Home /News /entertainment /

KK Unnatural Death Case: બપોર બાદ પરિવારને સોંપવામાં આવશે KK નો મૃતદેહ, પોલીસ કરી રહી છે CCTV ફૂટેજની તપાસ

KK Unnatural Death Case: બપોર બાદ પરિવારને સોંપવામાં આવશે KK નો મૃતદેહ, પોલીસ કરી રહી છે CCTV ફૂટેજની તપાસ

બપોર બાદ પરિવારને સોંપવામાં આવશે KK નો મૃતદેહ, પોલીસ કરી રહી છે CCTV ફૂટેજની તપાસ

Singer KK Postmortem Report : ગાયક કેકેના મૃત્યુ અંગે ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશનમાં અકુદરતી મૃત્યુનો એક કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ તેના પરિવારની રાહ જોઈ રહી છે. તેમની સંમતિ મળ્યા બાદ અને શરીરની ઓળખ પ્રક્રિયા, તપાસ અને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

વધુ જુઓ ...
  KK Unnatural Death Case: દક્ષિણ કોલકાતાના નઝરૂલ મંચ ખાતે ગુરુદાસ કોલેજ દ્વારા એક કોન્સર્ટમાં લાઇવ પર્ફોર્મન્સ આપ્યા બાદ મંગળવારે કોલકાતામાં મૃત્યુ પામેલા બોલિવૂડ ગાયક કેકેના મૃત્યુનું (Singer KK's Death) ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જોકે ડૉક્ટરોએ કહ્યું છે કે તેઓ મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ (Cardiac Arrest) હોવાની શંકા છે. ગાયકના આકસ્મિક અવસાનથી દેશભરમાં તેમના ફેન્સને ભારે આઘાત લાગ્યો છે. પીએમ મોદીએ શ્રદ્ધાંજલી આપતા કહ્યું કે, 'તેમના ગીતો દ્વારા તેમને યાદ કરવામાં આવશે'.

  કે.કે.ને લગભગ 10 વાગે જે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, તે હોસ્પિટલના એક વરિષ્ઠ અધિકારીએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેણે જણાવ્યું કે, “અમને જણાવતા દુઃખ થાય છે કે અમે તેમની સારવાર કરી શકીશું નહીં.” કેકે પર્ફોમન્સ આપ્યા બાદ જ્યારે હોટેલમાં આવ્યા ત્યારે તેની તબિયત બરાબર નહોતી અને તેઓ અચાનક ઢળી પડ્યા હતા.

  આ પણ વાંચો:  KK Death: કેકેના માથામાં હતા ઇજાના નિશાન, કોલકાતા પોલીસ સ્ટેશનમાં નોંધાયો કેસ

  અહેવાલો અનુસાર, પર્ફોમન્સ દરમિયાન પણ કેકેને થોડી અસ્વસ્થતા અનુભવાતી હતી અને તેણે લાઇટિંગ વિશે ફરીયાદ પણ કરી હતી. હોટેલ જતી સમયે તેણે કહ્યું કે તેને ઠંડી લાગી રહી છે અને ગાડીમાં એસી ચાલું હતું. તેણે પર્ફોમન્સ દરમિયાન પણ બ્રેક લીધો હતો. અહેવાલોમાં જણાવ્યા અનુસાર, તેમના કાર્યક્રમમાં ભારે ભીડ હતી. જેને કાબૂમાં લેવા માટે પોલીસે અગ્નિશામક ઉપકરણોનો ઉપયોગ કરવો પડ્યો હતો. કેકેની પત્ની અને તેના બાળકો આજે કોલકાતા પહોંચશે.

  ગાયક કેકેના મૃત્યુ અંગે ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશનમાં અકુદરતી મૃત્યુનો એક કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ તેના પરિવારની રાહ જોઈ રહી છે. તેમની સંમતિ મળ્યા બાદ અને શરીરની ઓળખ પ્રક્રિયા, તપાસ અને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. SSKM હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

  જાણવા મળતી વિગતો મુજબ બપોર બાદ મૃતદેહ સોંપવામાં આવશે. પોલીસ તપાસ પણ ચાલુ છે. તપાસકર્તાઓ પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે આ ઘટનાની ગંભીરતાને લઈને પોલીસ હોટેલના CCTV ફૂટેજ પણ તપાસી રહી છે.

  આ પણ વાંચો: KK Death: આ પ્રખ્યાત ગાયકના કહેવા પર કેકે આવ્યો હતો મુંબઈ, મ્યુઝિક ઈન્ડસ્ટ્રી પહેલા KK કરતો હતો આ કામ

  પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલી


  સિંગરના અચાનક અવસાન અંગે પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ જણાવ્યું કે, “કે.કે.ના નામથી જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નાથના અચાનક અવસાનથી ઘણું દુઃખ થયું. તેમના ગીતો તમામ વયયજૂથના લોકોની લાગણીઓને સ્પર્શે છે. તેમને હંમેશા તેમના ગીતો દ્વારા યાદ રાખવામાં આવશે. તેમના ફેન્સ અને મિત્રોને મારી સંવેદના. ઓમ શાંતિ.”

  ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ટ્વિટ કરી કહ્યું કે, હું જાણીતા ગાયક શ્રી કૃષ્ણકુમાર કુન્નાથના આકસ્મિક નિધનથી દુઃખી છું. તેમના ભાવપૂર્ણ અવાજ અને મધુર ગાયકી માટે જાણીતા, શ્રી કે.કે.નું નિધન સંગીતની દુનિયા માટે મોટી ખોટ છે. શાંતિ!

  બોલિવૂડમાં ઘેરો શોક


  કેકેના અચાનક નિધન બાદ અનેક દિગ્ગજ કલાકારો અને સિંગર્સે ટ્વિટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. અરમાન મલિક, અભિનેતા નીલ નીતિન મુકેશ, વિવેક રંજન અગ્નિહોત્રી, મોહિત ચૌહાણ, શ્રેયા ઘોષાલ, જુબીન નૌટિયાલ અને પ્રીતમ સહિત અનેક સેલિબ્રિટીએ કેકેના અવસાનને એક ઘેરો ઝટકો ગણાવ્યો છે.
  First published:

  Tags: કોલકાતા, બોલીવૂડ, મનોરંજન

  આગામી સમાચાર