કપિલની ડ્રગ્સની લત વિશે કૃષ્ણાએ કર્યો મોટો ખુલાસો!

News18 Gujarati
Updated: April 10, 2018, 11:03 AM IST
કપિલની ડ્રગ્સની લત વિશે કૃષ્ણાએ કર્યો મોટો ખુલાસો!
કૃષ્ણા કપિલની તરફેણમાં બોલી રહ્યો હતો પણ જોકે તેણે તેમ પણ કહ્યું કે, કપિલે આવી રીતે ટ્વિટ્સ ન કરવી જોઇએ

કૃષ્ણા કપિલની તરફેણમાં બોલી રહ્યો હતો પણ જોકે તેણે તેમ પણ કહ્યું કે, કપિલે આવી રીતે ટ્વિટ્સ ન કરવી જોઇએ

  • Share this:
મુંબઇ: ઇંગ્લિશ વેબસાઇટ સ્પોટ બોયનાં એડિટર સાથે શરૂ થયેલા વિવાદમાં હવે કોમેડિયન કૃષ્ણાએ પણ કપિલની સાઇડ લીધી છે. કૃષઅણાએ એક ઇન્ટરવ્યુંમાં કપિલનો સપોર્ટ કર્યો છે. તેણે કહ્યું કે, 'ફિરંગી' ફ્લોપ થયા બાદ કપિલની માનસિક સ્થિતિ ઠીક નહોતી રહી. તે ફિલ્મમાં કપિલે ઘણો પૈસો લગાવ્યો હતો. પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇ જ કમાલ દેખાડી શકી ન હતી. જે બાદ કપિલે ટીવી શો 'ફેમિલી ટાઇમ વિથ કપિલ શર્મા'ને પણ લોકોએ પસંદ ન કર્યો અને તે પણ ફ્લોપ સાબિત થયો.

કૃષ્ણાએ કહ્યું કે, આ તમામ કારણોથી કપિલ ઘણો પરેશન રહેતો હતો. તેને દારૂ પીવાની ટેવ હતી. જોકે તેને ડ્રગ્સનું કોઇ જ વળગણ ન હતું. આપને જણાવી દઇએ કે સ્પોટ બોયની કેટલીક ન્યૂઝમાં કપિલ ડ્રગ્સ એડિક્ટેડ હોય તેવી વાતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કૃષ્ણા કપિલની તરફેણમાં બોલી રહ્યો હતો પણ જોકે તેણે તેમ પણ કહ્યું કે, કપિલે આવી રીતે ટ્વિટ્સ ન કરવી જોઇએ.

આપને જણાવી દઇએ કે કપિલ શર્મા અને જર્નાલિસ્ટ વિકી લાલવાનીની કોન્ટ્રોવર્સી ત્યારે શરૂ થઇ જ્યારે કપિલે એક બાદ એક ટ્વિટ કરીને લાલવાણીને ગાળો ભાંડી હતી. કપિલે લાલવાણી પર તેનાં વિરુદ્ધ ફર્જી ખબર ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેનાં જવાબમાં લાલવાણીએ એક ઓડિયો ટેપ જાહેર કરી દીધી હતી. જેમાં કથિત રૂપથઈ કપિલ લાલવાણીને ગાળો ભાંડતો સંભળાઇ રહ્યો છે. આ ટેપ હાલમાં ભારે ચર્ચામાં છે.
First published: April 10, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...