કાર્તિક આર્યનને છે લક્ઝરી કારનો શોખ અને અત્યારે અનેક પ્રોજેક્ટ પર કરી રહ્યો છે કામ

કાર્તિક આર્યન (ફાઈલ ફોટો)

કાર્તિક આર્યન શાહરૂખ ખાન સમર્થિત ગુડબાય ફ્રેડીમાંથી બહાર થઈ ગયા છે. કાર્તિક આર્યને જાણકારી આપી છે કે તેઓ છેલ્લા કેટલાક સમયથી નવા પ્રોજેક્ટ સાથે જોડાયા છે.

  • Share this:


બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aaryan) છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ચર્ચામાં છે. કરણ જોહરે કાર્તિક આર્યનને દોસ્તાના 2માંથી હટાવી દીધા બાદ કાર્તિક આર્યન ખૂબ જ ચર્ચામાં હતા. ત્યારબાદ કાર્તિક આર્યન શાહરૂખ ખાન સમર્થિત ગુડબાય ફ્રેડીમાંથી બહાર થઈ ગયા છે. કાર્તિક આર્યને જાણકારી આપી છે કે તેઓ છેલ્લા કેટલાક સમયથી નવા પ્રોજેક્ટ સાથે જોડાયા છે.

કાર્તિક આર્યને 20 મે 2011ના રોજ ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’થી બોલીવુડ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં 150 સેકન્ડના મોનોલોગ સાથે કાર્તિક આર્યને તેમના અભિનયનો પરિચય કરાવ્યો હતો. આ ફિલ્મ બાદ કાર્તિક આર્યનને નેશનલ અટેન્શન મળ્યુ હતું અને તેઓ સુપર હિટ બની ગયા હતા.

કાર્તિક આર્યને ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’, ‘સોનુ કે ટીટ્ટુ કી સ્વીટી’, ‘પતિ પત્ની ઔર વો’ અને ‘લુકા છુપી’ માં અભિનય કરીને બોલીવુડમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. ત્યારબાદ ફોર્બ્સની ટોપ 100ની યાદીમાં કાર્તિક આર્યને સ્થાન મેળવ્યું હતું.

આ પણ વાંચોNetflix પર યૂઝર્સ ફિલ્મ જોવાની સાથે સાથે Video Games રમી શકશે, કંપનીએ ઘડી યોજના

કાર્તિક આર્યનનો જન્મ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. કાર્તિક આર્યનનું અસલી નામ કાર્તિક તિવારી છે. તેમણે બેચલર ઓફ ટેકનોલોજીની ડિગ્રી મેળવી છે. ડિગ્રી મેળવ્યા બાદ કાર્તિક આર્યને ફિલ્મમાં કરિઅર બનાવવાનું વિચાર્યું. ફિલ્મોમાં અભિનય કરવાની સાથે કાર્તિક આર્યન બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને શો પણ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાર્તિક આર્યન પાસે રૂ. 36 કરોડની સંપત્તિ છે.

મુંબઈના વર્સોવામાં કાર્તિકનું નવું ઘર છે અને તે ઘરની કિંમત રૂ. 1.5 કરોડ છે. કાર્તિક આર્યનને કારનો ખૂબ જ શોખ છે. તેઓ રોયલ એનફિલ્ડ બાઈક અને BMWની 5 સીરિઝની કારના માલિક છે. ઉપરાંત તેમની પાસે મિની કૂપર પણ છે. તાજેતરમાં તેણે રૂ. 3 કરોડની લમ્બોર્ગિની ઉરૂસ પણ ખરીદ્યું છે.

આ પણ વાંચોસની દેઓલને 'ગદર' માટે મળ્યું હતું સન્માન, કેમ ગુસ્સામાં Award બાથરૂમમાં મૂકી આવતા રહ્યા હતા?

કાર્તિક આર્યન રામ માધવાનીની ફિલ્મ ‘ધમાકા’માં પત્રકારની મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. તેઓ અનીસ બઝમીની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેઓ અભિનેત્રી કિયારા અડવાણી અને તબ્બૂ સાથે કામ કરતા જોવા મળશે. તેણે એક લેટેસ્ટ એનાઉન્સમેન્ટ કર્યું છે કે તેઓ સમીર વિધ્વાંસ દ્વારા ડાયરેક્ટેડ ‘સત્યનારાયણ કી કથા’માં પણ અભિનય કરશે. આ ફિલ્મનું ટાઈટલ બદલવામાં આવશે તેની પુષ્ટી કરવામાં આવી છે. કાર્તિક આર્યન તેલુગુ રિમેક અને હંસલ મહેતાની ફિલ્મ પણ કરી રહ્યા છે.
First published: