Home /News /entertainment /અર્જુન કપૂરને ડેટ કરવાની વાત પર બોલી મલાઇકા અરોરા - લોકો 'તકવાદી' અને 'ઘરડી' કહે છે!
અર્જુન કપૂરને ડેટ કરવાની વાત પર બોલી મલાઇકા અરોરા - લોકો 'તકવાદી' અને 'ઘરડી' કહે છે!
અર્જુન કપૂરને ડેટ કરવાને લઇને મલાઇકાનું નિવેદન
મલાઈકા અરોરાની (Malaika Arora) ગણતરી બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓમાં થાય છે. લોકોને તેની સ્ટાઈલ અને તેના મજેદાર પ્રતિભાવ ગમે છે. તે હંમેશા નિર્ભય વ્યક્તિત્વ રહી છે.
મલાઈકા અરોરાનું (Malaika Arora) માનવું છે કે ભારતમાં મહિલાઓના રિલેશનશીપને લઈને ખોટો અભિગમ છે. લોકો ઘણી વાર કોઈ મહિલા માટે તેનાથી નાની ઉંમરના પુરુષને ડેટ કરવાનું અપવિત્ર માને છે. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે જ્યારે કોઈ મહિલા તેના કરતા નાના વ્યક્તિને ડેટ કરે છે ત્યારે તેને 'ડેસ્પરેટ', 'તકવાદી' અને 'ઘરડી' કહેવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરાની ગણતરી બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓમાં થાય છે. લોકોને તેની સ્ટાઈલ અને તેના મજેદાર પ્રતિભાવ ગમે છે. તે હંમેશા એક નિર્ભય વ્યક્તિત્વ રહી છે જેણે ટ્રોલિંગ અને બિનજરૂરી આલોચના છતાં પોતાનું માથું ઉંચુ રાખ્યું છે.
મલાઈકા ઘણીવાર તેની ફેશન સેન્સ અને તેનાથી ઉંમરમાં નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરવા માટે ટ્રોલ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે મલાઈકાના છૂટાછેડા થઈ ગયા છે અને તે એક પુત્રની માતા પણ છે. મલાઈકા અરોરાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્નના 19 વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો. આ પછી મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના સંબંધોની ચર્ચાઓ શરૂ થઈ હતી. મલાઈકા-અરબાઝનો એક પુત્ર પણ છે.
'હેલો' સાથેની વાતચીતમાં મલાઈકાએ પોતાના અંગત જીવન વિશે વાત કરતા ઘણા સવાલોના બોલ્ડ જવાબ આપ્યા હતા. એક પ્રશ્નના જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે આપણા દેશમાં સ્ત્રી સંબંધો પ્રત્યે ખોટો અભિગમ છે.
રિપોર્ટ અનુસાર, મલાઈકાએ કહ્યું, “મહિલાઓ માટે બ્રેકઅપ કે ડિવોર્સ પછી જીવન જીવવું ખૂબ જ જરૂરી છે. આપણા દેશમાં સ્ત્રી સંબંધો વિશે એક ગેરસમજ છે. સ્ત્રી માટે ઘણી વાર નાની ઉંમરના પુરુષને ડેટ કરવાને અપવિત્ર માનવામાં આવે છે.
મલાઈકાએ વધુમાં કહ્યું કે છૂટાછેડા પછી મહિલાઓના જીવનમાં તે જરૂરી છે. તેણે એમ પણ કહ્યું કે તે એક મજબૂત મહિલા છે અને બદલાવ આવી રહ્યો છે. તેણે કહ્યું, "હું મજબૂત, ફિટ અને ખુશ છું તેની ખાતરી કરવા માટે હું મારી જાત પર રોજ કામ કરું છું."
બધા જાણે છે કે, મલાઈકા તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર કરતા મોટી છે. આવી સ્થિતિમાં, જ્યારે તેમને એકવાર પૂછવામાં આવ્યું કે શું બંને વચ્ચેની ઉંમરનો તફાવત તેમના સંબંધોને અલગ બનાવે છે? બોલિવૂડની આ બ્યુટી ક્વીનએ કહ્યું હતું કે તેનાથી તેને અને અર્જુનને કોઈ ફરક નથી પડતો, પરંતુ સમાજ સંપૂર્ણપણે અલગ બાબત છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર