KK Funeral Place: મંગળવારે મોડી રાત્રે પ્રખ્યાત ગાયક કેકેનું અવસાન થયું. તેમના મૃત્યુની માહિતી મળ્યા બાદ તેમની પત્ની તેમના બે બાળકો સાથે આજે સવારે કોલકાતા પહોંચી હતી. પરિવાર કોલકાતા પહોંચ્યા બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, હવે સિંગરના મૃતદેહને SSKM હોસ્પિટલથી કોલકાતાના રવીન્દ્ર સદન લઈ જવામાં આવી રહ્યો છે. સીએમ મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે ગાયકને બંદૂકની સલામી આપવામાં આવશે.
સિંગર કેકેના પાર્થિવ દેહને એર ઈન્ડિયાની AI 773 ફ્લાઈટ દ્વારા મુંબઈ લઈ જવામાં આવશે. મળતી માહિતી મુજબ, વિમાન કોલકાતાથી સાંજે 5.15 વાગ્યે ટેકઓફ કરશે અને લગભગ 8.15 વાગ્યે મુંબઈમાં લેન્ડ થશે. અહીંથી પરિવાર વર્સોવા વિસ્તારમાં પાર્ક પ્લાઝા કોમ્પ્લેક્સમાં કેકેના મૃતદેહને તેમના ઘરે લઈ જશે. તેમના અંતિમ સંસ્કાર (KK Funeral Place Mumbai) ઘરની નજીક વર્સોવાના મુક્તિધામ શમશામ ખાતે કરવામાં આવશે.
(આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે....)
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર