Home /News /entertainment /રાંડ્યા પછી હાડપણ આવ્યું! KRKએ ટ્વિટર પર લખ્યું I QUIT, કહ્યું- 'વિક્રમ વેધા' પછી...

રાંડ્યા પછી હાડપણ આવ્યું! KRKએ ટ્વિટર પર લખ્યું I QUIT, કહ્યું- 'વિક્રમ વેધા' પછી...

KRKએ ટ્વીટ કરીને લખ્યું, "I QUIT,. હું વિક્રમ વેધાની સમીક્ષા કરીશ, જે છેલ્લી સમીક્ષા હશે.

KRK છેલ્લી ફિલ્મ 'વિક્રમ વેધા'ની સમીક્ષા કરશે. જોકે, આ પહેલા પણ KRKએ કહ્યું હતું કે, આમિર ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' તેની છેલ્લી ફિલ્મ હશે, જેની તે સમીક્ષા કરશે. હવે KRKએ પોતાનું નિવેદન બદલી નાખ્યું. જેલમાંથી બહાર આવ્યા બાદ KRK પોતાના ટ્વિટને કારણે ફરીથી છવાયા છે. KRK દાવો કરી રહ્યો છે કે, તે હૃતિક રોશનની 'વિક્રમ વેધા' પછી કોઈ ફિલ્મની સમીક્ષા નહીં કરે.

વધુ જુઓ ...
    KRK છેલ્લી ફિલ્મ 'વિક્રમ વેધા'ની સમીક્ષા કરશે. જોકે, આ પહેલા પણ KRKએ કહ્યું હતું કે, આમિર ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' તેની છેલ્લી ફિલ્મ હશે, જેની તે સમીક્ષા કરશે. હવે KRKએ પોતાનું નિવેદન બદલી નાખ્યું.

    જેલમાંથી બહાર આવ્યા બાદ KRK પોતાના ટ્વિટને કારણે ફરીથી છવાયા છે. KRK દાવો કરી રહ્યો છે કે, તે હૃતિક રોશનની 'વિક્રમ વેધા' પછી કોઈ ફિલ્મની સમીક્ષા નહીં કરે. બોલિવૂડના ઈતિહાસમાં તેઓ સૌથી મોટા ટીકાકાર રહ્યા છે, પરંતુ આ લોકોએ તેમને જેલના હવાલે કર્યા હતા. KRKએ ટ્વીટ કરીને બોલિવૂડના લોકો પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

    KRKએ ટ્વીટ કર્યું

    KRKએ ટ્વીટ કરીને લખ્યું, "I QUIT,. હું વિક્રમ વેધાની સમીક્ષા કરીશ, જે છેલ્લી સમીક્ષા હશે. મારા રિવ્યુ પર વિશ્વાસ રાખનારા તમામ લોકોનો આભાર. તમે બધાએ મને બોલિવૂડનો સૌથી મોટો વિવેચક બનાવ્યો છે. હું બોલિવૂડના ઈતિહાસનો સૌથી મોટા વિવેચક રહ્યો છું. બોલિવૂડના તે બધા લોકોનો આભાર કે જેમણે મને વિવેચક તરીકે પસંદ નથી કર્યો અને મને પ્રગતિ કરવાની તક આપી નથી. હું રિવ્યું કરવાનું છોડી દઉ માટે તમે લોકોએ જ મારા વિરુદ્ધ કેસ બનાવ્યા અને મને જેલને હવાલે કર્યો.”

    જણાવી દઈએ કે, KRKએ આ પહેલા આમિર ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' માટે પણ આવું જ કહ્યું હતું. તેણે કહ્યું હતું કે આ તેની છેલ્લી ફિલ્મ હશે. પરંતુ 'વિક્રમ વેધા'ની ફરીથી સમીક્ષા કરવા વિશે વાત કરવી ખૂબ જ અજીબ લાગે છે. આખરે, જે KRKની છેલ્લી ફિલ્મ હશે, તેના વિશે આપણે તો શું તેમને પણ નહિં ખબર હોય.

    KRK શા માટે જેલમાં ગયો?

    કમાલ આર ખાનનો વર્ષ 2020માં નોંધાયેલા કેસમાં મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. KRK પર સોશિયલ મીડિયા પર ધર્મ વિશે વિવાદાસ્પદ ટ્વિટ કરવાનો આરોપ હતો. KRK વિરુદ્ધ ફરિયાદ યુવા સેનાના સભ્ય રાહુલ કનાલે કરી હતી. માહિતી અનુસાર, FIR નોંધાયા બાદ 2020માં કમાલ આર ખાન વિરુદ્ધ લુકઆઉટ નોટિસ આપવામાં આવી હતી. KRK પર એવો પણ આરોપ છે કે, તેઓએ દિવંગત અભિનેતા ઋષિ કપૂર અને ઈરફાન ખાન પર અપમાનજનક ટ્વીટ્સ પોસ્ટ કર્યા હતા.

    કમાલ આર ખાનની મલાડ પોલીસે IPC 153A, 294,500, 501,505, 67/98 એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. આ પછી કેઆરકેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં પણ મોકલવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને બંને કેસમાં જામીન મળી ગયા હતા.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: FIR Against KRK, Krk, KRK in Trouble, બોલીવુડ ન્યૂઝ

    विज्ञापन
    विज्ञापन