Home /News /entertainment /

KBCમાં આવતા અમિતાભ બચ્ચનના ધ્રૂજે છે હાથ-પગ! જાણો શા માટે ડરે છે બિગ બી?

KBCમાં આવતા અમિતાભ બચ્ચનના ધ્રૂજે છે હાથ-પગ! જાણો શા માટે ડરે છે બિગ બી?

KBCમાં આવતા અમિતાભ બચ્ચનના ધ્રૂજે છે હાથ-પગ!

KBC 14: મનોરંજન ઉદ્યોગમાં આટલો અનુભવ હોવા છતાં અમિતાભ બચ્ચન (Amitabh Bachhan) આજે પણ કેબીસીમાં જતા ડરે છે. તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યૂમાં અમિતાભે આ વાતનો ખુલાસો કર્યો છે. તેઓ કેબીસીના સેટ પર આવે છે, ત્યારે કેવું અનુભવે છે એ અંગે જાણકારી આપી છે.

વધુ જુઓ ...
    Kaun Banega Crorepati 14: બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન (amitabh bachchan) 79 વર્ષની ઉંમરે પણ એક્ટિવ છે. તેઓ આ ઉંમરે પણ હિટ ફિલ્મો આપી રહ્યા છે. આ ઉપરાંત તેમનો કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati 14) શો ઘરે ઘરે જાણીતું નામ બની ગયો છે. હવે તેઓ કૌન બનેગા કરોડપતિની 14મી સીઝન (14th season of Kaun Banega Crorepati 14)માં જોવા મળશે.

    મનોરંજન ઉદ્યોગમાં આટલો અનુભવ હોવા છતાં અમિતાભ બચ્ચન આજે પણ કેબીસીમાં જતા ડરે છે. તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યૂમાં અમિતાભે આ વાતનો ખુલાસો કર્યો છે. તેઓ કેબીસીના સેટ પર આવે છે, ત્યારે કેવું અનુભવે છે એ અંગે જાણકારી આપી છે.

    આ પણ વાંચો: KBCમાં જોવા મળશે મોતને પણ હંફાવી દેનાર નિવૃત મેજર ડી પી સિંહ!

    અમિતાભ બચ્ચન વર્ષોથી KBCને કેમ હોસ્ટ કરી રહ્યા છે?


    અમિતાભ બચ્ચન વર્ષ 2000થી KBC હોસ્ટ કરી રહ્યા છે. આ શોની ત્રીજી સિઝન શાહરુખ ખાને હોસ્ટ કરી હતી. અમિતાભ વર્ષો સુધી એક જ શો કેમ હોસ્ટ કેમ હોસ્ટ કરી રહ્યા છે? તેની પાછળનું કારણ શું છે? આ બાબતે તેમણે ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં ફોડ પાડ્યો હતો.

    તેમણે કહ્યું કે, સેટ પર આવતા લોકો મને સ્ટેજ પર આવવા માટે દબાણ કરે છે. હું સ્ટેજ પર આવું કે તરત જ તેઓ જે રીતે મારું સ્વાગત કરે છે અને જે રીતે હોટ સીટ પર બેઠેલા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરે છે, તેના કારણે જ હું દરેક સિઝનમાં આવું છું.

    અમિતાભ બચ્ચન KBCમાં આવતા કેમ ડરે છે?


    અમિતાભ બચ્ચને ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે, તેઓ સ્ટેજ પર આવતા ડરે છે અને તેના હાથ-પગ ધ્રૂજવા લાગે છે. તેમણે કહ્યું, કે, હું સેટ પર આવું ત્યારે મારા હાથ અને પગ ધ્રૂજવા લાગે છે. મને સવાલ થાય છે કે શું હું તે કરી શકીશ કે નહીં? કેવું રહેશે? દરરોજ મને ડર લાગે છે કે હું કેવી રીતે હોસ્ટ કરીશ?

    આ પણ વાંચો: બાપ રે બાપ! ઉર્ફીએ કર્યો એવો કાંડ કે યુઝર્સે કહેવું પડ્યું, 'કપડાં મોકલાવીએ?'

    જો કે, હું પ્રેક્ષકોને જોઉં છું ત્યારે મને પ્રેરણા મળે છે. સ્ટેજ પર આવું ત્યારે હું તેમનો આભાર માનું છું, કારણ કે તેમના કારણે હું અહીં છું. જે રીતે તેઓ રસ દાખવે છે અને પ્રેમ આપે છે, તે વાત આગળ વધવા માટે પ્રેરિત કરે છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Entertainemt News, KBC

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन