Home /News /entertainment /

ઇચ્છે તો પણ ચૂંટણી ન લડી શકે અક્ષય કુમાર, આ છે કારણ...

ઇચ્છે તો પણ ચૂંટણી ન લડી શકે અક્ષય કુમાર, આ છે કારણ...

અક્ષય કુમાર ટૂંક સમયમાં 'કેસરી' ફિલ્મમાં નજર આવશે. આ ફિલ્મ 21 માર્ચનાં રોજ રિલીઝ થઇ રહી છે. હાલમાં 51 વર્ષિય અક્ષય કુમાર તેની ફિલ્મનાં પ્રમોશનમાં વ્યસ્ત છે.

અક્ષય કુમાર ટૂંક સમયમાં 'કેસરી' ફિલ્મમાં નજર આવશે. આ ફિલ્મ 21 માર્ચનાં રોજ રિલીઝ થઇ રહી છે. હાલમાં 51 વર્ષિય અક્ષય કુમાર તેની ફિલ્મનાં પ્રમોશનમાં વ્યસ્ત છે.

    મુંબઇ: અક્ષય કુમારે વર્ષ 2009માં એક ફિલ્મ કરી હતી જેનં નામ હતું 'ચાંદની ચોક ટૂ ચાઇના' ફિલ્મ તો ચાલી ન હતી પણ આ વર્ષે લોકસભા ચૂંટણી પહેલાં એવી વાતો ફએલાવવા લાગી છે કે અક્ષય કુમાર ટૂંક આ વખતે ચાંદની ચોક સીટથઈ ભાજપ જનતા પાર્ટીનાં ઉમેદવાર હોઇ શકે છે. દિલ્લીની 7 લોકસભા સીટમાંથી એક ચાંદની ચોક સીટ છે. જે હમેશા કોંગ્રેસની દાવેદારી માનવામાં આવે છે. જય પ્રકાશ અગ્રવાલ આ વિસ્તારમાં બે વખત સાંસદ ચૂંટાયા છે.

    પણ તે બાદ ભાજપનાં વિજય ગોયલે આ સીટ પર મેળવી અને આ સમયે ભાજપનાં મુખ્યમંત્રીનાં ઉમેદવાર રહેલાં ડોક્ટર હર્ષવર્ધન આ સીટથઈ સાંસદ રહ્યાં. વર્ષ 2009માં તેમને આમ આદમી પાર્ટીનાં આશઉતોષ અને કોંગ્રેસનાં કપિલ સિબ્બલને હરાવીને આ સીટ મેળવી હતી.

    આ વર્ષે ચાંદની ચોક સીટ માટે આમ આદમી પાર્ટીએ તેમનાં ઉમેદવાર પંકજ ગુપ્તાનું નામ જાહેર કર્યુ હતું. ચર્ચા છે કે ભાજપ આ વખતે એક સ્ટાર કેન્ડિડેટ તરીકે બોલિવૂડનાં ખિલાડી અક્ષય કુમારને મેદાનમાં ઉતારી શકે છે.

    આ પણ વાંચો-
    -ટૂંક સમયમાં જ કપિલ શર્માના શોમાં થશે 'ગુથ્થી'ની વાપસી
    -PM મોદીની બાયોપિકની રિલીઝ ડેટ બદલાઇ, હવે આ તારીખે થશે ફિલ્મ રિલીઝ
    અક્ષય કુમાર દિલ્હીનો રહેવાસી છે અને ઘણી વખત દિલ્હી પ્રત્યેનો તેનો પ્રેમ દર્શાવી ચુક્યો છે એવામાં તેનું નામ દિલ્હીની સીટ પરથી અને તેની પ્રિય પાર્ટી ભાજપનાં ઉમેદવાર તરીકે વાતો થાય તો નવાઇ નથી. ફણ આપ સૌને એ વાત નહીં ખબર હોય કે અખ્ષય કુમાર પાસે ભારત દેશનું નાગરિકત્વ જ નથઈ. અક્ષય કુમાર ભારતનો નાગરિક નથી કારણ કે તેને કેનેડાની માનદ નાગરિકતા સ્વીકારી લીધી હતી. અક્ષય કુમારની ક્યારેય વોટ આપતી કોઇ તસવીર પણ સામે આવી નથી. આ મામલે અક્ષય ફક્ત એટલું જ કહી શક્યો કે મારી સિટિઝનશિપ એવી નથી જેમ લોકો સમજે છે. પણ ગમે તે વ્યક્તિને ભારતની લોકસભા ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર નથી. જે આ દેશનો નાગરિક ન હોય કે પછી જેની પાસે બેવડા દેશની નાગરિકતા હોય. અક્ષય કુમારે તેની લોકસભા ચૂંટણીની ઉમેદવારીની તમામ વાતોનું ખંડન કર્યુ છે.

    આપને જણાવી દઇએ કે અક્ષય કુમાર ટૂંક સમયમાં 'કેસરી' ફિલ્મમાં નજર આવશે. આ ફિલ્મ 21 માર્ચનાં રોજ રિલીઝ થઇ રહી છે. હાલમાં 51 વર્ષિય અક્ષય કુમાર તેની ફિલ્મનાં પ્રમોશનમાં વ્યસ્ત છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Election 2019, Loksabha election 2019, Participate, અક્ષય કુમાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन