Home /News /entertainment /

પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનસને ડેટ કરવા માગે છે ભૂમિ પેડનેકર

પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનસને ડેટ કરવા માગે છે ભૂમિ પેડનેકર

'કોફી વિથ કરન 6'માં રવિવારે રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર મહેમાન બન્યા હતા

કરન જોહરના ચેટ શો 'કોફી વિથ કરન 6'માં રવિવારે રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર મહેમાન બન્યા હતા

    ન્યૂઝ18 ગુજરાતી: કરન જોહરના ચેટ શો 'કોફી વિથ કરન 6'માં રવિવારે રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર મહેમાન બન્યા હતા. બન્ને સ્ટાર્સે કરન જોહરના રસપ્રદ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન ભૂમિ અને રાજકુમાર રાવે પણ જણાવ્યું હતું કે તેઓ કયા સ્ટાર્સને ડેટ કરવા માગે છે?

    કરન જોહરે રાજકુમાર રાવને પૂછ્યું હતું કે, તે કઇ અભિનેત્રીને ડેટ કરવાની ઇચ્છા રાખે છે? જેના જવાબમાં રાજકુમારે જણાવ્યું હતું કે તે દીપિકા પાદુકોણને ડેટ કરવા ઇચ્છે, જો તે સિંગલ હોત.

    જ્યારે કરને ભૂમિને પૂછ્યું કે તેને કોઇ અભિનેત્રીના પતિ અથવા બોયફ્રેન્ડને ડેટ કરવાનો મોકો મળે તો તું કોને પસંદ કરીશ? જેવા જવાબમાં ભૂમિએ કહ્યું કે, તે પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનસને ડેટ કરવા ઇચ્છે. તે ખરેખર શાનદાર છે. તેના ગીત સાંભળીને હું મોટી થઇ છું. તે ખૂબ જ ક્યુટ છે.

    આ પણ વાંચો: ફેમિના મેગેઝીનના કવર પર છવાઇ ભૂમિ, પાથર્યા કાયાના કામણ

    ઉલ્લેખનીય છે કે, કરન જોહરના શોની છઠ્ઠી સિઝનમાં સારા અલી ખાન, સૈફ અલી ખાન ઉપરાંત અભિષેક બચ્ચન, શ્વેતા બચ્ચન, ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ જેવા સ્ટાર્સ જોવા મળ્યા છે.

    રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર બન્ને જ આજકાલ બોલિવૂડમાં છવાયેલા છે. ભૂમિની ફિલ્મ 'સોનચિડિયા' આગામી સમયમાં રીલિઝ થશે. જ્યારે રાજકુમાર રાવ ફિલ્મ 'મેંટલ'માં કંગના રાનોટ સાથે જોવા મળશે. ફેબ્રુઆરીમાં તેની ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા' પણ રીલિઝ થશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bhumi-pednekar, Date, Koffee with karan 6, Nick Jonas, Priyanka chopra, Rajkumar Rao

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन