મુંબઇ: ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા 14 વર્ષથી દર્શકોને મનોરંજન પૂરી પાડી રહી છે. આ વર્ષોની સફર દરમિયાન ઘણા પાત્રો બદલાયા. ઘણા એક્ટર શો છોડીને જતા રહ્યાં તો અમુક હંમેશા માટે દુનિયાને અલવિદા કહી ગયા. સીરિયલના પાત્રને દર્શકો તરફથી એક અનેરું પ્રેમ અને વાહવાહી મળી છે. આ કડીમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નટુકાકા પણ વર્ષોથી લોકોને હસાવતા આવ્યા છે. નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકનું નિધન થયાના મહિનાઓ બાદ હવે શોમાં નવા નટુકાકાની એન્ટ્રી થઇ છે. શોમાં નવા નટુકાકાની એન્ટ્રી પર રસપ્રદ રહી છે પરંતુ એનાથી પણ ખાસ વાત એ છે કે, જૂના અને નવા નટુકાકાનું કનેક્શન. જાણીએ કોણ છે નવા નટુકાકા...
શોના પ્રોડ્યુસર અસિત મોદીએ હાલમાં જ એક પ્રોમો વીડિયો શેર કરી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નવા નટુકાકાનો પરિચય કરાવ્યો હતો. તેમણે ભાવુક થઇને ઘનશ્યામ નાયકને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, તે હંમેશા ઘનશ્યામ નાયકને મિસ કરશે. હાલમાં જ નવા ગઢા ઇલેક્ટ્રોનિકની શરૂઆત થઇ છે અને તે નટુકાકા વગર શરૂ થઇ શકે નહીં. અમે ફેન્સ માટે નવા નટુકાકા લઇને આવ્યા છે. આશા રાખું કે તમામ ફેન્સ નટુકાકાને પણ એટલે જ પ્રેમ આપશે.
ઘનશ્યામ નાયકની જગ્યા લેનારા નવા નટુકાકાનું નામ કિરણ ભટ્ટ છે. કિરણ ભટ્ટ પણ ઘનશ્યામ નાયકની જેમ જ ઘડાયેલા કલાકાર છે. તેમને ઘણા વર્ષોનો અભિનયનો અનુભવ છે. ખાસ વાત એ છે કે, કિરણ ભટ્ટ અને ઘનશ્યામ નાયકનું કનેક્શન પણ છે. બન્ને એકબીજાને ઘણી સારી રીતે ઓળખતા હતા. કિરણ ભટ્ટ અને ઘનશ્યામ નાયક રિયલ લાઇફમાં સારા મિત્ર હતા. તેમની મિત્રતા વર્ષો જૂની છે. કિરણ ભટ્ટે તેમની સાથે થિયેટરમાં ઘણું કામ કર્યું હતું.
શોધ કિરણ ભટ્ટ પર પૂરી થઇ
એક ઇન્ટરવ્યૂમાં વાત કરતા શોના પ્રોડ્યુસર અસિત મોદીએ જણાવ્યું હતું કે, આ શોમાં ઘનશ્યામ નાયકે 13 વર્ષ કામ કર્યું અને નટુકાકાના પાત્રને જીવંત બનાવ્યું હતું. આ શો અને લોકો માટે આ પાત્ર બહુ જ જરૂરી હતું અને આ કારણે જ અમે નટુકાકાને પાછા લાવવાનું નક્કી કર્યું. અમે ઘણા મહિનાઓથી નવા નટુકાકાની શોધમાં હતા. ઘણા ઓડિશન પણ થયા, પરંતુ આખરે અમારી શોધ કિરણ ભટ્ટ પર પૂરી થઇ છે.
'ત્યારે અહેસાસ થયો હતો કે તેઓ અમારા નટુકાકા હશે'
અમિત મોદીએ એક અન્ય ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અમુક ઓડિશન બાદ અમે ગુજરાતીના જાણીતા એક્ટર-પ્રોડ્યુસર- ડાયરેક્ટર કિરણ ભટ્ટને નટુકાકા તરીકે લેવાનું નક્કી કર્યું છે. હું તેમને છેલ્લા ઘણા વર્ષોથી જાણુ છુ. જ્યારે તેમને પહેલી વખત મળ્યો ત્યારે અહેસાસ થયો હતો કે તેઓ અમારા નટુકાકા હશે. જોકે, ઘનશ્યામ નાયકની જગ્યા કોઇ લઇ શકે નહીં, પરંતુ મને વિશ્વાસ છે કે કિરણ ભટ્ટ દર્શકો વચ્ચે પોતાની અલગ જગ્યા બનાવવામાં સફળ થશે. કિરણ ભટ્ટ પાત્રને જરૂર ન્યાય આપશે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર