Home /News /entertainment /Athiya Shetty Sangeet: પોતાની સંગીત સેરેમનીમાં ખૂબ નાચી અથિયા શેટ્ટી, Videoમાં જુઓ ગ્રાન્ડ ફંક્શનની ઝલક

Athiya Shetty Sangeet: પોતાની સંગીત સેરેમનીમાં ખૂબ નાચી અથિયા શેટ્ટી, Videoમાં જુઓ ગ્રાન્ડ ફંક્શનની ઝલક

ગ્રાન્ડ હતી અથિયા-કેએલ રાહુલની સંગીત સેરેમની

ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul) અને બોલીવુડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી (Athiya Shetty)ની સંગીત સેરેમનીનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં કપલના ગેસ્ટ મનભરીને ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. સાથે જ અથિયા શેટ્ટીના ડાન્સનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

વધુ જુઓ ...
    KL Rahul-Athiya Shetty Wedding: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી કેએલ રાહુલ (KL Rahul) અને સુનીલ શેટ્ટીની (Suniel Shetty) એક્ટ્રેસ દીકરી અથિયા શેટ્ટી (Athiya Shetty) આજે એટલે કે 23 જાન્યુઆરીએ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યાં છે. આ સાથે જ બી ટાઉનમાં ફરી એકવાર શરણાઇના સૂર રેલાવા જઇ રહ્યા છે.

    બંનેના લગ્નની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ખાસ અવસરે સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત ફાર્મહાઉસને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે કપલ આ જ ફાર્મ હાઉસમાં સાત ફેરા લેશે. આ વચ્ચે હવે સોશિયલ મીડિયા પર અથિયા અને રાહુલની સંગીત સેરેમનીના વીડિયોઝ ખૂબ જ વાયરલ થઇ રહ્યાં છે.








    View this post on Instagram






    A post shared by ETimes (@etimes)






    આ પણ વાંચો : મૌની રૉયે પિંક બ્રાલેટમાં આપ્યા અત્યાર સુધીના સૌથી HOT પોઝ, સિઝલિંગ લુક પરથી નહીં હટાવી શકો નજર

    આ સમયે વાયરલ થઇ રહેલો વીડિયો 22 જાન્યુઆરીનો છે. લગ્ન પહેલા અથિયા શેટ્ટી અને કેએલ રાહુલનું સંગીત ફંક્શન થયું હતું. જેની પહેલી ઝલક સામે આવી છે. વીડિયોમાં સુનીલ શેટ્ટીનો ખંડાલા સ્થિત બંગલો રોશનીથી ઝગમગી ઉઠ્યો છે.








    View this post on Instagram






    A post shared by ETimes (@etimes)






    અથિયા અને કેએલ રાહુલના વેડિંગ વેન્યૂ પર મહેમાનોની હલચલ પણ જોવા મળી રહી છે. આ સાથે જ પડદાની પાછળથી ઘણા લોકો મ્યુઝિક પર ઝૂમતા જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં થનારી દુલ્હન અથિયા શેટ્ટી પણ મનભરીને ડાન્સ કરતી જોવા મળી રહી છે.

    આ પણ વાંચો :  બિપાશા બાસુએ ફરી બતાવી લાડલીની ઝલક, પિતા કરણ સાથે દેવીની આ 'ક્યૂટ' તસવીર પર તમે પણ હારી જશો દિલ

    વાયરલ વીડિયોની એક ઝલકથી પણ તે સ્પષ્ટ થઇ રહ્યું છે કે કપલના ખાસ દિવસનું ગ્રાન્ડ ફંક્શન એકદમ ધમાકેદાર રહ્યુ. તેવામાં હવે સૌકોઇ લગ્નની રાહ જોઇ રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અથિયા અને કેએલ રાહુલ આજે સાંજે 4 વાગે પરિવાર અને નજીકના સંબંધીઓની હાજરીમાં સાત ફેરા લેશે. લગ્નની તમામ વિધિઓ પૂરી થયા બાદ સાંજે 6.30 વાગ્યે કપલ પાપારાઝીઓને મળશે.



    કહેવામાં આવી રહ્યું છે કે અથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નમાં ફક્ત 200 મહેમાન જ સામેલ થયા છે, જેમાં અથિયા તરફથી 100 મહેમાન અને કેએલ રાહુલ તરફથી 100 મહેમાન છે. મહેમાનોની લિસ્ટમાં જેકી શ્રોફ, સલમાન ખાન, અક્ષય કુમાર, એમએસ ધોની અને વિરાટ કોહલી જેવા મોટા સેલેબ્સના નામ હોવાની ચર્ચા છે. આ ઉપરાંત લગ્ન બાદ એક ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવશે. તેવા પણ સમાચાર છે કે કેએલ રાહુલ IPL મેચ બાદ પોતાના મિત્રો માટે એક ગ્રાન્ડ પાર્ટી હોસ્ટ કરશે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Athiya shetty, Bollywood Latest News, KL Rahul, Suniel Shetty and Aathiya Shetty

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन