Home /News /entertainment /અથિયા અને કેએલ રાહુલે અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ સાથે આપ્યો પોઝ, વાયરલ થઈ લગ્નની ઈનસાઈડ તસ્વીરો
અથિયા અને કેએલ રાહુલે અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ સાથે આપ્યો પોઝ, વાયરલ થઈ લગ્નની ઈનસાઈડ તસ્વીરો
અહાન શેટ્ટીએ પણ લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી
ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પોસ્ટ કરેલા ફોટોમાં તાનિયાએ અહાન, આથિયા અને કેએલ રાહુલ સાથે ફોટો માટે પોઝ આપ્યો હતો. તેણે પ્રી-વેડિંગ ફંક્શન દરમિયાન દુલ્હન સાથે તેની એક તસવીર પણ શેર કરી હતી.
આથિયા શેટ્ટી (Athiya Shetty) અને કેએલ રાહુલ (KL Rahul) ના લગ્નની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહી છે. અથિયા શેટ્ટીના ભાઈ અહાન શેટ્ટીની ગર્લ ફ્રેન્ડ તાનિયા શ્રોફે લગ્નની ઉજવણીના ફોટો પોસ્ટ કર્યા છે. અથિયા શેટ્ટી અને કેએલ રાહુલે 23 જાન્યુઆરીએ સુનીલ શેટ્ટીના ખંડાલાના ઘરે લગ્ન કર્યા હતા.
ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પોસ્ટ કરેલા ફોટોમાં તાનિયાએ અહાન, આથિયા અને કેએલ રાહુલ સાથે ફોટો માટે પોઝ આપ્યો હતો. તેણે પ્રી-વેડિંગ ફંક્શન દરમિયાન દુલ્હન સાથે તેની એક તસવીર પણ શેર કરી હતી. તાનિયાએ લગ્નના શાનદાર ડેકોરેશનની પણ ઝલક ફોટોઝમાં આપી હતી અને લગ્નના અલગ અલગ ફંક્શન માટે પોતાના આઉટફીટ પણ શેર કર્યા હતા.
લગ્નના દિવસની એક તસવીરમાં અથિયા શેટ્ટી, કેએલ રાહુલ, અહાન અને તાનિયા કેમેરા સામે હસતા અને પોઝ કરતા દેખાઈ રહ્યાં હતા. જ્યારે નવદંપતિએ તેમના આઈવરી અને ગુલાબી વેડિંગ પોશાક પહેર્યા હતા, ત્યારે તાનિયા અને અહાન પણ તેમના ટ્રેડિશનલ આઉટફીટ પહેર્યા હતા. કપલે મેચિંગ વ્હાઈટ એમ્બેલિશ્ડ આઉટફીટ પહેર્યા હતા. અન્ય તસ્વીરમાં તાનિયાએ આથિયા સાથે પોતાની ફોટો શેર કરી હતી, લગ્ન પહેલાના ફંક્શન દરમિયાન બંનેએ કેટલાક ફૂડ પણ ટ્રાય કર્યા હતા. તાનિયાએ તેમના કેન્ડિડ ફઓટોઝને મેન્ગો ઈમોજી સાથે શેર કર્યા હતા.
તાનિયાએ લગ્નની સજાવટની ઝલક પણ શેર કરી, લગ્ન માટે વૃક્ષો પર લટકાવવામાં આવેલા ફૂલોથી માંડીને હલ્દી ફંક્શન માટે ફ્લોરલ ડેકોર અને મહેંદી માટે આકર્ષક લાઈટ ડેકોરેશન તમામના ફોટોઝ તેણે શેર કર્યા હતા. તેણે હલ્દી સેરેમનીમાંથી અથિયા અને કેએલ રાહુલ સાથેની પોતાની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી.
આ પહેલા અહાન શેટ્ટીએ પણ લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. 31 જાન્યુઆરીના રોજ અભિનેતાએ ચાહકોને આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન પહેલાના તહેવારોની કેટલીક અનસીન ફોટોઝ દર્શાવ્યા હતા. આલ્બમની શરૂઆત મુહૂર્ત સમારંભના પારિવારિક પોટ્રેટથી થાય છે. સફેદ કુર્તામાં અહાનની એક સોલો તસવીર પણ છે. તેણે આથિયા સાથે પોતાની એક સુંદર તસવીર પણ પોસ્ટ કરી હતી. પોસ્ટ શેર કરતા અહાને કેપ્શનમાં ખાલી "અમે (Us) " લખ્યું
લગ્નમાં અહાન તેની બહેન આથિયાને સાથે લઈને ચાલ્યો હતો. તેણે લગ્ન મંડપમાંથી કેન્ડિડ ફોટો દર્શાવતી એક પોસ્ટ પણ શેર કરી હતી. કેપ્શનમાં તેણે લખ્યું કે, "હું તમને બંનેને ખૂબ પ્રેમ કરું છું. તમને બધાને પ્રેમ અને ખુશીની શુભેચ્છા." અગાઉ સુનીલ શેટ્ટીએ લગ્ન પહેલાના સેલિબ્રેશનની એક તસવીર શેર કરી હતી અને તેના કેપ્શનમાં લખ્યું હતું કે, "તમે જન્મ્યા ત્યારથી જ મને તમારી આંગળીથી મારી આંગળી પકડી રાખી હતી. હવે તમે મને તમારા ઈશારા પર નચાવો છો... લવ યુ માય બેબી... હંમેશા આશીર્વાદ તમારી સાથે છે."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર