આ વ્યક્તિએ સલમાનને અપાવી 200 કરોડની ફિલ્મ, અક્ષયને બનાવ્યો બ્લોકબસ્ટર

News18 Gujarati
Updated: February 18, 2019, 2:33 PM IST
આ વ્યક્તિએ સલમાનને અપાવી 200 કરોડની ફિલ્મ, અક્ષયને બનાવ્યો બ્લોકબસ્ટર
સાજિદ નડિયાદવાલાનો આજે 53મો જન્મદિવસ છે

બોલિવૂડના નિર્માતા-નિર્દેશક સાજિદ નડિયાદવાલાનો આજે 53મો જન્મદિવસ છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડના નિર્માતા-નિર્દેશક સાજિદ નડિયાદવાલાનો આજે 53મો જન્મદિવસ છે. તેઓ બોલિવૂડના સૌથી સફળ નિર્માતા-નિર્દેશકમાંથી એક છે. 90ના દાયકામાં કરિયરની શરુઆત કરનારા સાજિદની ફિલ્મ 100 અને 200 કરોડની ગેરેન્ટી સમાન માનવામાં આવે છે. તેમના ફેવરિટ લિસ્ટમાં સલમાન ખાન સામેલ છે. ઉપરાંત તેઓ અક્ષય કુમાર સાથે પણ શાનદાર ફિલ્મ્સ આપી ચૂક્યાં છે. સાજિદ નડિયાદવાલા કેટલાય સ્ટારકિડ્સના ગોડ ફાધર પણ રહી ચૂક્યાં છે.

સાજિદ નડિયાદવાલાને બોલિવૂડના સિક્વલ કિંગ પણ કહેવામાં આવે છે. તેમના બેનર હેઠળ ત્રણ મોટી ફ્રેન્ચાઇઝી ફિલ્મ્સ છે. હાઉસફુલ- જેની ચોથી ફિલ્મ 'હાઉસફુલ 4' ટૂંક સમયમાં રીલિઝ થશે. 'કિક' સલમાન ખાનની આ સૌથી મોટી બ્લોકબસ્ટરની સિક્વલની તૈયારીઓ ચાલી રહી છે. 'બાગી' દ્વારા ટાઇગર શ્રોફને લોન્ચ કર્યો હતો. તેની ત્રીજી સિક્વલ બાગી 3નું પ્લાનિંગ ચાલી રહ્યું છે.

સાજિદની ફિલ્મ પ્રોડક્શન કંપનીનું નામ 'નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઇનમેન્ટ' છે. સાજીદની પહેલી ફિલ્મ 'જુલ્મ કી હુકુમત' હતી, જેમાં ધર્મેન્દ્ર અને ગોવિંદાએ કામ કર્યું હતું. સાથે જ સાજિદે બોલિવૂડને ઘણી ધમાકેદાર જોડીઓ પણ આપી છે.

આ પણ વાંચો: KWK-6: સૈફે ક્યાં કરી હતી પ્રપોઝ, કરિનાનાં જવાબ પર પ્રિયંકાનું હતું આવું રિએક્શન!


સાજિદ નડિયાદવાલા ઘણી ખાસિયતોને લીધે ટોપ ફિલ્મ મેકર્સના લિસ્ટમાં સામેલ છે. સાથે જ તેમની ફિલ્મ્સમાં યુનિક જોડીઓ જોવા મળે છે. 1993માં આવેલી ફિલ્મ 'વક્ત હમારા હૈ'માં સુનિલ શેટ્ટી અને અક્ષય કુમારની જોડી સાજિદ નડિયાદવાલાએ આપી હતી. જે બાદ આ જોડીએ 90ના દાયકામાં ઘણી ધમાકેદાર ફિલ્મ્સ આપી.સાજિદ નડિયાદવાલાની ફિલ્મ 'કિક' સલમાનના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 200 કરોડથી વધારે કમાણી કરી હતી. ત્યાં જ સાજિદની ફિલ્મ 'જીત' માટે સલમાન ખાનને ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. માત્ર સલમાન ખાન જ નહીં સાજિદે અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ સાથે પણ શાનદાર ફિલ્મ્સ કરી છે.

જુડવા, કિક, હાઉસફુલ, 2 સ્ટેટ્સ, હીરોપંતી, બાગી અને હાઇવે સાજિદની બેસ્ટ ફિલ્મ્સમાં સામેલ છે.
First published: February 18, 2019, 2:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading