સલમાન ખાનની મૂવીનો રિવ્યૂ ન કરવાનું કહી KRKએ કહ્યું, 'આ માણસ મારા પગે પડી જાય તો પણ...'

FILE PHOTO

કેઆરકે (Kamaal Rashid Khan)એ કહ્યું કે, હવે તે ક્યારેય સલમાન ખાન (Salman Khan)ની ફિલ્મનો રિવ્યૂ નહીં કરે. પણ હવે તે તેની વાતોથી પલટી ગયો છે. જેનો પૂરાવો તેની હાલની ટ્વિટ છે. કેઆરકે હવે ફરી એક વખત ટ્વિટ દ્વારા નામ લીધા વગર સલમાન ખાન પર નિશાન સાધ્યું છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હાલમાં જ સલમાન ખાન (Salman Khan)ની હાલમાં જ રિલીઝ ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ' (Radhe: Your Most Wanted Bhai) નો રિવ્યૂ કરતાં મુશ્કેલીઓમાં ઘેરાયેલાં કમાલ રશિદ ખાને કહ્યું હતું કે, તે હજુ પણ સલમાન ખાનની મૂવીઝ રિવ્યૂ નહીં કરે. ખરેખરમાં, સલમાન ખાને કમાલ આર ખાન (Kamaal Rashid Khan) વિરુદ્ધ મુંબઇ કોર્ટમાં માનહાનિનો કેસ કર્યો હતો. જે બાદ KRKને લીગલ નોટિસ જારી કરી હતી. જે બાદ KRKએ કહ્યું કે, તે હવે ક્યારેય સલમાન ખાનની ફિલ્મ રિવ્યૂ નહીં કરશે. પણ હવે તે તેની વાતથી પલટી ગયો છે. જેનો પૂરાવો તેની હાલની ટ્વિટ છે.  KRKએ હવે એક વખત ફરી ટ્વિટ દ્વારા નામ લીધા વગર સલમાન ખાનનાં નિશાને લેવાનો પ્રયાસ કર્યો છે. તેની ટ્વીટમાં KRKએ નામ લીધા વગર લખ્યું છે કે, 'આમ તો હું તે ફિલ્મોનો રિવ્યૂ નથી કરતો જેનાં નિર્માતા, નિર્દેશક કે એક્ટર રિવ્યૂ માટે ના પાડે છે. પણ, આ વ્યક્તિ ભલે હવે વિનંતી કરે, મારા પગ પકડે હું તેની દરેક ફિલ્મ દરેક ગીતનો રિવ્યૂ કરીશ. સત્યમેવ જયતે. જય હિંદ'

  (photo credit: twitter/@kamaalrkhan)


  KRKએ ભલે તેની ટ્વિટમાં કોઇ એક્ટરનું નામ ન લીધુ હોય, પણ તેણે કોના તરફ ઇશારો કર્યો છે તે તેની વાતોથી જાહેર થઇ જાય છે કે તે સલમાન ખાનની વાત કરે છે. કારણ કે, આ પહેલાં પણ KRKએ એક કબાદ એક એવી ટ્વિટ કરી હતી જે સલમાન ખાનની હાલની રિલીઝ ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ'થી સંબંધિત હતી. સલમાન ખાનની ઇધ રિલીઝ રાધે અંગે કેઆરકેએ ટ્વિટ કરી હતી. આ ફિલ્મનો સોશિયલ મીડિયા પર ખુબ જ મજાક ઉડ્યો છે.

  KRKનું કહેવું છે કે, સલમાન ખાને સોશિયલ મીડિયા પર રાધે ને નેગેટિવ રિવ્યૂ જોયા હશે. પણ તેનાંથી કોઇ સમસ્યા નથી. આપ યૂટ્યૂપ પર પણ જોઇ શકો છો કે, રાધે અંગે નેગેટિવ રિવ્યૂની ભરમાર છે. પણ તેને ધ બ્રાન્ડ કેઆરકે સીવાય કોઇનાંથી સમસ્યા નથી. તેથી તેનો અર્થ છે કે, 'KRK'ઇન્ડસ્ટ્રીમાં નંબર વન છે.
  Published by:Margi Pandya
  First published: