કરણ જોહર (Karan Joahr)ના ટોક શો ‘કોફી વિથ કરણ’(Koffee With Karan)ના ત્રીજા એપિસોડમાં અક્ષય કુમાર (Akshay kumar) અને સમાંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu)ની યુનિક જોડી સાથે જોવા મળશે. અક્ષય પહેલા પણ આ શોમાં ઘણી વખત જોવા મળ્યો છે, જ્યારે સમાંથા પહેલી વખત આ શોના કાઉચ પર બેઠેલી જોવા મળશે. જો કે, પોતાની પહેલી એન્ટ્રીમાં પણ સમાંથા, કરણ જોહરની સાથે મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે. એટલું જ નહીં સમાંથાએ તો કરણને જ લગ્ન તૂટવા માટે જવાબદાર ઠેરવ્યો હતો. કરણ જોહરની વિરુદ્ધ સમાંથાના આ હુમલામાં અક્ષય પણ તેનો સાથે આપતો જોવા મળી રહ્યો છે.
શોના ત્રીજા એપિસોડમાં અક્ષય કુમાર પોતાના રિયલ ખેલાડી અવતારમાં સમાંથા રૂથ પ્રભુને પોતાના ખોળામાં ઉઠાવીને એન્ટ્રી કરતો જોવા મળી રહ્યો છે. તે સાથે શોમાં તેને ત્રીજી વખત હાજરી આપી છે.
આ શોમાં કરણ જોહર ઓસ્કારના કન્ટ્રોવર્સિયલ કિસ્સાને જોડી અક્ષય કુમારને એક સવાલ પૂછવાનો છે, જેનો જવાબ અક્ષય બિંદાસ્ત આપતો જોવા મળે છે. ક્રિસ રૉક-વિલ સ્મિથ ઓસ્કાર થપ્પડવાળા કિસ્સાને જોડતા કરણ જોહરે અક્ષય કુમારને પૂછ્યું, જો ક્રિસ રોકે ટીના (ટ્વિંકલ ખન્ના) ની મજાક કરી હોત તો તમે શું કરશો? આ વિશે અક્ષય કહે છે કે, હું તેના અંતિમ સંસ્કારનો બધો ખર્ચો ઉઠાવીશ.
સમાંથા રૂથ પ્રભુને કરણ જોહર પૂછે છે કે, જો તમારે તમારા સૌથી સારા મિત્રની સાથે બેચરલ પાર્ટી કરવાની હોય તો, તમે ડાન્સ કરવા માટે કયા બે બોલિવૂડ હંકને હાયર કરશો? આ વિશે એક્ટ્રેસ કહે છે કે, રણવીર સિંહ, રણવીર સિંહ.
આ પ્રોમોથી સ્પષ્ટ થાય છે કે કોફી વિથ કરણનો આ નવો એપિસોડ ઘણો મજેદાર રહેવાનો છે. આ શોનો નવો એપિસોડ દર ગુરુવારે સાંજે 7 વાગે ડિઝ્ની પ્લસ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થાય છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર