Home /News /entertainment /યોગ કે જિમ કર્યા વગર ભારતી સિંહે આમ ઉતાર્યું હતું 15 કિલો વજન

યોગ કે જિમ કર્યા વગર ભારતી સિંહે આમ ઉતાર્યું હતું 15 કિલો વજન

વજન ઘટાડવા માટે ભારતી સિંહે એક ખાસ ડાયટ ફોલો કર્યો હતો

Bharti Singh: ભારતી સિંહ સાંજે 7 વાગ્યા પછી જમવાનું બંધ કરી દેતી હતી અને પછી બીજા દિવસે બપોરે જમવાનું લેતી હતી

મુંબઇ: કોમેડીની દુનિયામાં ભારતી સિંહ (Bharti Singh) એક બહુ જ જાણીતું નામ છે. કોમેડી ક્વીન (comedy queen) ભારતી સિંહનો ખાસ અંદાજ અને તેના જોક્સ લોકોના ચહેરા પર હાસ્ય પાથરવા પૂરતા છે. કોમેડી ક્વીન ભારતી આજે જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. ભારતીના બર્થડે પર અમે તમને જણાવીશું કે કેવી રીતે ભારતી ફિટ બની અને બધાને ચોંકાવી દીધા.

એક સમયે ભારતી સિંહનું વજન ઘણું વધારે હતું. ઘણી વખત તેના વજનને લઇને તેના જ શોમાં જોક્સ ક્રેક કરવામાં આવતા હતા. વજનને લીધે તેની મજાક ઉડાવવામાં આવતી હતી. જોકે, કોઇ વસ્તુ મહેનત અને લગન સાથે કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે. ભારતી સિંહે પણ આકરી મહેનત કરી 15 કિલોથી વધુ વજન ઘટાડી (weight loss) લોકોને ચોંકાવી દીધા.

ભારતીનું ટ્રાન્સફોર્મેશન જોવા લાયક હતું. આજે ભારતીના બર્થડે પર આપણે જાણીશું કે તેણે કેવી રીતે પોતાનું 15 કિલો વજન ઉતાર્યું. ભારતીનું ટ્રાન્સફોર્મેશન પ્રશંસનીય હતું.

ભારતી સિંહે વજન ઘટાડવા માટે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગની મદદ લીધી હતી. ઘણા અહેવાલોમાં જણાવવામાં આવ્યું કે, વજન ઘટાડવા માટે ભારતી સિંહે એક ખાસ ડાયટ ફોલો કર્યો હતો. ભારતી સિંહ સાંજે 7 વાગ્યા પછી જમવાનું બંધ કરી દેતી હતી અને પછી બીજા દિવસે બપોરે જમવાનું લેતી હતી.

આ પણ વાંચો: Kapil sharma: કપિલ શર્મા ફરીથી કાયદાની ચંગુલમાં ફસાયો, જાણઓ શું છે આખો મામલો

કલાકોના ફાસ્ટિંગ કરવાથી તેની બોડીમાંથી ટોક્સિંસ બહાર નીકળવામાં મદદ મળી, જેનાથી તેના મેટાબોલિઝ્મે સારી રીતે કામ કર્યું. ઓછી કેલરી લેવાથી ભારતીને વજન ઘટાડવામાં મદદ મળી હતી.

ભારતી સિંહ ખાવાપીવાની ખૂબ શોખિન હતી. ભારતીએ પોતે આ વાત સ્વીકારી હતી કે, તે પોતાના ફેવરિટ ફૂટને હંમેશા એન્જોય કરી હતી. પરાઠાથી લઇને માખણ સુધી, ભારતી દરેક વસ્તુ લેતી હતી. જોકે, આ બધુ 7થી 8 કલાકની વચ્ચે જ જમતી હતી અને પછી સાંજે 7 વાગ્યા બાદથી બીજા દિવસે બપોરે 12 વાગ્યા સુધી લગભગ 16 કલાક સુધી ફાસ્ટિંગ કરતી હતી. ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગથી તેને વજન ઘટાડવામાં ઘણી મદદ મળી હતી.
First published:

Tags: Bharti singh, Bollywood Gossip, Entertainment news