KKK 11: અર્જુન બિજલાની બન્યો વિનર, ટ્રોફી, કાર અને મળી આટલી ઇનામી રકમ

અર્જુન બિજલાની બન્યો ખતરો કે ખિલાડી 14 નો વિનર,

અર્જુન બિજલાની (Arjun Bijlani Winer) ખતરો કે ખિલાડી 11નો ( Khatro Ke Khiladi 11 Winner)વિનર બની ગયો છે. રોહિત શેટ્ટીનાં શો ખતરો કે ખિલાડીની 11મી સિઝન (Khatron Ke Khiladi 11) જીતવાની સાથે જ અર્જુન બિજલાની ટ્રોફી અને એક નવી કાર પણ પોતાનાં ઘરે લઇ ગયો છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રોહિત શેટ્ટી (Rohti Shetty)નાં સ્ટંટ બેઝ્ડ રિયાલિટી શો ખતરો કે ખિલાડી (Khatron Ke Khiladi 11)નો વિનર બની ગયો છે. તેની જાહેરાત પણ થઇ ગઇ છે. સૌને પાછળ પાડી એક્ટર અર્જુન બિજલાની (Arjun Bijlani) રોહિત શેટ્ટીનાં શો KKK11નો વિનર બની ગયો છે. આ શો જીતવા પર અર્જુનને એક ટ્રોફી, એક નવી કાર મળી છે. તેમજ ઇનામમાં મોટી રકમ પણ મળી છે.

    આ પણ વાંચો-Box Office પર શાહિદ અને રણવિર વચ્ચે બેટથી ખેલાશે યુદ્ધ, '83' અને 'જર્સી'ની ટક્કર

    અર્જુન બિજલાનીને ટક્કર આપવાં માટે દિવ્યાંકા ત્રિપાઠી અંત સુધી ટકી રહી. તે શોની ફર્સ્ટ રનરઅપ બની. દિવ્યાંકાને છેલ્લો ટાસ્ક પૂર્ણ કરવામાં 20 સેકેન્ડનાં અંતરથી તે અર્જુન બિજલાનીથી હારી ગઇ. સ્ટંટ બેઝ્ડ રિયાલિટી શોમાં અર્જુન અને દિવ્યાંકા ઉપરાંત શ્વેતા તિવારી, રાહુલ વૈદ્ય, વિશાલ આદિત્ય સિંહ અને વરૂણ સૂદ ફાઇનલિસ્ટ હતાં.

    આ પણ વાંચો- Sooryavanshi: IPS ઓફિસરે બતાવી ભૂલ, કહ્યું- "આઈસા નહીં હોતા જનાબ", તો અક્ષય કુમારે આપ્યો જવાબ

    આ પહેલાં એક્ટરે કહ્યું હતું કે, કોરોના વાયરસને કારણે આ વખતનું ખતરો કે ખિલાડી ઘણું જ અલગ હતું. તેણે કહ્યું કે, આ વર્ષે આ શો જીતવા કે હારવાં માટે નથી. આ અમારી ઇચ્છા શક્તિને વધારવાં અને તેને ટકાવી રાખવા માટે છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, આ વર્ષે શોમાં ભાગ લેનારા દરેક પ્રતિયોગી વિજેતા છે. કરાણ કે, આ એવી સ્થિતિ છે જેવી પહેલાં ક્યારેય ન હતી.'




    અર્જુન વધુમાં કહે છે કે, 'આ સમય, પોતાને ડાર્ક ઝોન, અને નેગેટિવિટીથી બહાર કાઢવા અને ઉર્જા વધારવા માટે સરાહનીય છે.' શૂટિંગ ઉપરાંત અર્જુને એક એવી સંસ્થા સાથે હાથ મેળવ્યાં છે જે દેશ ભરમાં હોસ્પિટલમાં કોવિડ રોગીઓ માટે બેડ શોધવામાં મદદ કરે છે.

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
    Published by:Margi Pandya
    First published: