ક્રિતી સેનન થઇ કોરોના ફ્રી, 10 દિવસમાં કોરોના સામે જીત્યો જંગ

ક્રિતી સેનનનાં ટ્વિટર પેજ પરથી

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દેશમાં કોરોનાવાયરસની ચપેટમાંથી મોટા મોટા સેલિબ્રિટીઝ પણ બાકી રહ્યાં નથી. હાલમાં જ વરૂણ ધવન અને નિતૂ સિંહ કોરોનાની ચપેટમાં આવ્યા હતાં તે સમયે બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનનો (Kriti Sanon)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પણ હવે ક્રિતીએ તેનાં ફેન્સને ખુશખબરી આપી છે. તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ખુદ ક્રિતીએ આ વાતની માહિતી તેનાં સોશિયલ મીડિયા પર આપી છે.

  આ પણ વાંચો- અનુપમા'એ સાડી પહેરી ચલાવી બાઇક, સોશિયલ મીડિયા પર તસવીરો થઇ વાયરલ

  ક્રિતીએ ટ્વિટર પર તે અંગે ખુલાસો કર્યો છે, ક્રિતીએ તેની ટ્વિટમાં તમામનો આભાર માન્યો છે. વિશેષ કરીને તેનાં ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફનાં તેણે વખાણ કર્યા છે અને લખ્યુ છે કે, આ મુશ્કેલ સમયમાં મદદ કરવા માટે આપ સૌનો આભાર અને તેણે તેમની પ્રસંશા પણ કરી છે. ક્રિતી લખે છે કે, '' તમામને સૂચિત કરતા ખુશી થઇ રહી છે. મે આખરે COVID-19ને હરાવી દીધો. મારો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. BMCનાં અધિકારીઓ તરફતી મારા ડોક્ટર્સને તમામ પ્રકારની મદદ અને સહાયતા માટે ધન્યવાદ. ક્રિતીનાં ચાહકો તેનાં સાજા થવાનાં સમાચારથી ખુશ છે.  આપને જણાવી દઇએ કે, જ્યારે રાજકુમાર રાવની સાથે તેની અપકમિંગ ફિલ્મ માટે તે શૂટિંગ માટે ચંદીગઢથી મુંબઇ પરત આવી ત્યારે તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ખબરની પુષ્ટિ પણ તેણે સોશિયલ મીડિયા પર કરી હતી. તેણે પોસ્ટમાં કહ્યું કે,હવે તે બિલકુલ ઠીક છે. અને BMCનાં દિશા-નિર્દેશો મુજબ તેણે તેનાં મુંબઇ સ્થિત ઘરે પોતાને ક્વૉરન્ટિન કરી છે.  વર્કફ્રન્ટની વાત કરીએ તો, ક્રિતી લક્ષ્મણ ઉટકરની મિમીમાં નજરઆવશે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, મનોજ પાહવા, સુપ્રિયા પાઠક, અને સાઇ તામ્રકાર જેવાં સ્ટાર્સ છે. ક્રિતી ફિલ્મમાં સરોગેટ મધરનાં પાત્રમાં નજર આવશે. તો બચ્ચન પાંડેમાં પણ તે લિડ રોલમાં છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર છે. આ ફિલ્મનું શૂટિંગ જેસલમેરમાં જાન્યુઆરી 2021માં શરૂ થવાની આશા છે.
  Published by:Margi Pandya
  First published: