કૃતિ સેનને રૂ. 2.43 કરોડમાં ખરીદી Mercedes Maybach GLS 600, અહીં જાણો આ વૈભવી કારનાં ખાસ ફીચર્સ
કૃતિ સેનને રૂ. 2.43 કરોડમાં ખરીદી Mercedes Maybach GLS 600, અહીં જાણો આ વૈભવી કારનાં ખાસ ફીચર્સ
કૃતિ સેનને ખરીદી મર્સિડીઝ એસયુવી કાર
Kriti Senon Buy New Car: કૃતિ સેનન (Kriti Senon) તેના શાનદાર અભિનય માટે જાણીતી છે. તેણે તાજેતરમાં બ્રાન્ડ ન્યૂ Mercedes Maybach GLS 600ની ખરીદી કરી છે. જેની કિંમત 2.43 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ) (Mercedes Maybach GLS Price) આંકવામાં આવે છે.
બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન (Kriti Senon) તેના શાનદાર અભિનય માટે જાણીતી છે. તેણે તાજેતરમાં બ્રાન્ડ ન્યૂ Mercedes Maybach GLS 600ની ખરીદી કરી છે. જેની કિંમત 2.43 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ) (Mercedes Maybach GLS Price) આંકવામાં આવે છે. આ કાર વિશ્વની સૌથી વૈભવી SUV પૈકીની એક છે. ત્યારે આ કારની ખાસિયત અને વૈભવ અંગે જાણવાની ઉત્કંઠા લોકોમાં વધી છે. જેથી અહીં તેના વિશે જાણકારી આપવામાં આવી છે.
મર્સિડીઝ બેન્ઝે ગત જૂનમાં ભારતમાં તેની નવી ફ્લેગશિપ SUV Mercedes Maybach GLS 600 4Matic લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ કાર 2.43 કરોડ રૂપિયા (એક્સ શોરૂમ)ની પ્રારંભિક કિંમતે આવી હતી. આ મર્સિડીઝ-મેબાચ બ્રાન્ડ હેઠળ મર્સિડીઝ બેન્ઝ દ્વારા લોન્ચ કરવામાં આવેલી પ્રથમ એસયુવી છે.
મર્સિડીઝ-મેબાચ બ્રાન્ડના મોડેલો હાલની મર્સિડીઝ બેન્ઝ કાર પર જ આધારિત હોય છે. જોકે, તે વધુ વૈભવી હોવાનું કહેવાય છે. આવી જ રીતે GLS 600 4Matic મર્સિડીઝ બેન્ઝની જીએલએસ એસયુવી પર આધારિત છે. જેની કિંમત 1.05 કરોડ રૂપિયા (એક્સ શોરૂમ) છે. મર્સિડીઝ-મેબાચ દ્વારા તેમાં લક્ઝરી ફીચર્સ, ડિઝાઇન અને કમ્ફર્ટના અપડેટ્સ કરવામાં આવ્યા છે. જેના કારણે મર્સિડીઝ-મેબાચ GLS 600 4Matic સૌથી વૈભવી એસયુવી પૈકીની એક બની જાય છે.
કારની ખૂબ જ માંગ
માર્કેટમાં GLS SUVની ભારે માંગ છે. મર્સિડીઝ બેન્ઝ દ્વારા ભારતીય બજારમાં ઉતારવામાં આવેલા આ કારના 50 યુનિટ ચપોચપ વેચાઈ ગયા છે. હવે આગામી જથ્થો 2022માં આવશે. આયુષ્માન ખુરાના અને અર્જુન કપૂર જેવા કલાકારોએ કૃતિ પહેલા જ આ કાર ખરીદી છે
ડિઝાઇનની દ્રષ્ટિએ આ કાર રેગ્યુલર જીએલએસ નથી. તેનું મર્સિડીઝ-મેબાક વર્ઝન છે. બમ્પર પર અને સાઈડ પર ક્રોમ ફિનિશિંગ કરવામાં આવ્યું છે. આ કારમાં મોટા એલોય વ્હીલ્સ અને ડી-પિલર પર મેબાચ લોગો જોવા મળે છે. પાછળની સાઈડ પણ ક્રોમ ફિનિશ ઉમેરવામાં આવ્યા છે.
ઈન્ટિરિયર ફીચર્સની વાત કરીએ તો Mercedes Maybach GLS 600ના કેબિનમાં પાવર લેધર, વેન્ટિલેટેડ મસાજ ફંક્શન ધરાવતી સીટ અપાઈ છે. આ SUVમાં ગ્રાહકોને પાછળની સીટ પર બેકસીટ ટેબલેટ સ્ક્રીન મળે છે. જેની મદદથી પાછળ બેઠેલા મુસાફરો સરળતાથી કાર ફીચર્સ એક્સેસ કરી શકે છે. આ ઉપરાંત આ કારમાં ઓડિયો, ક્લાઈમેટ કન્ટ્રોલ, એમ્બિયન્ટ લાઈટિંગ, સનશેડ અને નેવિગેશન આપવામાં આવ્યા છે. GLSમાં 5 કે 4 સિટરનો વિકલ્પ મળે છે. 4 સીટર વર્ઝનમાં પાછળના મુસાફરો માટે ફિક્સ્ડ સેન્ટર કન્સોલ મળે છે. જેમાં રેફ્રિજરેટર હોય છે.
એન્જીન
એન્જિન અને પાવરની વાત કરીએ તો ગ્રાહકોને Mercedes Maybach GLS 600માં 3,982 સીસીનું V8 એન્જિન મળે છે. જે 6000-6500 આરપીએમ પર 410 KW (557HP) પાવર અને 2500-4500 RPM પર 730 ANM પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને કારણે એસયુવી માત્ર 4.9 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડે છે. આ એસયુવીની ટોપ સ્પીડ 250 કિમી પ્રતિ કલાક છે.
ઉલ્લેખનીય છે કે, Maybach GLS 600ની હરીફાઈ બેન્ટલી બેન્ટાયગા, માસેરાટી લેવેન્ટે, રોલ્સ રોયસ કુલિનન અને રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી સાથે છે.