Home /News /entertainment /

Kiss Day 2022: આશિકી 2 થી 3 ઈડિયટ્સ સુધી, બોલિવૂડના શ્રેષ્ઠ ઓન-સ્ક્રીન રોમેન્ટીક KISSES સીન

Kiss Day 2022: આશિકી 2 થી 3 ઈડિયટ્સ સુધી, બોલિવૂડના શ્રેષ્ઠ ઓન-સ્ક્રીન રોમેન્ટીક KISSES સીન

કિસ ડે 2022, બોલિવુડ કિસીંગ સીન

Kiss Day 2022 : આજે કિસ ડે છે, બોલિવૂડ તેના રોમાન્સ માટે પણ જાણીતું છે, આજે અમે તમને બોલીવુડ ફિલ્મોના આવા જ કેટલાક કિસિંગ સીન વિશે જણાવીએ

    Kiss Day 2022 : વેલેન્ટાઈન ડે (Valentine’s Day)ને માટે માત્ર એક જ દિવસ બાકી છે અને તેના એક દિવસ પહેલા કિસ ડે છે. આ દિવસે કપલ પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે એકબીજાને કિસ કરે છે. ચુંબન તમારી લાગણીઓ, જુસ્સો અને અન્ય વ્યક્તિ પ્રત્યેનો તમારો પ્રેમ દર્શાવે છે. બોલિવૂડ તેના રોમાન્સ માટે પણ જાણીતું છે. ફિલ્મોની વાત કરીએ તો, કેટલાક સુપર રોમેન્ટિક કિસિંગ સીન છે જેને આપણે વાસ્તવિક જીવનમાં અનુભવવા માંગીએ છીએ. આજે અમે તમને બોલીવુડ ફિલ્મોના આવા જ કેટલાક કિસિંગ સીન વિશે જણાવીએ.

    આશિકી 2

    વરસાદની નીચે ચુંબન એ શ્રેષ્ઠ ચુંબન કલ્પનાઓમાંની એક છે અને આશિકી 2 પછી, વરસાદમાં કોટ હેઠળ ચુંબન કરવું એ યુવાનો માટે એક નવી કલ્પના બની ગઈ છે. મોહિત સૂરી દ્વારા નિર્દેશિત આશિકી 2 માં આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરના કિસિંગ સીનની ખૂબ ચર્ચા થઈ હતી.



    3 ઇડિયટ્સ

    ફિલ્મના અંતમાં, કરીના કપૂર ખાનનું પાત્ર પિયા, દુલ્હનનો વેશ ધારણ કરીને, હેલ્મેટ પહેરીને સ્કૂટર પર બેસીને, આમિર ખાનના રેન્ચોના પાત્રને ચુંબન કરે છે. આ કિસિંગ સીન લદ્દાખના પેંગોંગ લેક પર શૂટ કરવામાં આવ્યો હતો. 3 ઈડિયટ્સના આ સીને ઘણી હેડલાઈન્સ બનાવી હતી.

    યે જવાની હૈ દિવાની

    ફિલ્મના છેલ્લા દ્રશ્યમાં બની નવા વર્ષની પૂર્વ સંધ્યાએ નૈનાના દરવાજે આવે છે અને નૈના દરવાજો ખોલતાની સાથે જ તેને કિસ કરવા લાગે છે. આ કિસિંગ સીન રોમાંસથી ભરપૂર અને ખૂબ જ તીવ્ર છે. આ ફિલ્મના મુખ્ય કલાકારો રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ હતા જેઓ એક સમયે વાસ્તવિક જીવનના યુગલ હતા.

    આ પણ વાંચોઆ Bhojpuri Actress એટેન્શન માટે Bikini પહેરવામાં શરમાતી નથી : Photos

    રોકસ્ટાર

    જોર્ડન અને હીર એક સુંદર મેદાનમાં જાય છે અને તેઓ કેવી રીતે ચુંબન કરવા માંગે છે તે વિશે વાત કરે છે. પહેલા બંને ચુંબન કરતા શરમાયા અને પછી અચાનક એક બીજાને કિસ કરવા લાગ્યા. પાછળથી, હીર નક્કી કરે છે કે તેઓ ફરી ક્યારેય નહીં મળે. આ કિસિંગ સીન ફિલ્મના લીડ સ્ટાર્સ રણબીર કપૂર અને નરગીસ ફખરી પર ફિલ્માવવામાં આવ્યો હતો. ઇમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ હજુ પણ કપલ્સની ફેવરિટ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Kiss day, Kissing, Kissing Scene

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन