જાણો કોણ છે Munawar Faruquiની ગર્લફ્રેન્ડ નાઝીલ? તેની સુંદર તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ
જાણો કોણ છે Munawar Faruquiની ગર્લફ્રેન્ડ નાઝીલ? તેની સુંદર તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ
મુનાવર ફારુકીની ગર્લફ્રેન્ડની તસવીરો વાયરલ
'લોક અપ' શોમાંથી બહાર આવ્યા બાદ મુનાવરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે એક છોકરી સાથે કેમેરા માટે પોઝ આપતો જોવા મળે છે. જોકે, આ તસવીરમાં યુવતીનો ચહેરો પૂરેપૂરો દેખાતો નથી, કારણ કે ચહેરાને હાર્ટ ઈમોજીથી છુપાવવામાં આવ્યો છે. ETimes ના રિપોર્ટ અનુસાર, આ તસવીર રવિવારે 'લોક અપ' ફિનાલે પછી આપવામાં આવેલી પાર્ટીમાં લેવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ યુવતી મુનાવરની ગર્લફ્રેન્ડ છે.
કંગના રનૌતની (Kangana Ranaut) 'લોક અપ'ની (Lock Upp) પ્રથમ સિઝન પૂરી થઈ ગઈ છે, જેમાં કોમેડિયન મુનાવર ફારુકી (Munawar Faruqui) વિજેતા બનીને ઉભરી આવ્યા હતા. મુનાવરના ચાહકો તેની જીતની ઉજવણી કરી રહ્યા છે. આ દરમિયાન મુનાવરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક એવો ફોટો શેર કર્યો, જેણે ચાહકોમાં હલચલ મચાવી દીધી. મુનવ્વરે એક છોકરી સાથેની પોતાની રોમેન્ટિક તસવીર શેર કરી છે, જેને જોઈને બધા પૂછી રહ્યા છે કે આ કોણ છે?
શોમાંથી બહાર આવ્યા બાદ મુનાવરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે એક છોકરી સાથે કેમેરા માટે પોઝ આપતો જોવા મળે છે. જોકે, આ તસવીરમાં યુવતીનો ચહેરો પૂરેપૂરો દેખાતો નથી, કારણ કે ચહેરાને હાર્ટ ઇમોજીથી છુપાવવામાં આવ્યો છે. ETimes ના રિપોર્ટ અનુસાર, આ તસવીર રવિવારે 'લોક અપ' ફિનાલે પછી આપવામાં આવેલી પાર્ટીમાં લેવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ છોકરી મુનાવરની ગર્લફ્રેન્ડ છે.
હવે કેવી રીતે કહેવું કે તસવીરમાં દેખાતી આ છોકરી મુનાવરની ગર્લફ્રેન્ડ છે. તો આ અંગે ETimes નો અહેવાલ કહે છે કે "મુનાવર ફારૂકીએ પોતે 'લોક અપ' બેશમાં તેની ગર્લફ્રેન્ડ તરીકે ઘણા લોકોને તેનો પરિચય કરાવ્યો હતો. કપલ એકબીજા સાથે ખૂબ જ આરામદાયક લાગતું હતું. આ સાથે કેટલાક સૂત્રોનું એવું પણ કહેવું છે કે મુનાવરે તેને તેની ગર્લફ્રેન્ડ તરીકે ઓળખાવી ન હોવા છતાં તે બંનેની ગતિવિધિઓ પરથી સ્પષ્ટ થઈ રહ્યું હતું.
મુનાવર ફારૂકીએ તસવીર સાથે લખ્યું, 'બબ્બી બબ્બી તેરા ની મેં'. હવે એ પણ જણાવીએ કે આ છોકરી કોણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુનાવર સાથે જોવા મળેલી આ મિસ્ટ્રી ગર્લનું નામ નાઝીલ છે, જેની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર જોઈ શકાય છે. તેનું ઇન્સ્ટાગ્રામ પર 'નાઝિલક્સ' નામનું એકાઉન્ટ છે, જેના 226k ફોલોઅર્સ છે. હવે હેડલાઇન્સમાં આવ્યા બાદ ફોલોઅર્સ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ નાઝીલની ગ્લેમરસ તસવીરોથી ભરેલું છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર