વડાલી બ્રધર્સઃ ક્યારેય સ્કૂલ ન ગયા, પિતાના આદેશથી કુસ્તી છોડી બની ગયા ગાયક

વડાલી બ્રધર્સ

બંને ભાઈઓએ ગયા વર્ષે મધ્ય પ્રદેશના જબલપુર અને ભોપાલમાં પોતાના કાર્યક્રમ કર્યા હતા. આ વખતે વડાલી બ્રધર્સે પોતાના જીવન અંગે અનેક દબાયેલા રાજ પરથી પડદો ઊંચક્યો હતો.

 • Share this:
  સૂફી ગાયકીથી દુનિયાભરના કોરોડો લોકોનું દિલ જીતનાર વડાલી બ્રધર્સની જોડી તૂટી ગઈ છે. અનેક દશકાઓ સુધી ગાયકીમાં સંગત કરનાર વડાલી બ્રધર્સના પૂરન ચંદ વડાલીના નાના ભાઈ પ્યારેલાલ વડાલીનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થઈ ગયું છે. મધ્ય પ્રદેશ સરકારે તેમને આશરે 20 વર્ષ પહેલા તુલસી એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

  બંને ભાઈઓએ ગયા વર્ષે મધ્ય પ્રદેશના જબલપુર અને ભોપાલમાં પોતાના કાર્યક્રમ કર્યા હતા. આ વખતે વડાલી બ્રધર્સે પોતાના જીવન અંગે અનેક દબાયેલા રાજ પરથી પડદો ઊંચક્યો હતો.

  બંને ભાઈઓમાંથી નાના પ્યારેલાલે પોતાના બાળપણના દિવસોને યાદ કરતા કહ્યું હતું કે તે ક્યારેય સ્કૂલમાં નથી ગયા. પિતાએ જે શીખવ્યું હતું તે જ યાદ છે. બાળપણમાં કુસ્તીમાં હાથ અજમાવ્યો હતો અને અનેક મેડલ જીત્યા હતા.

  પિતાએ જ બંને સંગીતમાં રસ જગાવ્યો અને તેમના જ આદેશ પર સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે જો પિતાનો આદેશ અને માર્ગદર્શન ન મળ્યું હોત તો આજે બંને ભાઈઓ કુસ્તી જ લડતા હોત. પિતાના કારણે જ અમને આટલું માનપાન મળ્યું હતું. મોટા મોટા લોકો અમને સાંભળવા માટે આવતા હતા.

  વડાલી બ્રધર્સને વર્ષ 1999માં મધ્ય પ્રદેશ સરકાર દ્વારા તુલીસ સન્માન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પદ્મશ્રી સહિત અનેક એવોર્ડ્સથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. આ અંગે વાત કરતા વડાલી બ્રધર્સે કહ્યું હતું કે વિશ્વાસ નથી આવતો કે અમે ક્યારેય સ્કૂલમાં નથી ગયા અને સરકાર તેમનું સન્માન કરે છે.

  અમૃતસરના 'ગુરુ કા વડાલી' ગામમાં પૂરન ચંદનો જન્મ થયો હતો, આ માટે જ તેમણે પોતાના નામ સાથે વડાલી જોડી દીધું હતું.

  થોડા સમય પહેલા મીડિયા સાથે વાતચીત કરતા પૂરન ચંદે કહ્યું હતું કે, 'જ્યારે ગાયકી શરૂ કરી ત્યારે બે ભાઈઓના ગાવાની પરંપરા હતી. મેં વિચાર્યું કે પ્યારેને પણ મારી સાથે લઈ લઉં. પ્યારેલાલ મારાથી 13 વર્ષ નાનો છે. મેં જ તેને તૈયાર કર્યો હતો. ત્યારથી અમે સાથે છીએ.'

  બંને ભાઈઓએ અનેક વર્ષો સુધી સાથે જ ગાયકી કરી હતી. પરંતુ હવે સૂરોની મહેફિલમાં બંને ભાઈઓ ક્યારેય સાથે ખાતા નજરે નહીં પડે. થોડા છેલ્લા દિવસોથી બીમાર પ્યારેલાલને હૃદયરોગનો હુમલો આવવાને કારણે અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં શુક્રવારે સવારે તેમનું નિધન થયું હતું.
  Published by:Vinod Zankhaliya
  First published: