KRKએ તેનાં યૂટ્યૂબ ચેનલથી હટાવ્યાં SALMAN KHANનાં વીડિયો, બોલ્યો- હવે ત્યારે રિવ્યૂ કરીશ જ્યારે...

(PHOTO: beingsalmankhan/kamaalrkhan/Instagram )

સલમાન ખાન (Salman Khan) દ્વારા કરવામાં આવેલાં માનહાનિ મામલે પ્રતિક્રિયા આપતાં KRKએ હવે સલમાન ખાનની ફિલ્મનો રિવ્યૂ ન કરવાની વાત કરી છે. કમાલ આર ખાન (Kamaal R Khan)એ બે ટ્વિટ કરી છે જેમાં તેણે તેની વાત મૂકી છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફિલ્મ ક્રિકટિક કમાલ આર ખાન  (Kamaal R Khan) સતત ચર્ચામાં રહે છે. તે એક યૂટ્યૂબ ચેનલ પણ ચલાવે છે. જે દ્વારા તે ફિલ્મોનાં રિવ્યૂ પણ આપે છે. હાલમાં જ તેણે બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રાધે'  (Radhe) નો નેગેટવ રિવ્યૂ કર્યો હતો. સલમાન ખઆનનાં ફેન્સ આ રિવ્યૂથી ઘણો નારાજ થયો હતો. એટલું જ નહીં KRKએ સલમાન ખાન પર ઘણાં વ્યક્તિગત આરોપો પણ લગાવ્યાં હતાં. જે બાદ સલમાન ખાનની ટીમે KRK પર માનહાનિનો દાવો કર્યો હતો. સલમાન ખાન દ્વારા કરવામાં આવેલાં માનહાનિનાં કેસમાં KRKએ હવે સલમાન ખાનની ફિલ્મનો રિવ્યૂ ન કરવાની વાત કરી છે.

    આ પણ વાંચો- Tarak Mehta...: નટૂ કાકાએ કેન્સરની ટ્રિટમેન્ટ દરમિયાન કર્યું શૂટિંગ, ચહેરામાં દેખાયો ફરક

    કમાલ આર ખાનને બે ટ્વિટ કરી છે. જે દ્વારા તેણે તેની વાત મૂકી છે. તેણે તેની પહેલી ટ્વિટમાં કહ્યું કે, 'પ્રેમાળ સલમાન ખાન મે તમારી ઉપર બનાવેલાં મારા તમામ વીડિયો ડિલીટ કરી નાંખ્યાં છે. મારો ઉદ્દેશ આપની કે કોઇની ભાવનાઓ આહત કરવાનો ન હતો. હું કોર્ટમાં આપની સાથે મારી લડાઇ ચાલુ રાખીશ. હવે હું આપની ફિલ્મોનો રિવ્યૂ ત્યારે જ કરશી, જ્યારે કોર્ટથી મને તેની પરવાનગી મળશે. ભવિષ્ય માટે આપને ખુબ બધી શુભેચ્છાઓ.'


    તો અન્ય એક ટ્વિટમાં કમાલ આર ખાન લખે છે કે, 'જો મારાથી કોઇ વીડિયો છૂટી ગયો છે તો આપની ટીમ મને સૂચિત કરી શકે છે. કોઇ વીડિયો રહી ગયો હોય તો માને જણાવી દો, હું તેને ડિલીટ કરી દઇશ.

    આ પણ વાંચો- KARISHMA KAPOORનો ખુલાસો- પતિએ હનીમૂન પર મિત્ર સાથે સુવા કરી હતી મજબૂર

    આપને જણાવી દઇએ કે, કમાલ આર ખાને જ્યારે રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇનો રિવ્યૂ કર્યો, સલમાન ખાનનાં ફેન્સ તેનાંથી ખુબજ નારાજ થઇ ગાય હતાં. કોઇ યૂઝ્સે તેને સોશિયલ મીડિયા પર ટારગેટ કરવાનું પણ શરૂ કરી દીધુ હતું.'

    આ પણ વાંચો- SONU SOOD આગમાં બળી ગયેલાં બાળકની મદદે આવ્યો, બોલ્યો- 'જલ્દી ઠીક કરી દઇશુ'

    આ ઉપરાંત કમાલ આર ખાન, મીકા સિંહની સાથે સાથે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી બબાલ અંગે પણ ચર્ચામાં છે. બંને એક બીજા અંગે યૂટ્યૂબ પર ગીત રિલીઝ કર્યા છે. જોકે, કમાલ રશિદ ખાનનો વીડિયો સોન્ગ બાદ યૂટ્યૂબે તેની યૂટ્યૂબ ચેનલ એક અઠવાડિયા માટે બ્લોક કરી દીધી હતી. પણ બાદમાં તેને બ્લોક લિસ્ટમાંથી હટાવી દીધી છે.
    Published by:Margi Pandya
    First published: