આજે છે Manoj Bajpaeeનો 52મો જન્મદિવસ, જાણો તેમના જીવનની 15 ખાસ વાતો

આજે છે Manoj Bajpaeeનો 52મો જન્મદિવસ, જાણો તેમના જીવનની 15 ખાસ વાતો
Instagram @bajpayee.manoj

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક : બોલિવૂડ અભિનેતા મનોજ બાજપાઈ આજે તેમનો 52મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 23 એપ્રિલ, 1969ના રોજ નરકટીયાગંજમાં થયો હતો. તેઓ દરેક પાત્રને પડદા પર જીવંત કરી દે છે. પછી તે ફિલ્મ સત્યાના ગેંગસ્ટર ભીખુ મ્હાત્રેનો રોલ હોય કે પછી શૂલમાં સિસ્ટમ સામે લડતા પોલીસવાળાનો રોલ હોય. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ તેમને ફિલ્મ 'ભોંસલે' માટે નેશનલ એવોર્ડ એનાયત આવ્યો છે. અહીં અમે તમને મનોજ બાજપાઈના જીવન સાથે જોડાયેલી 15 વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

  1. મનોજ ખૂબ સામાન્ય પરિવારમાંથી આવે છે, જ્યાં સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી નથી કરવામાં આવતી. તેમના જન્મદિવસે ઘરમાં માત્ર લાડુ વહેંચવામાં આવતા હતા.  2. મનોજ ખૂબ જ વર્સેટાઈલ એક્ટર છે, તેઓ દરેક પ્રકારના રોલ કરી ચુક્યા છે અને દરેક ભાષાની ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે.

  3. તેમણે બોલીવુડમાં વર્ષ 1994માં ફિલ્મ દ્રોહકાલથી પદાર્પણ કર્યું હતું.

  4. આ ફિલ્મમાં મનોજ બાજપાઈ માટે ખુબ નાનો રોલ હતી, પરંતુ ખૂબ લાંબુ સ્ટ્રગલ કરી ચૂકેલા મનોજ માટે તે ખૂબ મોટી વાત હતી.

  5. 2013માં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાના સ્ટ્રગલ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તે સમયે તેમના મનમાં આત્મહત્યાનો વિચાર પણ આવ્યો હતો.

  6. તેઓ હંમેશાથી હીરો બનવા માંગતા હતા, જેને લઈને તેઓ 17 વર્ષની ઉંમરે પોતાનું બેતિયા ગામ છોડીને દિલ્હી આવી ગયા હતા અને અહીં આવીને તેમણે નેશનલ સ્કુલ ઓફ ડ્રામા વિશે સાંભળ્યું હતું.

  7. મનોજે અહીં એડમિશન લેવા માટે 3 વખત ફોર્મ ભર્યું, પરંતુ તેમને ત્રણેય વખત રિજેક્ટ કરી દેવાયા હતા.

  8. આ અંગે મનોજે જણાવ્યું હતું કે, આ બધાને કારણે તેઓ અંદરથી તૂટી ગયા હતા અને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા હતા.

  9. તેમણે કહ્યું કે, આવા સમયે તેમના મિત્રો તેમની મદદ માટે આગળ આવ્યા હતા અને દિવસ-રાત તેમની સાથે રહીને સેવા કરી હતી.

  10. જે બાદ તેમણે એક્ટર રઘુવીર યાદવના કહેવા પર બેરી જોનની વર્કશોપ જોઈન કરી લીધી.

  11. બેરી જોને મનોજથી ઈમ્પ્રેસ થઈને મનોજને પોતાના આસિસ્ટન્ટ બનાવી દીધા હતા.

  12. થોડા સમય બાદ મનોજે ફરીથી NSDમાં અપ્લાઇ કર્યું અને તેમને અહીં એક્ટિંગ શીખવવાની તક મળી ગઈ હતી.

  13. તેમનો સંઘર્ષ લાંબો ચાલ્યો હતો પરંતુ આજે તેઓ ઇન્ડસ્ટ્રીના ટોચના અભિનેતા ગણાય છે.

  14. તેઓ ફિલ્મોથી લઈને વેબસીરીઝમાં કામ કરી ચુક્યા છે.

  15. તેમણે કહ્યું કે, તમારી પાસે કામ હોય કે નહીં, પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. જો તમારી પાસે પ્રતિભા છે તો તમને કામ મળશે, પછી ભલે તમે કોઈ અભિનેતાના સંતાન હોય કે ન હોય.
  Published by:News18 Gujarati
  First published:Invalid date