Home /News /entertainment /સાઉથના આ સુપરસ્ટારને દિલ દઇ બેઠી કૃતિ સેનન! રિલેશનશિપની ચર્ચા વચ્ચે લગ્નને લઇને કહી દીધી મોટી વાત
સાઉથના આ સુપરસ્ટારને દિલ દઇ બેઠી કૃતિ સેનન! રિલેશનશિપની ચર્ચા વચ્ચે લગ્નને લઇને કહી દીધી મોટી વાત
Photo Credit : Instagram : @kritisanon
Kriti Sanon Prabhas: કૃતિ સેનન સાઉથ સુપરસ્ટાર પ્રભાસને પોતાનું દિલ દઇ બેઠી છે. કૃતિ સેનન ઘણીવાર અલગ અલગ ઇન્ટરવ્યુમાં પોતાના 'આદિપુરુષ' કો-સ્ટારનું નામ લઇ ચુકી છે.
Kriti Sanon and Prabhas Relationship: બોલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનન અને સાઉથ સુપરસ્ટાર પ્રભાસ ફિલ્મ 'આદિપુરુષ'માં સાથે જોવા મળવાના છે. પાન ઈન્ડિયા ફિલ્મ 'આદિપુરુષ'માં પ્રભાસ ભગવાન રામ અને કૃતિ સેનન માતા સીતાના રોલમાં જોવા મળશે.
ફિલ્મ 'આદિપુરુષ' આ પહેલા પણ ચર્ચામાં હતી, હવે આ ફિલ્મના સ્ટાર્સ ચર્ચામાં છે. જી હા… અમે અહીં કૃતિ સેનનની નવી મૂવી અને પ્રભાસ વિશે વાત કરી રહ્યા છીએ. કૃતિ સેનન આજકાલ જ્યાં પણ જાય છે, તે જેની સાથે પણ વાત કરે છે, તે પ્રભાસના ભરપૂર વખાણ કરતી જોવા મળે છે.
બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનને તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રભાસ સાથે લગ્ન કરવાની વાત કરી હતી. કૃતિનો આ ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એક ઇવેન્ટ દરમિયાન જ્યારે કૃતિને પૂછવામાં આવ્યું કે તે કાર્તિક આર્યન, ટાઈગર શ્રોફ અને પ્રભાસમાંથી કોની લગ્ન કરવા ઈચ્છે છે. ત્યારે કૃતિએ જવાબ આપ્યો કે તે પ્રભાસ સાથે લગ્ન કરવા માંગે છે. કૃતિનો આ જવાબ સાંભળીને તમામ ફેન્સની ખુશીનો પાર નથી રહ્યો.
તમને જણાવી દઈએ કે કૃતિ સેનન બોયફ્રેન્ડ અને પ્રભાસને ડેટ કરવાની ચર્ચા ઘણા સમયથી ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે.
જો ગોસિપ ગલિયારાની વાત માનીએ તો આદિપુરુષના શૂટિંગ દરમિયાન બંનેને નજીક આવવાનો મોકો મળ્યો છે. ત્યાંથી જ તેમના અફેરની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ હતી. પ્રભાસનું નામ કૃતિ સેનન પહેલા સાઉથની એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી સાથે પણ જોડાઈ ચૂક્યું છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર