કનેક્ટ નથી કરી શકતાં.

  આ ફિલ્મમાં 'રામાયણ'ની કેટલીક ઘટનાઓને બતાવાશે, કારણ કે આખી રામાયણ દર્શાવવી સંભવ નથી. તેમણે કહ્યું કે, 'આખું રામાયણ એક ફિલ્મમાં દર્શાવવું શક્ય નથી. રામાનંદ સાગરે પણ વર્ષો સુધી આ ટીવી સિરિયલને ચલાવી છે. આ ફિલ્મમાં ચોક્કસ ભાગોને જ દર્શાવવામાં આવશે.'

  1000 કરોડમાં આમિર બનાવશે મહાભારત

  આમિરખાન પણ મહાભારત બનાવી રહ્યાં છે. જે છેલ્લા ઘણાં સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મનું બજેટ 1000 કરોડનું છે. આમિર મહાભારત પાંચ ભાગમાં બનાવવાના છે. ચર્ચા એવી પણ હતી કે મહાભારતમાં આમિર ખાન કૃષ્ણનો રોલ ભજવશે. જેના પર ભારતમાં વસેલા ફ્રેંચ અને મૂળ પોલિટિકલ રાઈટર અને ફ્રેંકૉઇસ ગોતિયરે એક એવું ટ્વીટ કર્યું હતું કે જેના પર વિવાદ પણ થયો હતો. ગોતિયરે મહાભારતમાં આમિરના કૃષ્ણના રોલ નિભાવવાની ખબર પર લખ્યું કે, 'આમિર ખાન કે જે એક મુસલમાન છે, હિંદુઓના સૌથી પ્રાચીન અને ચર્ચિત મહાકાવ્યના અભિનયનો મોકો તેમને કેમ મળવો જોઈએ.'
  Published by:Kaushal Pancholi
  First published: