Adipurush: પ્રભાસ અને સૈફ અલી ખાનની ફિલ્મમાં સીતા બનશે ક્રિતી સેનન

ક્રિતી સેનન બનશે 'આદિપુરુષ'માં સીતા

ઓમ રાઉત (Om Raut) નિર્દેશિત ફિલ્મ ફિલ્મ આદિપુરુષમાં (Adipurush) પ્રભાસ (Prabhas) ભગવાન રામનો રોલ અદા કરશે. સૈફ અલી ખાન (Saif Ali Khan) રાવણનાં રોલમાં નજર આવશે. જ્યારે સીતાનો રોલ અદા કરશે ક્રિતી સેનન (Kriti Sanon)

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની સૌથી ચર્ચિત ફિલ્મ આદિપુરુષ (Adipurush) ગત કેટલાંક સમયથી સતત ચર્ચામાં છે. આ ફિલ્મની કાસ્ટિંગ સંપૂર્ણ રીતે ફાઇનલ નહોતી થઇ. જ્યાં સુધી ફિલ્મનાં લિડ સ્ટારનાં નામ સામે નહોતા આવતા. હવે ફિલ્મનાં કલાકારનાં નામ નક્કી થઇ ગયા છે અને સૌનાં નામ પણ સામે આવી રહ્યાં છે.

    ઓમ રાઉત (Om Raut) નિર્દેશિત ફિલ્મ ફિલ્મ આદિપુરુષમાં (Adipurush) પ્રભાસ (Prabhas) ભગવાન રામનો રોલ અદા કરશે. સૈફ અલી ખાન (Saif Ali Khan) રાવણનાં રોલમાં નજર આવશે. જ્યારે સીતાનો રોલ અદા કરશે ક્રિતી સેનન (Kriti Sanon)

    આ પણ વાંચો- Coolie No 1 Trailer Released: જુની ફિલ્મમાં નવો વઘાર કરશે વરૂણ-સારા અલી

    સીતાનાં કિરદાર માટે ઘણી એક્ટ્રેસિસનાં નામ સામે આવી રહ્યાં હતાં. અનુષ્કા શેટ્ટી, અનુષ્કા શર્મા, કીર્તિ સુરેશ અને કિયારા અડવાણીની ચર્ચા સૌથી વધુ હતી. આ વચ્ચે સીતાનું કેરેક્ટર ક્રિતી સેનન અદા કરશે તે વાત પર મોહર લાગી ગઇ છે. મુંબઇ મિરરમાં આવેલી રિપોર્ટ મુજબ બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનન આ ફિલ્મમાં સીતાનું પાત્ર અદા કરશે.

    આ પણ વાંચો- લગ્નસરાની સીઝનમાં બદલાયો સોના-ચાંદનો ભાવ, જાણો અમદાવાદમાં શું છે સોનાનો આજનો રેટ

    સોર્સિસની માનીયે તો, સીતાનાં રોલમાં ઘણી એક્ટ્રેસિસનાં નામ સામે આવ્યાં હતાં. ચર્ચા બાદ ફિલ્મ મેકર્સ એક નામ પર રાજી થયા અને તે છે ક્રિતી સેનન. મેકર્સે જ્યારે ક્રિતીને આદિપુરુષમાં સીતાનાં પાત્ર અંગે વાત કરી તો તેણે આ પાત્ર માટે તુરંત જ હા પાડી દીધી હતી. આપને જણાવી દઇએ કે, અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે અને વરૂણ ધવનની ફિલ્મ ભેડિંયાની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મ 'આદિપુરુષ'ની શૂટિંગ જાન્યુઆરી 20121માં શરૂ થશે. જાન્યુઆરીમાં શરૂ થયા બાદ આ પૂર્ણ થયા બાદ આ ફિલ્મની શૂટિંગ ચાલુ રહેશે. વધુ પોસ્ટ હોવાને કારણે ક્રિતી સેનન 2021ની પહેલા ત્રણ મહિના બહુ બિઝી રહેશે. તેથી તે શૂટિંગ માટે ટીમને થોડો સમય બાદ જોઇન કરશે. હાલમાં ફિલ્મનાં VXFનું કામ ચાલી રહ્યું છે.
    Published by:Margi Pandya
    First published: