Koffee With Karan 7: બોયફ્રેન્ડે ચિકન સલાડનો ઓર્ડર ન આપતા જાન્હવી કપૂરે કર્યું હતું બ્રેકઅપ, કરણ જોહર થઈ ગયો સરપ્રાઈઝ
Koffee With Karan 7: બોયફ્રેન્ડે ચિકન સલાડનો ઓર્ડર ન આપતા જાન્હવી કપૂરે કર્યું હતું બ્રેકઅપ, કરણ જોહર થઈ ગયો સરપ્રાઈઝ
બોયફ્રેન્ડે ચિકન સલાડનો ઓર્ડર ન આપતા જાન્હવી કપૂરે કર્યું હતું બ્રેકઅપ
કરણ જોહર (Karan Johar)ના સૌથી મોટા અને ફેમસ ચેટ શો 'કોફી વિથ કરણ' (Koffee With Karan 7)ની 7મી સીઝનમાં ભાગ લીધો હતો, જ્યાં બંનેએ કરણ સાથે ખૂબ મસ્તી કરી હતી તેમજ પોતાના ઘણા રહસ્યો જાહેર કર્યા હતા. આ એપિસોડમાં જાન્હવી અને સારાએ તેમના બોયફ્રેન્ડ અંગે પણ ઘણા ખુલાસા કર્યા હતા.
જાન્હવી કપૂર (Janhvi Kapoor) અને સારા અલી ખાન (Sara Ali Khan)એ તાજેતરમાં જ ફિલ્મમેકર કરણ જોહર (Karan Johar)ના સૌથી મોટા અને ફેમસ ચેટ શો 'કોફી વિથ કરણ' (Koffee With Karan 7)ની 7મી સીઝનમાં ભાગ લીધો હતો, જ્યાં બંનેએ કરણ સાથે ખૂબ મસ્તી કરી હતી તેમજ પોતાના ઘણા રહસ્યો જાહેર કર્યા હતા. આ એપિસોડમાં જાન્હવી અને સારાએ તેમના બોયફ્રેન્ડ અંગે પણ ઘણા ખુલાસા કર્યા હતા. આ શો દરમિયાન જાન્હવીએ ચિકન સલાડ ન મંગાવતા બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું હોવાનું પણ કહ્યું હતું. આ સાંભળી સારા અને કરણ જોહર શોક થઈ ગયા હતા.
જો કે, જાન્હવી કપૂરે ફરી ખુલાસો કર્યો હતો કે, બંને વચ્ચે ઝઘડો થયો હતો અને સંબંધ પણ તૂટી ગયો હતો, પરંતુ 6 કલાક બાદ તેઓ વચ્ચે સમાધાન થઈ ગયું હતું. કરણ જોહરે શોમાં જાન્હવી કપૂરની ડ્રેસિંગ સેન્સ અને પર્સનાલિટીની પ્રશંસા કરી હતી. કરણે જાન્હવીને સેક્સી અને હોટનો ટેગ આપ્યો હતો.
જાન્હવી કપૂર અને સારાએ તેમની કેદારનાથ ટ્રીપ વિશે વાત કરી હતી. જાન્હવીએ સારા અલી ખાનના કારણે કેદારનાથની હીટર વગરની હોટલમાં રોકાવું પડ્યું હોવાનો કિસ્સો પણ કહ્યો હતો. હોટલમાં ઠંડીના કારણે જાહન્વી કપૂરને ખૂબ જ ઠંડી ચડી ગઈ હતી. સસ્તી હોટેલો બૂક કરવા બદલ કરણ જોહર અને જાન્હવીએ સારા અલી ખાનની ખૂબ મજાક ઉડાવી હતી.
કોફી વિથ કરણ શોમાં વિજય દેવરકોન્ડાનું નામ ઉછળ્યુ
આ શોમાં સારા અલી ખાન અને જાન્હવી સાથે દક્ષિણ અભિનેતા વિજય દેવરકોન્ડા પણ સૌથી મોટી હાઇલાઇટ હતી. સારા અને જાન્હવી પોતાનું નામ વિજય દેવરકોન્ડા સાથે જોડવા માટે તલપાપડ હતી. સારાએ વિજય દેવરકોન્ડાને ડેટ કરવા માંગતી હોવાનું કહ્યું હતું. આ સાથે જ કરણે સારા અને જાન્હવી એકબીજાને ડેટ કરતા હોવાનો હિન્ટ પણ આપી હતી. વિજય દેવરકોન્ડાનું નામ આવતા જ બંને અભિનેત્રીઓના હાવભાવ સાવ બદલાઈ ગયા હતા. તેઓ શરમાઈ ગઈ હોય તેવું લાગતું હતું.
અહી ઉલ્લેખનિય છે કે, જાન્હવી અને સારા હાલમાં તેમની પ્રોફેશનલ લાઈફમાં વ્યસ્ત છે. સારા વિક્રાંત મેસી સાથેની ફિલ્મ ગૅસલાઇટ અને વિકી કૌશલ સાથેની અનટાઇટલ્ડ ફિલ્મમાં જોવા મળશે. જ્યારે જાન્હવી પાસે 3 ફિલ્મો છે, ગુડ લક જેરી, મિની અને બવાલ. આ ઉપરાંત તે રાજકુમાર રાવ સાથે મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં જોવા મળશે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર