કૃતિ સેનને સ્વીટ મેમરી સાથે બર્થ ડે પર સુશાંત સિંહ રાજપૂતને કર્યો યાદ

સુશાંત સિંહ રાજપૂત અને ક્રિતી સેનન

બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન (Kriti Sanon)એ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ને તેની જયંતી પર એક હેપી ફોટોની સાથે યાદ કર્યો છે. તેણે આશા જતાવી છે કે આ જીવન બાદ સુશાંત પાસે 'સ્માઇલ અને શાંતિ' બંને છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન (Kriti Sanon) એ તેમનાં નજીકનાં મિત્ર અને ફિલ્મ 'રાબ્તા'નાં કો-સ્ટાર દિવંગત સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની એક સ્વીટ મેમેરી શેર કરી હતી અને શ્રદ્ધાંજલિ આપી હતી. તેણે તેની એક હેપી ઇમેજ શેર કરી અને કહ્યું તે હમેશાં તેને એખ બાળકની જેમ હસતાં યાદ કરશે.

  કૃતિએ ઇન્સ્ટાગ્રામ પર એક પિલરની બાજુમાં બેઠેલાં સુશાંતની એક તસવીર શેર કરી છે. જેમાં તે ખુબજ ખુશ દેખાય છે. તેની કેપ્શનમાં તેણે લખ્યું છે કે, 'એમ કે હું તને કેવી રીતે યાદ કરીશ.. એક બાળકની જેમ હસતા તને... હેપી બર્થડે સુશ. મને આશા છે કે આપ જ્યાં છો ત્યાં આમ જ હસો છો. અને શાંતિથી રહો છો.'

  'છિછોરે'માં સુશાંતની સાથે કામ કરનારી શ્રદ્ધા કપૂરે પણ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મથી એક ઇમેજ શેર કરી છે. સુશાંત સિંહ રાજપૂતનું નિધન 14 જૂન, 2020નાં થયું હતું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં કેટલાંક લોકો સુશાંત સિંહ રાજપૂતનાં અંતિમ સંસ્કારમાં શામેલ થયા છે. કૃતિ સેનન અને શ્રદ્ધા કપૂર અને ક્રિતી સેનન તેનાં અંતિમ સંસ્કારમાં શામેલ થયા હતાં.

  ક્રિતીએ સુશાંતની યાદમાં શેર કરી પોસ્ટ


  કૃતિએ તેની અસંવેદનશીલ રિપોર્ટિંગ અને સ્પષ્ટ તસવીરો અને બાઇટ્સ મેળવવાં કાર ખખડાવનારા મીડિયા રિપોર્ટ્સને આડે હાથે પણ લીધા હતાં. અને તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું. 'અંત્યેષ્ટિ અને ખુબજ અંગત અને વ્યક્તિગત મામલો છે... માનવતા ને આપનાં પ્રોફેશનની આગળ રાખો.' હું મીડિયાને અનુરોધ કરુ છુ કે, કાં તો તે હાજર ન રહે કાં તો ગરિમા અને દૂરી બનાવી રાખે. સ્ટાર ગિલ્ટર અને સો-કોલ્ડ ગ્મેલરની પાછળ અમે સામાન્ય માણસ છીએ. આપ લોકોએ તે ન ભૂલવું જોઇએ. જેવી ભાવનાઓ આપની પાસે છે એવી જ અમારી પાસે છે.

  કૃતિ સેનન જ્યારે ગત વર્ષ કોરોના ગ્રસ્ત થઇ હતી તો તેણે પોતાને 'ક્વોરન્ટિન' કરી લીધી હતી. ક્વૉરંન્ટાઇન સમયમાં તેણે ફિલ્મ 'રાબ્તા' જોઇ. આ ફિલ્મને જોતા દરમિયાન તેણે સુશાંતને ખુબ યાદ કર્યો હતો. તેનાં મોતનાં મહિના બાદ તેની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા' જોયા બાદ કૃતિ તેનાંથી અભિભૂત થઇ હતી. જે પોસ્ટ તેણે શેર કરી હતી.
  Published by:Margi Pandya
  First published: