Home /News /entertainment /અમિતાભ બચ્ચન બોડીગાર્ડને આપે છે કંપનીનાં CEO જેટલી સેલરી, જાણો અન્ય સેલિબ્રિટીનાં બોડીગાર્ડનો પગાર
અમિતાભ બચ્ચન બોડીગાર્ડને આપે છે કંપનીનાં CEO જેટલી સેલરી, જાણો અન્ય સેલિબ્રિટીનાં બોડીગાર્ડનો પગાર
બચ્ચનનાં બોડીગાર્ડ જીતેન્દ્ર શિંદે
Celebrities Bodyguard: સલમાન ખાનની (Salman Khan Bodyguard) વાત કરીએ તો તેના બોડીગાર્ડ શેરા સાથે ખૂબ ગાઢ સંબંધ છે. શેરા સલમાનના પડછાયાની જેમ તેની સાથે રહે છે. જ્યારે દીપિકા પાદુકોણની (Deepika Padukone) સુરક્ષા જલાલ નામનો બોડીગાર્ડ કરે છે. આવી જ રીતે ઘણા સ્ટાર્સ પાસે વર્ષોથી બોડીગાર્ડ છે. જે તેમના રક્ષા કવચની જેમ કામ કરે છે
બોલિવૂડના ઘણા સ્ટાર્સ પોતાની સલામતી માટે હંમેશા બોડીગાર્ડ સાથે રાખે છે. બોડીગાર્ડ્સ સાથે તેમના સંબંધ ઘણીવાર સમાચારોમાં આવે છે. સલમાન ખાનની (Salam Khan Bodyguard) વાત કરીએ તો તેના બોડીગાર્ડ શેરા સાથે ખૂબ ગાઢ સંબંધ છે. શેરા સલમાનના પડછાયાની જેમ તેની સાથે રહે છે. જ્યારે દીપિકા પાદુકોણની (Deepika Paudkone Bodyguard) સુરક્ષા જલાલ નામનો બોડીગાર્ડ કરે છે. આવી જ રીતે ઘણા સ્ટાર્સ પાસે વર્ષોથી બોડીગાર્ડ છે. જે તેમના રક્ષા કવચની જેમ કામ કરે છે. બોડીગાર્ડ પર ખૂબ મોટી જવાબદારી હોય છે. જેથી તેમની સેલેરી પણ મોટી કંપનીના CEO જેવડી હોય છે.
સલમાન અને દીપિકા સહિતના સુપરસ્ટારની જેમ બચ્ચન પરિવારનો પણ એક બોડીગાર્ડ છે. જેનું નામ જીતેન્દ્ર શિંદે છે. શિંદે અમિતાભ બચ્ચનનાં (Amitabh Bachchan Bodyguard) પડછાયાની જેમ તેની સાથે હોય છે. ફિલ્મનું શૂટિંગ કે વિદેશમાં રજા ગાળવા સહિતની બાબતમાં શિંદે તેમની સાથે જ હોય છે. આમ તો શિંદે પોતાની સિક્યોરિટી એજન્સી ચલાવે છે પણ અમિતાભ બચ્ચનની સુરક્ષા તે જાતે જ કરે છે. Times Now અહેવાલ મુજબ શિંદેને અમિતાભ બચ્ચન દર વર્ષે રૂ.1.5 કરોડ પગાર ચૂકવે છે.
અમિતાભ બચ્ચનના શિંદેની જેમ શાહરુખ ખાનની સુરક્ષા રવિ સિંહ નામનો બોડીગાર્ડ કરે છે. શાહરુખ ખાન સાથે રવિ 10 વર્ષથી સંકળાયેલો છે. સલમાન ખાન શેરાને વર્ષે રૂ.2 કરોડ ચૂકવે છે. જ્યારે શાહરૂખ ખાન રવિને 2.7 કરોડ ચૂકવે છે. આમ રવિ અત્યારે બોલિવૂડનો સૌથી વધુ પગાર લેતો બોડીગાર્ડ છે.
અનુષ્કા શર્માની સુરક્ષા સોનુ નામનો બોડીગાર્ડ કરે છે. જોકે, અનુષ્કા શર્મા માટે સોનુ તેના પરિવારના સભ્ય જેવો છે. તે સોનુનો બર્થડે પણ ઉજવે છે. ઝીરો ફિલ્મના શૂટિંગ વખતે સેટ પર સોનુના બર્થડેની ઉજવણી સમયના ફોટા વાયરલ થયા હતા. અહેવાલો મુજબ અનુષ્કા શર્મા તેને રૂ.1.2 કરોડનો વાર્ષિક પગાર ચૂકવે છે.
દીપિકા માટે બોડીગાર્ડ જલાલ તેના ભાઈ સમાન છે. તે દર વર્ષે તેને રાખડી બાંધે છે. જલાલને રૂ. 80 લાખનો પગાર મળે છે. પણ તાજેતરમાં તેનો પગાર વધારીને રૂ.1.2 કરોડ કરાયો હોવાનું પણ જાણવા મળે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર